વર્તમાન કોરોના મહામારી અન્વયે સંક્રમણી બચાવ માટે ભારત સરકાર દ્વારા ખાસ તૈયાર કરેલ દિક્ષા એપ દ્વારા કોરાના સામે સ્વબચાવ અંગેની વિવિધ તાલીમ અપાઇ છે. રાજકોટ સ્તિ કલેકટર કચેરી ખાતે મહેસુલી કર્મચારીઓ માટે દિક્ષા એપ અંગેની ખાસ તાલીમ યોજાઇ હતી.
આ એપ અનવ્યે રજીસ્ટ્રેશન કરાવવાી કોરોના જેવી મહામારી સામે સ્વબચાવ અંગે વિવિધ વિષયે ઓનલાઇન તાલીમ અપાય છે. તાલીમ પૂર્ણ થયે સર્ટીફિકેટ પણ એનાયત કરવામાં આવે છે. મહેસુલી કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ શીબીરમાં જિલ્લા આરોગ્ય વિભાગના તાલીમ કેન્દ્રના ડો. દિનેશ ચૌહાણ, જિલ્લા ગુણવત્તા નિયંત્રક આરોગ્ય અધિકારી ડો. પી. કે. સીંઘ, ડો. હરેશ ભાડસીયા, ડો. જયોતિબેન હાથી દ્વારા તાલીમાર્થી એપમાં રજીસ્ટ્રેશન સહિત વિસ્તૃત માહિતી આપી હતી.