ગમે તેટલું સૈન્ય હોય પણ સેનાપતિ ઠોઠ હોય તો તેની હાર નિશ્ચિત ! આ કહેવત આપણા કોઈ સેનાપતિઓને લાગુ પડે છે, પછી એ આપણા રાજકીય, આર્થિક, સામાજીક, વ્યાપારી કે અન્ય કોઈ ક્ષેત્રના હોય !…
આપણા ઘરમાં, મહેલમાં, વેપારમાં કે ધંધા-રોજગારમાં કયારેક કયારેક આપણી સ્વચ્છ તેમજ પવિત્ર-વિશુધ્ધ માનસિકતા અવળું વિચારવા તરફ કે અવળા નિર્ણયો લેવા સુધી ગોટે ચડાવે ત્યારે તમારા પગ પાસે જ કયાંક ‘મંથરા’ હોવાનો ખ્યાલ આવે તો તેમાં ઉંડા ઉતરવાનું ચૂકશો નહિ: વચનો આપવા નહિ : વાતોનાં વળાંથી કે કથિરનાં વચનોથી ઘરના નળિયાં સોનાનાં ન થઈ જાય કે મંથરાઓ સોનાથી મઢાઈ નથી જતા એવો આજનો જમાનો છે !
આ લખતી વખતે જૂનો જમાનો અને આજનો જમાનો, બંને નજરે સામે છે. આપણે ત્યાં એક જમાના જૂની કહેવત છે કે, ‘જેનો આગુ આંધળો, એનું કટક કૂવામાં !’
જે સેનાનો સેનાપતિ નિર્બળ, તેની સેનાએ હાર ખમવી જ પડે, વેપાર ધંધામાં અને અન્ય તમામ ક્ષેત્રોમાં આજ સિધ્ધાંત લાગૂ પડે. સામાન્યત: વેપારી રોજ સાંજે દુકાનને વધાવે-બંધ કરે તે પછી તેના હાથમાં ચોપડો-હિસાબ પોથી લઈને બેસે અને આજે કેટલું મળ્યું અને કેટલું ન મળ્યું એનો બારીકાઈથી હિસાબ કાઢે. એના ઉપરથી કયારે કેટલો માલ મગાવવો પડે તેમ છે. તેનો અને નફા-નુકશાનની સ્થિતિ શું છે તેના ચોકકસ ખ્યાલ આવે. એ ગણિત પૂરૂં થયા પછી જ તે વેપારમાં આગળ વધે. જે વેપારી એમ ન કરે, ખુદ રોજે રોજ નફા નુકશાનનો હિસાબ ન કરી લે ને અન્યના ભરોસે જ રહે તે વહેલો મોટો ખોટ જ વેઠે. કામ પડે ત્યારે લગીરે હિચકિચાટ વિના પડખે ઉભો રહે તેવી ખાતરી અને પ્રતીતિ થયા પછી જ સંબંધિત વ્યકિત જે સ્વજન અને સુદ્દઢ લેખવા અને તેની સાથે સલાહ સૂચન કરવા એ એમનો સિધ્ધાંત પાપ કર્યે પેટ ન ભરાય એ વાત ન જ ભૂલવી અને કૂ કપટ ન જ આચરવા એ પણ ન જ ભૂલવું પાપ નો ઘડો ફૂટયા વગર રહેતો નથી એ નિશ્ર્ચિત માનવું. કોઈને ખોટું બોલીને છેતરવા નહિ કોઈનું હરામનું કશું હજમ કરી જવું નહિ.
ખોટા સપનામાં રાચવું નહિ ખોટા બહાના ન કાઢવા વિજળી દંડના સંશોધક તેમજ ગરીબ કુટુંબમાંથી ઉંચા સ્થાને પહોચેલા અમેરિકાના પ્રમુખ બેન્જામીન ફ્રેન્કલીનનું કહેવું છે કે, તેમની સફળતા પોતાની દરરોજ આત્મનિરિક્ષણ કરવાની તેમણે પાડેલી ટેવને આભારી હતી. પોતાના એ રોજના પ્રયોગને એક કોરા પાના પર આડી અવળી લીટીઓ દોરીને, એની ઉપર અઠવાડિયાનાં નામ હું લખતો અને રોજ સૂતા પહેલા તે કાગળને લઈને બેસતો. દિવસ દરમ્યાન થયેલી ચડતી પડતી તટસ્થ ભાવે નીરખવા મનમાં ને મનમાં ઈશ્ર્વરની પ્રાર્થના કરતો અને છેલ્લા ૨૪ કલાકમાં મારા મનમાં આવેલા વિચારો, કહેલી વાતોને આચરેલા વર્તનની સાથે સરખાવતો અને તપાસ કરતો તે અનુસાર હું દરેક ખાનામાં યોગ્ય આંકડો મૂકતો જતો અને તે પછીની પ્રક્રિયાઓ દ્વારા આત્મનિરીક્ષણ કરતો.. મારી શકિત અશકિતનો કયાસ કાઢતો અને તેને જાહેરમાં મૂકતો હતો. જેથી મને પ્રથાની મારા પ્રત્યેની લાગણીની અને અણગમાની જાણ થઈ જતી હતી. પ્રજાને હું પરમેશ્ર્વર માનતો હતો અને લડાઈ કે યુધ્ધનાં સંજોગો વખતે મને પ્રજાકીય બળ મળતું રહેતું હતુ. આ બળથી ચઢિયાતું અન્ય કોઈ બળ હોઈ શકે નહિ એવી મને દ્દઢ શ્રધ્ધા હતી.આ આખીયે વાત કોઈપણ રાજકારણીઓએ કદાપિ વિસ્મરવા જેવી નથી.
આ ઉપરાંત, હમણા હમણાના સામાજીક, રાજકીય પ્રવાહો આપણા દેશમાં નિહાળવા મળતી મંથરાઓની છે.
આપણા ઘરોમાં, મહેલોમાં વેપારમાં, ધંધા રોજગારમાં અને રાજકીય ક્ષેત્રમાં કયારેક કયારેક આપણી પવિત્ર અને વિશુધ્ધ્ માનસિકતાને વિક્ષુબ્ધ અને આડુંઅવળું વિચારતા કરી દે એવા તેમજ સતત, ગોટાળે ચડાવી દે તેવા, અસામાજીક પરિબળો નજરે પડતા રહે છે.પેલી ‘રામાયણ’ના દેશકાળની મંથરા જેટલી જ તે કુટિલ અને બિહામણી લાગે છે. કેકેયી જેવી મહિલાઓને તે અવળે માર્ગે ચડાવે છે.
આમાં બોધપાઠ અને લાલબત્તી એ વાતના છે કે, આપણા આજના દેશકાળમાં કોઈને વચનો ન આપવા અને પસ્તાવું પડે એટલી હદે કોઈ વાતોમાં ભોળવાઈ જવું નહિ. આપણા પગ પાસે જ હરતા ફરતા દૂર્જનોથી સાવચેત રહેવું.
આપણા રાજકીય ક્ષેત્રે પક્ષાંતરો કરી કરીને અઢળક નાણા અને મહત્વનાં પદો મેળવતા અને રાષ્ટ્રનો દ્રોહ કરતા લોકોને, મતિભ્રષ્ટોને અને રાજકારણ, કેળવણી, ધાર્મિકતા, સંસ્કૃતિ-સંસ્કાર-સભ્યતા અને આખે આખી ભારતીયતાને છેહ દેતા રહેલા દંભીઓને પૂરેપૂરો જાકારો આપવાનો અત્યારે સમય રાષ્ટ્રની સાથે છેતરપીંડી કરવી એનાં કરતાં બધુ ખરાબ કૂકર્મ કોઈ નથી. આવા દેશદ્રોહનાં પાપમાંથી ઈશ્ર્વર આ દેશની ધરતીને બચાવે એવી ‘અબતક’ની પ્રાર્થના છે. મંથરાઓથી રાષ્ટ્રને બચાવે એવી પણ ‘અબતક’ની પ્રાર્થના છે.