મહામારી વચ્ચે જોયાલુક્કાસ અને માલાબાર જેવી મસમોટી બ્રાન્ડને ટકવું પણ કપ: શોરૂમના શટર પડ્યા
દુબઈમાં કોરોનાની મહામારીના પગલે આર્થિક કટોકટી સર્જાઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયે દુબઈની બજારો રિ-ઓપન થઈ શકી નથી. જેના કારણે માલાબાર, જોયાલુક્કાસ જેવી મસમોટી જવેલરી રીટેલર્સ બ્રાન્ડને ટકવું કપરું બની ગયું છે. જોયાલુક્કાસ પોતાના ૨૪ માંથી ૭ સ્ટોર બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ માલાબારની હાલત પણ કફોડી છે. જ્યાં સુધી શોરૂમના ભાડામાં રાહત નહીં અપાય ત્યાં સુધી ફરીથી શોરૂમ ખોલવામાં આવશે નહીં તેવું જવેલર્સનું કહેવું છે. દુબઈમાં સોનાની ખરીદીમાં લોકોનો ભારે ધસારો જોવા મળે છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે પરંતુ અત્યારે મહામારીના પગલે રિટેલર્સની આવકમાં ૪૦ ટકાનું તોતીંગ ગાબડુ પડી ગયું છે.
કોરોનાની મહામારી સામે લડવું યુએઈની સરકાર માટે કપ બનતું જાય છે. એક સમયે કોરોનાના હજ્જારો કેસના કારણે દુબઈ સહિતના શહેરોની બજારો બંધ રાખવાની નોબત આવી હતી. હવે આ બજારો ખોલવી ખુબ મુશ્કેલ છે. એક તરફ લોકોના જીવન ઉપરનો પ્રશ્ર્ન છે. બીજી તરફ આર્થિક ગતિવિધિ પણ ચાલુ રાખવી જરી છે. મહામારી પહેલા દુબઈમાં સરકારે ૨૦૨૦ માટે અનેક આર્થિક ઉન્નતિના સપના સજાવ્યા હતા. કરોડો ડોલરનો ખર્ચ પ્રદર્શન પાછળ થવાનો હતો. પરંતુ મહામારીના કારણે અનેક આયોજનો અટકી પડ્યા છે. હવે ગોલ્ડ જવેલરીના વેંચાણમાં ગાબડુ પડી ચૂકયું છે. જોયાલુક્કાસ દ્વારા ગલ્ફમાં મલ્ટી સ્ટોર નેટવર્ક વર્ષો પહેલા ગોઠવાયું હતું. પરંતુ અત્યારે સોનામાં માંગ ઓછી હોવાથી સ્ટોર ધમધમી રહ્યાં નથી. હવે યુએઈમાં કુલ ૨૪ પૈકીના ૭ સ્ટોર જોયાલુક્કાસ બંધ કરી દેશે.
બીજી તરફ ગલ્ફ દેશોમાં માલાબાર ૧૦૦થી વધુ આઉટલેટ ધરાવે છે. સ્ટોરના ભાડામાં કોઈપણ જાતની રાહત ન મળવાના કારણે હવે સ્ટોર ફરી શ કરવા સામે પ્રશ્ર્ન ઉભો થયો છે. દુબઈમાં પ્રાઈમ લોકેશનમાં સ્ટોરના ભાડા ૮ લાખથી ૧ મીલીયન દિરહામ જેટલા હોય છે. સ્ટોર્સને લાંબા સમય સુધી આ ભાડા ચૂકવવા મુશ્કેલી પડશે. યુએઈમાં માલાબાર ધીમીગતિએ પોતાના સ્ટોર ખોલશે.
આ મામલે સુત્રોએ જણાવ્યા મુજબ ગોલ્ડના રિટેલર્સ દુકાન માલીકો પાસે ૫૦ ટકા ભાડામાં રાહત માગી રહ્યાં છે. સરકાર તરફથી કેટલીક રાહતો મળી છે. પરંતુ તે સ્ટોરને ફરી ચાલુ કરવા અને ટકાવી રાખવા માટે પુરતી નથી. મહામારીના કારણે યુએઈમાં પ્રવાસીઓનો ધસારો એકદમ નહીવત છે. ૨૬ એપ્રીલથી ઓપનીગ થવાનું હતું. પરંતુ માંગ તળીયે પહોંચી જતાં રિટેલર સાથે હોલસેલરને પણ કઠણાઈ બેઠી છે. હજુ સુધી યુએઈમાં ગોલ્ડની ઓનલાઈન ખરીદીનું ચલણ નથી.
ગ્રાહકો દુકાને જઈને જ ખરીદી કરતા હોય છે. આવી સ્થિતિમાં સ્ટોર બંધ રાખીને ધંધો કરવો મુશ્કેલ બની ગયો છે. જોયાલુક્કાસ અને માલાબાર સહિતની બ્રાન્ડ સ્ટોર ખોલવા મુદો હવે સ્ટોર માલીકો દ્વારા ભાડામાં રાહતનો નિર્ણય લેવાશે કે કેમ તે ઉપર આધારીત છે.