રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજન
રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જાતિ આયોગના માર્ગદર્શન હેઠળ ૬ જુનને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન કોરોના વાયરસથી બચવાના ઉપાયો અંગે રાજકોટમાં વેબિનારનું આયોજન કરાયું છે.
કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગો અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કોવિટ-૧૯ (કોરોના વાઇરસ) થી નાગરીકોને બચવવા જાગૃતિ ફેલાવવા તા.૬ ને શનિવારે વિડીઓ કોન્ફરન્સ દ્વારા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
નીતિ આયોગ, ન્યુ દિલ્હીએ દેશની સ્વૈચ્છીક સંસ્થાઓને નાગરીકોને કોરોના વાઇરસથી બચવા માર્ગદર્શન આપવાના હેતુથી વેબિનારનું આયોજન કરવા લેખિતમાં આદેશ કરાયો છે.રમાબેન માવાણીની સંસ્થા નીતિ આયોગ સાથે સંકળાયેલા હોવાથી નીતિ આયોજના ચીફ એકઝીકયુટીવ ઓફીસર અમિતાભ કાંત દ્વારા આ પ્રકરણે તા. ૨ જુનના સ્વૈચ્છીક સંસ્થાઓને લેખિતમાં આદેશ અપાયેલ છે.
આગામી તા.૬ જુન ના બપોર બાદ ૪ થી ૬ કલાક સમય દરમિયાન નીતિ આયોગને સાંકળીને રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિડીયો કોન્ફરન્સથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
વેબિનારમાં નીતી આયોગના અમિતાભ કાંત, ડો. પ્રકાશભાઇ મોઢા, ડો. પંકજભાઇ રાઠોડ, ડો. મીતેષભાઇ ભંડેરી, પૂર્વ બેન દવે, વિરલભાઇ પીપળીયા, શ્રીમતિ રમાબેન માવાણી, રામજીભાઇ માવાણી વિગેરે મહાનુભાવો જોડાનાર છે.
વેબિનારમાં શ્રોતાઓને જોડાવા https://rb.gy/09gz61 ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અથવા વોટસ એપ નંબર ૯૮૯૮૩ ૯૮૦૩૫ તમારા મોબાઇલમાં ગ્રાહક સુરક્ષાના નામે સેવ કરી હાય લખીને મોકલવાનું રહેશે. તેમ રમાબેન માવાણીએ જણાવ્યું છે.