ગીર સોમનાથમાં પણ મુંબઇથી આવેલી બે મહિલા કોરોના પોઝિટિવ
અમરેલીમાં પ્રોબેશન આઇપીએસ ઓફિસર સુરતમાં કોરોનાગ્રસ્ત : અમરેલી પુરૂષનો રિપોર્ટ પણ પોઝિટિવ
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં કોરોનાગ્રસ્ત કેસનો સિલસિલો ચાલુ રહ્યો છે. રાજકોટ શહેરમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જસદણ તાલુકાના શિવરાજપુરમાં અમદાવાદી આવેલા એક જ પરિવારના પાંચ સભ્યોને એક સો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું યું છે.જ્યારે અમરેલી જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. રાજકોટની ખાનગી લેબોરેટરી માં અમરેલીના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે અમરેલીના પ્રોબેશન આઇપીએસ ઓફિસર સુરતમાં કોરોનાની ઝપટે ચડ્યા છે. અને ગીર સોમના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુંબઈી આવેલી બે મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં કોરોના પોતાનો પગ પેસારો વધુ સપડાયો હોય તેમ લાગે છે. પરંતુ લોકડાઉન પાંચમા તબક્કામાં આંતર રાજ્યની છૂટછાટ બાદ રાજ્યના ખૂણે ખૂણે વસતા લોકો વતન પરત આવી રહ્યા છે. તેની સાથો સાથ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. સૌરાષ્ટ્રમાં ૧૨ જિલ્લાઓમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. જેમાં રાજકોટ અને ભાવનગરમાં સૌી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં શહેર વિસ્તારમાં જ બે પોઝિટિવ આવ્યા બાદ બપોર સુધીમાં ફરી જસદણના શિવરાજપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યો કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. અમદાવાદના નિકોલી જસદણના શિવરાજપુરમાં આવેલા લાલજીભાઈ દેહાભાઇ પરમાર (ઉ.વ. ૫૧) તેમના પત્ની શારદાબેન લાલજીભાઈ પરમાર (ઉ.વ.૪૬) તેમના પુત્ર રાહુલ લાલજીભાઈ પરમાર (ઉ.વ.૨૬) જીજ્ઞેશ લાલજીભાઈ પરમાર (ઉ.વ.૨૧) તેમની પુત્રી નીકીતા લાલજીભાઈ પરમાર (ઉ.વ ૨૪) પાંચેય પરિવારના સભ્યો કોરોના પોઝિટીવ આવતા તેઓને શિવરાજપુરી રાજકોટ હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં ખસેડવાની તજવીજ આરોગ્ય વિભાગે હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં અત્યાર સુધી ૮૮ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી કોરોનાના ૪૨ પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં કુલ ૧૩૦ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.
ગીર સોમના જિલ્લામાં પણ કોરોનાએ આજ ફરી દેખા દીધી હતી. મુંબઇી ગીર સોમના જિલ્લામાં કોડીનાર તાલુકાના મોરવાડ ગામે આવેલા મહિલાને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તાલાલાના વિઠ્ઠલપુર ગામમાં પણ મુંબઈથી આવેલી યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બન્ને યુવતીઓને હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવાની પ્રક્રિયા હા ધારવામાં આવી છે. અને જે તે વિસ્તારમાં કલ્સટર કરી ક્લોઝ કોન્ટેક્ટને ક્વોરેઇન્ટઇન કરવાનું શરૂ કર્યું છે.
જ્યારે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ રાજ્યભરમાં આખરે સુધી કોરોનામુક્ત રહેલા અમરેલી જિલ્લામાં પણ હવે કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો ઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ શંકાસ્પદ લાગતા યુવાનના સેમ્પલ મેળવી રાજકોટ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અને અમરેલી જિલ્લાના પ્રોબેશન આઇપીએસ અધિકારી સુશીલ અગ્રવાલને કોરોનાની મહામારીમાં ગાંધીનગર બાદ સુરત ફરજ પર મુકવામાં આવ્યા હતા. સુરતમાં ઓફિસરને કોરોનાનો ચેપ લાગતા તેઓને આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.