મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડાએ તબાહી મચાવી હતી. મુંબઈમાંથી આ વાવાઝોડું પસાર થયું ત્યારબાદ તેના ફોટોઝ સામે આવી રહ્યા છે. આ વાવઝોડાને કારણે સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં ઝાડ પાનને નુકસાન થયું છે. ત્યારબાદ સલમાન ખાને તેના મહેમાનો અને પરિવારના લોકો સાથે મળીને ફાર્મ હાઉસની સફાઈ કરી હતી જેનો વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. સલમાને કેપ્શનમાં સ્વચ્છ ભારતનો હેશટેગ માર્યો હતો. ઉપરાંત ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી તેણે આ વીડિયો પર્યાવરણ દિવસના નામે શેર કર્યો હતો. સલમાનની સાથે લુલિયા વંતૂર, જેક્લીન ફર્નાન્ડિઝ વગેરે ફાર્મહાઉસ પર જ છે. લોકડાઉનમાં ખાલી સમયનો ઉપયોગ કરીને સલમાને તેની યુ ટ્યુબ ચેનલ પર ૩ સોન્ગ રિલીઝ કરી દીધા છે. આ ત્રણેય સોન્ગ તેણે જ ગાયા છે. તમાનું એક સોન્ગ તેણે જેક્લીન સાથે રિલીઝ કર્યું છે. આ સોન્ગનું શૂટિંગ ચાર દિવસમાં ફાર્મહાઉસ પર જ કર્યું હતું. જેક્લીન, સલમાન અને ડીઓપી આ ત્રણ લોકોએ મળીને આખું શૂટિંગ પૂરું કર્યું હતું.
Trending
- કર્મ આધારિત ફિલ્મ: “કાશી રાઘવ” 3 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થશે
- Lookback 2024: 2024ના ટોપ 5 મીડ રેન્જ ફોન…
- 71 ગુનામાં કબ્જે લેવાયેલા રૂ.83 લાખના માદક પદાર્થોનો નાશ કરતી પોલીસ
- મકરસંક્રાંતિને ગણતરીના દિવસો બાકી: પતંગ-દોરાનું બજાર ગરમ
- ‘ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી’ અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો હર્બલ ટી વિશે શું કહ્યું
- ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બંધાઈ લગ્નના તાંતણે, જુઓ પહેલી તસ્વીર
- Honda એ નવા અપડેટ સાથે લોન્ચ કરી ન્યુ Honda SP125, જાણો કિંમત અને ફીચર્સ…
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક