ગોંડલ સરવૈયા શેરીમાં રહેતા યુસુફ ભાયજી (પક્ષી પ્રેમી ગ્રુપના ઉપપ્રમુખ)ના શાદી યોજાઈ હતી બન્ને પક્ષ જુજરભાઈ શામ (દાવડાભાઈ) તથા ખોજેમભાઇ રંગાળા (જેતપુર)એ ગોંડલ મુકામે ઘર આંગણે જ બન્ને પરિવારોના ૨૦-૨૦ અંગત સ્નેહીજનો ઉપસ્થિતમાં આયોજન કર્યું હતું. આ શાદીમાં દુલ્હા-દુલ્હનથી લઇ દરેક વ્યક્તિ માસ્ક ફરજીયાત
તથા સેનિટાઇઝર અને સોશ્યિલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કર્યું હતું. આ શાદીના પ્રસંગે ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા તેમજ ગોંડલ નગરપાલિકાના વોટરવર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી અને બન્ને વેવાઈ પક્ષને સરકારના નિયમોનું પાલન કર્યું તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.