આજે રાત્રે ૧૧.૧૫ વાગ્યાથી ૨.૩૪ વાગ્યા સુધી ચંદ્રગ્રહણ થશે રાત્રે ૧૨.૫૪ વાગ્યા બાદ ગ્રહણનો પૂર્ણત પ્રભાવ જોવા મળશે
ભારતમાં આ વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ આજે રાત્રે યોજાનારૂ આ ચંદ્રગ્રહણનો રાત્રે ૧૧.૧૧ વાગ્યે પ્રારંભ થઈ ને રાત્રે ૨.૩૪ વાગ્યે પૂર્ણ થશે. ૩ કલાકને ૧૮ મિનિટ સુધી યોજાનારા આ ચંદ્રગ્રહણ રાત્રે ૧૨.૫૪ બાદ પૂર્ણ પ્રભાવ સાથે નિહાળી શકાશે આ ચંદ્રગ્રહણ પુનમના દિવસે યોજાનારૂ હોય ધાર્મિક દ્રષ્ટિએ ઉપછાયા ચંદ્રગ્રહણ ગણવામા આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ ગ્રહણની કોઈ ખાસ માન્યતા ન હોય શુભકાર્યોમાં વિઘ્નરૂપ નહી બને આજે પુનમ હોય ગ્રહણકાળ દરમ્યાન પણ ચંદ્ર ગ્રહિત ના બદલે પૂર્ણ આકારમાં જોવા મળશે આ પૂર્ણ આકારના ચંદ્રગ્રહણને ખગોળ વિજ્ઞાનીઓએ સ્ટોબેરી ચંદ્રગ્રહણ નામ આપ્યું છે. આ ચંદ્રગ્રહણ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલીયા, આફ્રિકા ખંડોમાં નિહાળી શકાશે. સામાન્ય રીતે સૂર્ય અને ચંદ્રની વચ્ચે જયારે પૃથ્વી આવી જાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી. આ ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ સમયે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ રેખામાં આવે છે. પૃથ્વી વચ્ચે આવી જવાના કારણે સૂર્યના તમામ પ્રકાશ રોકાઈ જાય તો તેને પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જયારે ચંદ્રનો આંશિક ભાગ છૂપાઈ જતો હોય તો તેને આંશિક ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ચંદ્ર જયારે પૃથ્વીની વાસ્તવિક છાયામાં પ્રવેશ કર્યા વિના જ નીકળી જાય તો તેને ઉપછાયા ગ્રહણ કહેવામાં આવે છે. શાસ્ત્રોકત અનુસાર ચંદ્રગ્રહણનું સુતક ગ્રહણ શરૂ થવાની નવ કલાક પહેલા શરૂ થતું હોય છે અને ગ્રહણની સમાપ્તિ સાથે પૂર્ણ થતું હોય છે.
ચંદ્રગ્રહણ સમયે શું કરવું જોઈએ
- શાસ્ત્રોકત માન્યતા મુજબ ચંદ્રગ્રહણ પહેલા અને પછી સ્નાન કરવું જોઈએ,
- પિતૃ કલ્યાણ અર્થે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ
- ગર્ભવતી મહિલા સહિતના લોકોએ ચંદ્રગ્રહણ દરમ્યાન મંત્રોચ્ચાર કરવો જોઈએ જેથી ચંદ્રગ્રહણની નકારાત્મક અસરોથી બચી શકાય
- ચંદ્રગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ ઘણમાં જ રહેવું જોઈએ,
- દરેક ખોરાક તુલસીપત્ર સાથે જ ગ્રહણ કરવો જોઇએ.
ચંદ્રગ્રહણ સમયે શું ન કરવું જોઈએ
- ચંદ્રગ્રહણ દરમ્યાન રસોઈ ન બનાવવી કે ભોજન ગ્રહણ ન કરવું,
- ચંદ્રગ્રહણ દરમ્યાન લોકોએ ઘરમાં રહીને બહાર ન નીકળવું જોઈએ,
- બહાર નીકળવાથી ગ્રહણના નુકશાન કિરણોની અસર થઈ શકે છે.
- ચંદ્રગ્રહણ દરમ્યાન ધાર્મિક રીતે પ્રતિબંધ કરાયેલા વિધિવિધાનો ન કરવા જોઈએ.