ભરૂચ જીલ્લાના દહેજ સોશ્યિલ ઇકોનોમિક ઝોનમાં બુધવારે જંતુનાશક દવા બનાવતી કંપનીમા થયેલાં વિસ્ફોટમાં આઠ વ્યકિતઓના મોત અને ૫૭થી વધુને ગંભીર ઇજા થયાની ઘટના સામે આવી છે.
જો કે, આ વિસ્ફોટનું સાચું કારણ તાત્કાલીક બહાર ન આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવી ગઇકાલે બપોરે બારેક વાગ્યે યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિ.ના સ્ટોરેજ વિસ્તારમાં આગ લાગ્યા બાદ આ દુર્ધટના સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે. ઘવાયેલાઓને ભરૂચની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પંદરેક જેટલા ફાયર ફાઇટરોને આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતા.
ભરૂચના જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડીયાએ જણાવ્યું હતું કે અકસ્માતગ્રસ્ત ફેકટરી નજીકના ગામો લુવારા અને લખી ગામના ૪૮૦૦ જેટલા ગ્રામજનોને ભરૂચમાંથ રાહત કેમ્પમાં શીફટ કરવામા આવ્યા છે.
વિસ્ફોટ એટલો ભયંકર અને મોટો હતો કે તેનો ધડાકો ર૦ કી.મી.ના વિસ્તારમાં અને કેટલાક ભાવનગર જીલ્લાના ગામડાઓ સુધી સંભળાયો હતો. દહેજ અને ભાવનગર આખાતની ખાડીના કિનારે વસેલા છે. ઘાટો ઘુમાડો ભાવનગર સુધી દેખાયો હતો. યશસ્વી કેમિકલના એકમ વિસ્તારમાં આવેલા મકાનોની બારીઓ તુટી પડી હતી. ભયાનક આગમાં હાઇડ્રોજન સલ્ફર ડાર્યાકસાઇડ, જાયલોન અને ઇથેનોલ જેવા પદાર્થોની ટાંકીઓ પર જોખમ ઉભુ થયાનું જીપીસીબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
સભય સચિવ એ.વી. શાહે જણાવ્યું હતું કે કાર્બન અને રેડીએશનના ઘાટો ઘુમાડો રહેણાંક વિસ્તારથી ખુબ જ ઉંચે સુધી ફેલાયો હતો પરંતુ અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ નિયત્રણ માં છે. નિર્સર્ગ વાવાઝોડાના ભારે પવનના સુસવાટાને કારણે વાતાવરણમાં સલ્ફર ડાયોકસાઇડના સંક્રમણનો ભગ ઘટાડી નાખ્યો હતો. એ.વી. શાહે જણાવ્યું હતું કે આમ તો આસપાસના વિસ્તારો પર કોઇ જોખમ નથી. પરંતુ સુરક્ષા અને અગમચેતીના પગલારૂપે લોકોને સલામત રીતે દુર ખસેડી લેવામાં આવ્યા છે.