૪૦ લાખથી વધુ એન.એસ.એસ. વોલેન્ટીયર્સ રાષ્ટ્ર સેવામાં કાર્યરત ચાલુ વર્ષે ગોલ્ડન જયુબેલી વર્ષ નિમિતે વિવિધ સેવાકિય પ્રોજેકટમાં કોલેજ છાત્રો જોડાશે, ૧૯૫૦ માં સ્થાપાયેલ એન.એસ.એસ. માં કોલેજ છાત્રો અભયાસ સાથે સ્વવિકાસ અને સમાજ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે
રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એન.એસ.એસ. દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય સંગઠન કણસાગરા મહિકા કોલેજ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામી જણાવે છે કે ૧૯૬૯ માં ૪૦ હજાર વોલંટીયર્સ થી શરૂ થયેલ એન.એસ.એસ. ર૦માં હાલ ૪૦ લાખથી વધુ સ્વયંસેવકો ધરાવતું મહત્વનું અવિભાજગ અંગ છે.
દેશમા જયારે જયારે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની આફત આવે, વાવાઝોડુું કે સુનામી આવે, ધરતીકંપ કે મહામારી જેવી આફત આવે ત્યારે એન.એસ.એસ. દેશના ખુણે ખુણે ફેલાયેલા એન.એસ.એસ. ના સ્વયંસેવકો રાષ્ટ્ર અને સમાજ સેવા માટે તૈયાર રહે છે. ભારત સરકાર કે રાજય સરકાર જયારે કોઇ યોજનાની અમલ કરવાની હોય ત્યારે એન.એસ.એસ. ને જવાબદારી સોંપે છે. કલેકટર હોય કે મામલતદાર, પોલીસ કમિશ્નર હોય કે મ્યુનિ. કમિશ્નર, શિક્ષણ મંત્રાલય હોય કે આરોગ્ય મંત્રાલય, યુનિવર્સિટી હોય કે એન.જી.ઓ. એન.એસ.એસ. ના માઘ્યમથી એમનાં વિવિધ અભિયાન સફળ બનાવવા પ્રયત્ન કરે છે. કોલેજ કક્ષાએ અભ્યાસ કરતો યુવા વર્ગ અભ્યાસ સાથે સ્વ વિકાસ સાથે સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે એવા આશયથી કેન્દ્ર સરકારના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં એન.એસ.એસ. ની પ્રવૃતિઓ ચાલે છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડાઇ માટે સમગ્ર દેશને રાષ્ટ્રજોગ સંદેશ આપતા ભાષણમાં એન.એસ.એસ. વોલંટીયર્સને પણ કોરોના વોરીયર્સ બનાવાની અપીલ કરતાં દરેક રાજયમાં એન.એસ.એસ.ના હજારો વોલંટીયર્સ સેવાકાર્યમાં જોડાઇ સમાજ અને રાષ્ટ્રધર્મ નિભાવી રહ્યા છે.
ડો. સ્વામીએ અને એન.એસ.એસ.ના અધિક કમિશ્નર નારણ માધુ જણાવે છે કે ગુજરાતની ૩૮ યુનિ.ઓમાંથી હાલ ૧,૧૦,૦૦૦ થીવધુ સ્વયંસેવકો એન.એસ.એસ.માં જોડાયેલા છે. રાજયના એન.એસ.એસ.અધિકારી આર.જે. માછીના જણાવ્યાનુસાર ગુજરાતમાં કોરોના વોરીયર્સ બનવા માટે એન.એસ.એસ.ના ૫૨૦૦ થી વધુ સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એન.એસ.એસ.સેલના અમદાવાદના અધિકારી દેવાંગભાઇ પંડયા અને પ્રો. ડો. ઉમેશ તળપદા એન.એસ.એસ. ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં એન.એસ.એસ.ગુજરાતની કોરોના સેવાકાર્ય ની પ્રવૃતિઓનું સંકલન સંચાલન કરી રહ્યા છે. દેવાંગ પંડયાના જણાવ્યાનુસાર અત્યારે ગુજરાતમાં વિવિધ જિલ્લામાં ર૦૦૦ થી વધુ એન.એસ.એસ. વોલંટીયર્સને વિવિધ જિલ્લાના પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, સસ્તા અનાજની દુકાન, બેંકના કર્મચારીઓ તથા આશાવર્કર સાથે તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે સેવાકાર્ય કરી રહ્યા છે. એન.એસ.એસ. દ્વારા આ મહામારી સમયે વિવિધ જિલ્લામાં ૧ લાખથી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે. એન.એસ.એસ.ના ૧ લાખથીવધુ સ્વયંસેવકોએ ગુજરાતમાં IGOT અને દીક્ષા સુરક્ષા સેતુ એપ ડાઉન લોડ કરી માહિતી છેવાડા વિસ્તાર સુધી મોબાઇલ અને રૂબરૂ સંપર્ક કરી પહોચાડી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતીન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજય દેસાણી, એન.એસ.એસ.કો. ઓર્ડીનેટર ડો. એન.કે. ડોબરીયા અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ લોકડાઉનના સમયમાં એન.એસ.એસ.ના ર૦૦ થી વધુ વોલંટીયર્સ નગરપાલિકા, મહાનગરપાલિકાના વિવિધ એકમ સાથે જોડાઇ સેવાકાર્ય કરી રહ્યા છે. ગ્રામ્ય સ્તરે એન.એસ.એસ. કણસાગરા કોલેજની પ૦ બહેનો સહિત ૧૦૦ થી વધુ બહેનો સરકારની ગાઇડગાઇન અનુસાર કાર્ય કરી રહી છે. વિવિધ કોલેજના એન.એસ.એસ. વોલંટીયર્સ સાથે સતત સંપર્કમાં રદી સેવાકાર્ય માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.
કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રસેવાનો ભાવ જાગૃત થાય, વિદ્યાર્થીઓ સ્વ વિકાસની સાથે સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે, વિદ્યાર્થીઓમાં નેતૃત્વશકિત, નિર્ણય શકિત, આત્મ વિશ્ર્વાસ જેવા ગુણો કેળવાય, સમાજ જીવન અને સમૂહ જીવનની તાલીમ દ્વારા સ્વનિર્ભર બને એવા શુભ આશયથી ૧૯૫૦ માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સુચનાથી રાષ્ટ્રીય સેવા આયોગની રચના થઇ,
ત્યારબાદ છે કે ૧૯૬૪-૬૮ માં વિવિધ રાજયના શિક્ષણ મંત્રીઓની મીટીંગમાં રાષ્ટ્રીય સેવા યોજના ના નામથી નવો પ્લાન તૈયાર થયો. એજ વર્ષે યુનિ.ના કુલપતિઓના સંમેલનમાં એક વિશેષ સમિતિ બનાવાઇ અને પંચવર્ષીય યોજનામાંથી પાંચ કરોડ રૂા. ની ફાળવણી કરી પસંદ થયેલ યુનિ.ઓને આ ગ્રાન્ટ અપાઇ.
ત્યારબાદ ૧૯૬૯-૭૦ માં શિક્ષા મંત્રાલય દ્વારા સ્નાતક કક્ષાએ એન.એસ.એસ.નો પ્રારંભ થયો. જોગાનું જોગ આ વર્ષ મહાત્મા ગાંધીજીનું શતાબ્દિ વર્ષ હતું.
૧૯૭૩માં ગંદકી અને બિમારી સામે યુવા ૧૯૭૪માં વૃક્ષારોપણ, ૧૯૭૫માં આર્થિક વિકસ, ૧૯૭૬માં યુવા અને ગ્રામ નિર્માણ જેવા વિશેષ રાષ્ટ્રીય કાર્યક્રમો, એન.એસ.એસ.ના માઘ્યમથી સફળ થયા, એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ આંધ્રપ્રદેશ, ગુજરાત, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં દુષ્કાળ સમયે પં.બંગાળ, ઓરીસ્સા, ઉત્તર પ્રદેશ અને બિહાર તથા દિલ્હીમાં પૂર રાહતમા ગુજરાતમાં ૧૯૭૯માં મોરબી પુરા રાહત ૨૦૦૧માં ધરતી કંપ સમયે, ભોપાલમાં ૧૯૮૪માં ગેસ દુર્ધટના સમયે પોતાના સ્વાસ્થય કે જિંદગીની ચિંતા છોડી રાષ્ટ્ર સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અને ૨૦૨૦માં સમગ્ર દેશ અને દુનિયા એક વિચિત્ર કોરોના વાયરસથી ભયભીત બની લાખો લોકો ટપોટપ મરવા લાગ્યા ત્યારે પણ એન.એસ.એસ. વોલંટીયર્સ ખેડે પગે સેવાકાર્ય કરતા રહ્યાં.
રાષ્ટ્રીય સેવા યોજનાનું પ્રતિક ચિન્હ ઓરીસ્સાના સુપ્રસિઘ્ધ કોણાર્ક સૂર્યમંદિરના રથના ચક્ર પર આધારીત છે. આ વિશાળ રથચક્ર એન.એસ.એસ. વોલંટીયર્સને નિરંતર ગતિશીલ, પ્રગતિશીલ અને પરિવર્તનશીલ હોવાની પ્રેરણા આપે છે. એન.એસ.એસ.નું આ પ્રતિક ચિહન એન.એસ.એસ.ના સ્વયંસેવકો સમાજ સેવાના કાર્યો કરતી વખતે લગાવે છે.
એન.એસ.એસ. બેઝમાં જે લાલ રંગ છે તે દર્શાવે કે એન.એસ.એસ. વોલંટીયર્સ ર૪ કલાક ઉત્સાહ અને સ્ફૂર્તિથી ભરપુર છે. આ લાલ રંગ એન.એસ.એસ. વોલંટીયર્સને વ્યસન અને દુગુણોથી દૂર રહેવાની ચેતવણી આપે છે. ધેરો નીલો રંગ એ બ્રહ્માંડ તરફ સંકેત કરે છે જેનો એન.એસ.એસ. એક નાનકડો અંશ છે. તે માનવ માત્રના કલ્યાણ માટે અંશદાન કરવા તૈયાર છે. જેમાં બ્રહ્માંડની કોઇ સીમા નથી એમ એન.એસ.એસ.ના વોલંટીયર્સ માટે પણ ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશની સીમાઓ લાગુ પડતી નથી. વિશ્ર્વના કોઇપણ ખુણે, આપત્તિ આવે તો એન.એસ.એસ. વોલંટીયર્સ ત્યાં પહોચી જવા તૈયાર છે. બેઝનો સફેદ રંગ શાંતિ, એકતા, પવિત્રતા અને સ્વચ્છતાનો પ્રતિક છે.
એન.એસ.એસ.નું સિઘ્ધાંત વાકય છે. Not me but you અર્થાત મેરા નહીં તેરા જે નિ:સ્વાર્થ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાની આવશ્યકતાનું સમર્થન કરે છે. જે સુખ કે સુવિધા મળવા પાત્ર છે તે મને નહીં પહેલા અન્યને મળે ત્યાગીને ભોગવી જાણો .
જે છાત્ર એન.એસ.એસ.માં રજીસ્ટ્રેશન કરાવે એણે ૧ વર્ષમાં ૧ર૦ કલાકના હિસાબે બે વર્ષમાં ર૪૦ કલાક સમાજ કે રાષ્ટ્ર
સેવા માટે આપવા જરૂરી છે. એન.એસ.એસ.ના તમામ કાર્યકમો માં સક્રીયતાથી ભાગ એન.એસ.એસ.ના ઉદેશ્યોને સિઘ્ધ કરવા જોઇએ. જે સ્વયસેવકો બે વર્ષમાં સંતોષપૂર્વક સેવાકાર્ય કરે છે તો એને કોલેજ અનુ યુનિ. દ્વારા સ્પે. સર્ટિફીેકેટ આપવામાં આવે છે.
એન.એસ.એસ. વોલંયીયર્સે એન.એસ.એસ.ના બે સ્પે. કેમ્પ બે વર્ષ દરમ્યાન કરવા જરૂરી છે. આ સ્પે. કેમ્પનો સમયગાળો સાત દિવસનો છે જે પહેલા દશ દિવસ હતો આ દિવસોના સમયને ર૪૦ કલાકમાં ગણવામાં આવતા નથી. આ શિબિર દર વર્ષે શિયાર્ળો શિયાળામાં ગ્રામ્ય કક્ષાએ આયોજીત થાય છે. જેમાં ૧ યુનિટમાંથી પ૦ વિઘાર્થી ભાગ લઇ શકે છે.
કોલેજ કક્ષાએ એન.એસ.એસ.વોલંટીયર્સને રેગ્યુલર એકટીવીટી અને સ્પે કેમ્પ એમ બે સર્ટિફીકેટ યુનિ. આપે છે. જે ખુબ જ ઉપયોગી છે. સ્વયંસેવકો માટે સ્પે. કેમ્પ ખૂબ જ ઉપયોગી થાય છે. સ્વયંસેવકો માટે સ્પે. કેમ્પ ખુબ જ ઉપયોગી થાય છે.
એન.એસ.એસ.માં જોડાયેલા વોલંટીયર્સ માટે સાત દિવસનો એન.એસ.એસ. સ્પે. કેમ્પ જિંદગીભરનું સંભારણુ બની જાય છે. આ સાત દિવસમાં સમુહજીવન અને સમાજજીવનની અવનવી તાલીમ મેળવી ગામડા સાથે જોડાઇ વિવિધ સેવાકાર્યોની તાલીમ મળેવે છે. એન.એસ.એસ. વોલંટીયર્સને કોેલેજ કક્ષાએથી જ લીડરશીપના પાઠ શીખવા મળે છે જે તેને તેની આવડત અને સ્કીલ દ્વારા સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પહોચવાની ઉત્તમ તક આપે છે. એન.એસ.એસ. વોલંટીયર્સ માટે સ્ટેટ અને નેશનલ કક્ષાના અનેક કાર્યક્રમોનું આયોજન વર્ષ દરમ્યાન થાય છે.
જેમાં આર.ડી. અને સ્પે. આર.ડી. કેમ્પ એનઆઇસી કેમ્પ, નેશનલ કક્ષાના ટ્રેકીંગ અને ડીઝાસ્ટ મેનેજમેન્ટ કેમ્પ, એન.એસ.એસ. ડે સેલીબ્રેશન સ્ટેટ અને નેશનલ, નેશનલ યુથ ફેસ્ટીવલ મુખ્ય છે. આ ઉપરાંત વર્ષ દરમ્યાન સ્ટેટ અને ઝોનલ કક્ષાનો બેથી ત્રણ વર્કશોપ કે શિબિરનું આયોજન થાય છે. યુથ પાર્લામેનટની સાથે વર્ષ દરમ્યાન અનેક સેવાકાર્યો સાથે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત વ્યકિતના વ્યાખ્યાનનું આયોજન દર મહિને થાય છે.
લોકડાઉનમાં કણસાગરા કોલેજનું સેવા કાર્ય
કણસાગરા કોલેજના પ્રિન્સીપાલ ડો. આર.આર. કાલરીયા અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર યશવંત ગોસ્વામીના માર્ગદર્શન તળે કોરોના મહામારી લોકડાઉનના પગલે વિવિધ સેવાકિય પ્રવૃતિ કરાય જેમાં કોલેજ છાત્રો ઉત્સાહથી જોડાય ને ૧૧ હજાર માસ્કનું વિતરણ દોઢ માસ રૂપિયાની અનાજ કિટ વિતરણ ૧૮ હજારનાં ફુટ પેકેટ સાથે કોરોના જનજાગૃતિ ગ્રામ્ય વિસ્તારમાં ફેલાવી હતી. દરરોજ બે થી ત્રણ હજાર લોકોને ભોજન અપાયું હતું.
રાષ્ટ્રીય સેવા યોજનાની વિશેષ માહિતી
કોલેજ છાત્રોમાં વિવિધ ગુણોનું સિંચન કરતા રાષ્ટ્રીય સેવા યોજનાની વિશેષ માહીતી યશવંત ગૌસ્વામી મો.નં. ૭૯૯૦૯ ૪૧૬૯૯ ઉપરથી મળી શકશે.