માત્ર ૨૦ જ મિનિટમાં એન્ડોસ્કોપીની મદદથી સેલ કાઢી બાળકીનો જીવ બચાવ્યો
ગોકુલ હોસ્પિલની સ્થાપના સૌરાષ્ટ્ર કચ્છના સીનીયર મોસ્ટ ન્યુરો અને સ્પાઇન સર્જન ડો. પ્રકાશ મોઢા દ્વારા ૨૮ વર્ષ પહેલા કરવામાં આવેલી હતી.
હાલમાં ગોકુલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુપરસ્પેશ્યાલીટી ડોકટરો ઉપલબ્ધ છે.
૩૧મીમેના રાત્રીના બે વાગ્યે પોરબંદરથી બે વર્ષની બાળકીને લઇ તેના માતાપિતા ઇમરજન્સીમાં ગોકુલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. માતાપિતા ના જણાવ્યા અનુસાર રાત્રે ૧૦ વાગ્યે બાકી રમતા રમતા પેન્સીલ સેલ ગળી ગઇ હતી.
પોરબંદરમાં તાત્કાલીક સારવાર માટે ગયા હતા જયા વધુ સારી સારવાર માટે તાત્માલીક રાજકોટ જવા જણાવેલ. ગોકુલ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડો. અંકિત માકડીયા દ્વારા માત્ર ૨૦ મિનીટમાં પેન્સીલ સેલ એન્ડોસ્કોપીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો જેનો ફોટો આ સાથે સામેલ છે.
દર્દીના માતાપિતા અને કુટુંબીજનો દ્વારા ગોકુલ હોસ્પિટલના સ્ટાફ તથા ડો. અંકિત માકડીયાનો તાત્કાલિક અને ઉત્કૃષ્ટ સારવાર માટે આભાર માનવામાં આવ્યો હતો.
ગોકુલ હોસ્પિટલ ખાતે પેટમાં પાણી ભરાવું, સિક્કો, બેટરી, પેન વગેરે બાળકો દ્વારા ગળી જવાના કિસ્સામાં અથવા એસિડ જેવા તીવ્ર પદાર્થો પી ગયાના કિસ્સાઓમાં તાત્કાલીક સારવાર ૨૪ કલાક ઉપલબ્ધ છે. વધુ વિગત માટે મો. નં. ૯૦૯૯૯ ૭૧૦૦૬નો સંપર્ક કરવો.