બસોને નિયમિત સેનીટાઇઝ કરવામાં ન આવતી હોવાની ફરિયાદ: સબ સલામતનો દાવો કરતા વિભાગીય નિયામક
જૂનાગઢ એસટી વિભાગ દ્વારા લગભગ ૨૫૦ થી વધુ બસોનું આવન-જાવન શરૂ કરી દેવામાં આવ્યું છે અને બસ સ્ટેન્ડ પર પણ “સલામત સવારી એસ.ટી અમારી” ના સૂત્રને ધ્યાને રાખી, મુસાફરો વિશ્વાસ સાથે એસટી બસમાં મુસાફરી કરતા થયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જુનાગઢ એસટી ડેપોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કચેરીની ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાની વ્યાપક ફરિયાદો મુસાફરો અને એસટીના કર્મચારીઓમાં જોવા મળી છે.
જો એસ.ટી.ના કર્મચારીઓનું માનીએ તો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કચેરી દ્વારા આપવામાં આવેલ સૂચના અનુસાર હજુ સુધીમાં કંડકટર કે ડ્રાઈવરને પૂરતા પ્રમાણમાં હેન્ડ ગ્લોજ આપવામાં આવ્યા નથી અને માસ્ક પણ પૂરતા પ્રમાણમાં ન અપાયા હોવાની વાત સાથે જુનાગઢ એસટી વિભાગના મોટાભાગના કર્મચારીઓ, ડ્રાઇવર અને કંડકટર હેન્ડ ગ્લોઝ વગરના અથવા તો પોતે પ્રાઇવેટ રીતે ખરીદી પોતાની સુરક્ષા પોતાના ખર્ચે કરતા હોવાની બૂમો ઉઠી છે.
બીજી બાજુ નિગમના પરિપત્ર, ગાઈડ લાઈન મુજબ જુનાગઢ એસટી ડેપો, સ્ટેન્ડ, કંટ્રોલ કેબીન પણ નિયમિત રીતે તેની સેનીટાઇઝ ન થતું હોવાની તથા કંડકટરને આપવામાં આવતા ટીકીટ મશીન એટલે કે ઇબી ટીએમ મશીન પણ સેનીટાઈઝર પૂરતા પ્રમાણમાં ન હોવાથી સેનિટેશન દરરોજ અને નિયમિત ન થતું હોવાની બૂમો ક્યાંક ને ક્યાંક એસટી ડેપોમાંથી સંભળાઈ રહી છે.
આ ઉપરાંત પરિપત્ર અને ગાઈડ લાઈન મુજબ મુસાફરોની પૂછપરછ માટે કંટ્રોલ પોઇન્ટ પ્રવેશ દ્વાર ઉપર રાખવાની અને મુસાફરોનું સ્કેનિંગ ગેટ ઉપર કરવાની સાથે તમામ મુસાફરોના હાથને સેનીટાઈજ કર્યા બાદ બસમાં બેસાડવાની સુચના અને ગાઈડ લાઈન છે પરંતુ જુનાગઢ બસ સ્ટેન્ડમાં પૂછપરછ, કંટ્રોલ રૂમ તથા સ્કેનિંગની પ્રક્રિયા બસ સ્ટેન્ડની અંદર રાખવામાં આવેલ છે, તથા સેનિતાઈજ માટે જે પાણીની ટાંકી રાખેલ છે તેના પણ પાઇપ તૂટેલા હોવાની અને ત્યાં પણ પૂરતી વ્યવસ્થા સાથે આ પ્રક્રિયા હાથ ન ધરાવતી હોવાને મુસાફરોમાંથી બુમો ઉઠવા પામી છે.
સલામત સવારી, એસ.ટી અમારી ના સૂત્ર પર વિશ્વાસ રાખી જુનાગઢ એસટી ડેપોમાંથી હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગના પરીપત્ર અને સૂચનાઓનું પૂરતા પ્રમાણમાં ન થતો હોવાથી જુનાગઢ ડેપોમાંથી મુસાફરી કરતા મુસાફરો અને ફરજ બજાવતા કર્મચારીઓને કોરોનાની સંક્રમણથી ભગવાન જ બચાવે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા પામી છે.
આ અંગે જૂનાગઢ વિભાગના ડીસી એ ફોનિક મુલાકાતમાં ડીસી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબતે હું જાણી લઉં છું, પણ તમામ કર્મચારીઓને હેન્ડ ગલોજ આપવામાં આવેલ છે, તથા શેનીટાઇઝ થઈ રહ્યું છે, અને તેની સેની તાઇઝની બોટલો પણ આપવામાં આવી છે, પરંતુ જુનાગઢ એસટી. ડીસીના આ જવાબની સામે જૂનાગઢના એસટી ડેપોમાં કંઈક અલગ જ વાતો સંભળાઈ રહી છે. ત્યારે જૂનાગઢ વિભાગીય એસટી વિભાગના અધિકારીઓએ પોતાની ક્ષતિ છુપાવવાને બદલે પોતાની કચેરીના માર્ગદર્શન અને નિયમોનું પૂરતા પ્રમાણમાં પાલન થાય તે માટે તવરત ધોરણે કામગીરી હાથ ધરવી જોઇએ તેવી મુસાફરોની અને કર્મચારીઓમાંથી માંગ ઉઠી રહી છે.