કોંગ્રેસને અંદરથી તોડી પાડવા માટે ગુજરાતની આગેવાનીમાં ફેરફારથી લઇને ક્રોસ વોટીંગ સુધીના ફોર્મ્યુલા અખત્યાર
શંકરસિંહ વાઘેલાએ પોતાના ૭૭માં જન્મ દિવસે યોજાયેલા સમસંવેદના સંમેલનમાં રાજકીય સન્યાસ જાહેર કર્યો હતો. આ ઉ૫રાંત કોગ્રેસ ઉપર શાબ્દિક ચાબખા પણ માર્યા હતા. શંકરસિંહ વાઘેલાનો આ નિર્ણય કોંગ્રેસને આકરો પડવાનો છે તે સ્પષ્ટ થઇ ગયું છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ નબળુ છે તેમાં પણ બાપુની નારાજગીના કારણે કોંગ્રેસની છબી વધુ ખરડાઇ છે. ખરેખર ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ સર્જવા પાછળ કોનો હાથ છે તેવા પ્રશ્ર્નો ઉઠી રહયા છે રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે શંકરસિંહ વાઘેલા ઉપર ભ્રષ્ઠ્રાચાર નો કેસ ચાલી રહ્યો છે. આ કેસથી ધાકના નામે બાપુને કોંગ્રેસ સામે માથુ ઉંચકવા તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય ભુમીકા અમિત શાહની હોવાનું ચર્ચાય રહ્યું છે.
અગાઉ બાપુ અને અમિત શાહ વચ્ચે ઘણી મુલાકાતો પણ થઇ હતી જેમાં રણનીતી નકિક થઇ હોવાનું કહેવાય રહ્યું છે.
રાષ્ટ્રપતિ પદ માટેના ક્રોસ વોટીંગમાં પણ બાપુએ ૧૮ ક્રોસ વોટની ખાતરી આપી હતી જો કે માત્ર ૮ થી ૧૦ જ મત મળ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે.
ગુજરા વિધાનસભામાં ૧૮૨માંથી ૧૫૦ બેઠકો જીતવા ભાજપનું લક્ષ્યાંક છે. ત્યારે આ માટે કોંગ્રેસને તોડી પાડવા સમગ્ર રણનીતી તૈયાર કરવામાં આવી છે. આ પ્લાન મુજબ પ્રથમ ભરતસિંહના રાજીનામાની માગ, ભાજપમાં જોડાયા વિના કોંગ્રેસ સાથે તમામ સંબંધો કાપવા, રાજયસભામાં અહેમદ પટેલની હાર માટે વંટોળ ઉભો કરવો, અને મસર્થક ધારાસભ્યોનું ભાજપમાં આગમન આ રણનીતી વડે કોંગ્રેસમાં મોટાપાયે ઉથલપાથલ કરવાની તૈયારી થઇ હતી.
રાષ્ટ્રપતિ ચુંટણીમાં થયેલ ક્રોસ વોટીંગનો અર્થએ થાય છે કે અહેમદ પટેલ સામે પણ આ રણનીતી અખત્યાર થઇ શકે છે. તમામ પાસાઓ બાદ કોંગ્રેસ મુકત ગુજરાતનો હેતુ સાકાર કરવાના પ્રયાસોને સફળતા મળવાની આશા જોવાઇ રહી છે.
શંકરસિંહ મુખ્યત્વે ગુજરાત કોંગ્રેસની આગેવાનીમાં બદલાવ માગતા હતા અને તે માટે જ દબાણ વધારવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસેભરતસિંહ સોલંકીને હટાવવાના દબાણને ઘ્યાને ન લેતા ક્રોસ વોટીંગનો પ્લાન અમલમાં મુકવામાં આવ્યો હતો. ૧૯૯૫ બાદ ગુજરાતમાં કોંગ્રેસ ફરીથી ઉભુ થઇ શકયું નથી. ત્યારે આગામી વિધાનસભામાં ઐતિહાસિક જીત મેળવવા માટેના પ્રયાસો અમિત શાહે હાથ ધર્યા છે.