કોંગ્રેસનું નેતૃત્વ, નીતિ અને નિયત એ તેનાં કાર્યકર્તાઓ માટે, જનતા અને દેશ માટે યોગ્ય નથી એટલે કોંગ્રેસનું વિખરાવવું, તૂટવું અને હારવું એ નિશ્ચિત છે
રાજયસભા ચૂંટણીનાં સંદર્ભમાં કોંગ્રેસનાં જૂઠા આક્ષેપો સામે તીવ્ર પ્રતિક્રિયા આપતાં ભાજપનાં પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયા આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસનાં એક પછી એક ધારાસભ્યોનાં રાજીનામાં પડી પહ્યાં છે ત્યારે કોંગ્રેસે પોતાની નિષ્ફળતા છુપાવવાં બીજા પર આક્ષેપ કરે તે યોગ્ય નથી.
કોંગ્રેસનાં નિષ્ફળ નેતૃત્વ, ઉમેદવારોની પસંદગીનો વિરોધ, આંતરીક તીવ્ર જુથબંધીને કારણે કોંગ્રેસ પોતાની મેળે જ તૂટી રહી છે. પંડયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું નેતૃત્વ દિશાનિહીન છે. જનસેવા માટેની તેનામાં નિયત નથી . અને દેશહિત , જનહિત માટેની નીતિ સામે તેની નીતિ-પોલીસી નેગેટીવ છે. એટલે કે કોંગ્રેસ નું નેતૃત્વ, નીતિ અને નિયત એ તેનાં કાર્યકર્તાઓ માટે , જનતા અને દેશ માટે યોગ્ય નથી. એટલે કોંગ્રેસનું વિખરાવવું, તૂટવું અને હારવું એ નિશ્ચિત છે. કોંગ્રેસ પોતાની વિચારધારા અને નેતૃત્વની નિષ્ફળતા છુપાવવાં બીજાની પર જૂઠાં આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસે પોતાની વિચારધારા અને નેતૃત્વ પર ફરીથી આત્મમંથન કરવું જોઈએ.તેમ શ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.