‘કોરોના’ના ધમપછાડાઓમાં કશીજ નરમાઈ જણાતી નથી ઉલ્ટું, એ સરકારની અને પ્રજાની ચિંતામાં વધારો કરે તેમ જણાય છે
વરસાદ-વાવાઝોડાની સંભવિત ધમાચકડી બાદ કેવો માહોલ સર્જાશે એ તરફ સૌની મીટ રહેશે એ સ્વાભાવિક છે.
વરસાદ ખુશાલીરૂપ નીવડે છે કે હાનિકર્તા નીવડે છે તેના ઉપર અને કોરોના એમાં કેવી ભૂમિકા ભજવે છે તે પણ મહત્વનું બનશે! આમ અત્યારે ૧૯૨૦માં આપણા દેશની હાલત એવી છે કે જેનો ખરેખરો તાગ કાઢવો કઠીન છે.
આપણો દેશ ૧૫૦ વર્ષ સુધી મોગલો અને અંગ્રેજોના શાસન હેઠળ પરતંત્ર હતો. મોગલોએ અને અંગ્રેજોએ કરેલા શાસન કરતાં આપણા દેશના વર્તમાન શાસનની હાલત સંતોષવા ઓડકાર આવે તેવી નથી.
અંગ્રેજી શાસન તરફ નજર કરીએ તો ફિલીપ વુડરફ નામનો એક લેખકનું પુસ્તક ‘મેન હુ રૂલ્ડ ઈન્ડીઆ’ વાચવા મળી ગયું. પહેલેથી છેલ્લે સુધી ‘સર ટામેસ રોથી લોડ માઉન્ટબેટન સુધીના મુખ્યત્વે આઈ.સી.એસ. અને થોડા બીજા મિલિટરી , પોલિસ, જંગલ વગેરે વિભાગોનાં અધિકારીઓની વાતો અહીં કહેવાઈ છે. ઈન્ડિઅન સિવિલ સર્વિસ દુનિયાના ઈતિહાસમાં છે કે ૧૬૦૦થી ૧૮૪૭ સુધી, એક વિશિષ્ટ પ્રકારનો સેવા-સંવર્ગ એમાં રૂડી રીતે પથરાયેલો છે. એનાં શિસ્તબધ્ધ તંત્રને લીધે ભારતમાં બ્રિટીશ સામ્રાજય દ્દઢ થયું તેથી તેને લોખંડી માળખું કહેવાતું પણ તેની નોકરીમાં મોટા વેતન અને વિશાળ સત્તાઓને કારણે તે હેવન બોર્ન સર્વિસ પણ કહેવાતી, આઝાદી ઝંખતા ભારતને મન અંગ્રેજ અમલદારો દુશ્મનો હતા પણ સુશાસનને વરેલા આ અમલદારોએ ભારતને એક છત્ર નીચે આણી, સુંદર કાયદો અને વ્યવસ્થાની સ્થાપના કરી સામ્રાજયના હિત માટે પણ તેમણે કરેલા કાર્યોનો લાભ પણ ભારતને મળ્યો હતો.
અહીં તેમના જેવા સંવેદનશીલ અને ભાવનાશાળી અમલદારોએ તેમની ફરજો ઉપરાંત અનેક લોકોપયોગી અને દેશને ફાયદાકારક કાર્યો કર્યા ભારતની જનતાને ‘જેમનું કલ્યાણ અમારી ચિંતાનો હતો, જેમનું વિભાજન એ અમારી નિષ્ફળતા હતી, અને જેમનું બ્રિટીશ કોમનવેલ્થનું ચાલુ સભ્યપદ એ અમારા કાર્યનો પુરસ્કાર હતો….
બ્રિટીશ શાસકો ભારતના લોકોની સુવિધાઓ માટે તત્પર રહ્યા હતા અને અસંખ્ય ઈમારતો તેમની પાછળ મૂકી ગયા, એની ઐતિહાસિક નોંધ પણ અહી કરવામાં આવી છે.
બે ભાગમાં વહેચાયેલે આ ગ્રંથ દુર્લભ સ્વરૂપનો હોવાનું પ્રમાણિક પણષ કહ્યા વિના છૂટકો નથી. આપણા તંત્રી લેખમાં આ બ્રિટીશ શાસન વખતની વાતો આપણા દેશના આઝાદી પછીના ૭૨ વર્ષ સુધીનાં શાસપન સાથે સરખામણી કરવા અર્થે છે.
આપણા એક કવિએ તો એવું લખ્યું છે કે, ‘અમે ઝંખી હતી કેવી ગુલાબી ખ્વાબી આઝાદી અને ડંખી રહી કેવી અમોને આજ બરબાદી !’ આપણા દેશમાં અંગ્રેજીરાજ પછી અને રાજાશાહી પછી, એમનાં રાજસારા હતા. એવી ટકોર થઈ રહી છે જો કે, લોકશાહી શાસન પધ્ધતિ કરતાં વધુ ચઢિયાતી અન્ય કોઈ શાસન પધ્ધતિ હોઈ શકે નહિ એ કબૂલવા છતાં અત્યારે આપણા દેશમાં લોકશાહી શાસન જેવુંં ભાગ્યે જ કાંઈ બાકી રહેવા દેવાયું છે. નિરંકુશ શાસન અને એકાધિકારના શાસને માઝા મૂકી છે. ગરીબાઈ અનેકગણી વકરી છે. ધંધા-રોજગારની સ્થિતિ ‘ખાડે ગઈ છે. વ્યાપાર-ઉદ્યોગ આલમ ક્રમે ક્રમે સુસ્ત બનતા રહ્યા છે.
ખેડૂતોની હાલત પણ ઘણે ભાગે કંગાળ બની છે. શહેરોમાં અર્થતંત્ર કમજોર બન્યા છે. ‘કોરોના’ વાયરસે સર્જેલી ખાનાખરાબીમાં સુધારાનાં કોઈ ઠોસ ચિંન નજરે પડતા નથી. ‘કોરોના’ શહેરોમાં જ વકરે, ગામડાઓમાં ન વકરે, એવું હોતું હશે?
એક કાળે સાડાસાત લાખ ગામડાંઓનો, આજે પાંચેક લાખ ગામડાંનો આપણો આ રળિયામણો દેશ, એની અસલી ઓળખ મસમોટાં નગરોથી નહીં, પણ નરાગસ સંસ્કૃતિનું પારણું ઝુલાવતા ગામડાની સુખી, સંતોષી, સ્વાવલંબી એટલું જ પરસ્પરાશ્રિત અભણ ખરૂં પણ કોઠાસુઝાળું, ભીરૂ છતાં ભડ, વહેમીલું તોયે ઉદાર, છળકપટ, રાગદ્વેષ તોય તૂટી જાય એટલું તંતીલું નહીં અને નિષ્પાપ તેમજ નિષ્કપટ !
આપણા ગામડાઓ આવા હતાં આજે તો એની ભોંય રોઈ રોઈને થાકે તેવી છે !
આજે એના બાળસાથી એવા વિશાળ વડલા, ઘેઘુર લીમડા, ઉંડી ચીલાવાટ અને ઉંડો કૂવો નથી રહ્યા એવી હાલત છે. જે ભૂમિ ઊપર અત્યારે તો જવું જ ન ગમે એવી ત્યાંની સ્થિતિ છે. કેટલું બધુ ગુમાઈ ગયું છે. અને લૂંટાઈ ગયું છે. એની વેદનાનો પાર નથી.
એક કાળે જયાં સાડા સાત લાખ ગામડાઓ, ગૌમાતાઓ, પશુધન, નાની કે મધ્યમ હાટડીઓ અને ગામડીયણોને ગામડિયાઓ, ગાડાવાટે અને જાતે વિવિધ ભારા ઉપાડીને અને ખેતીની કામગીરીમાં જોતરાઈને જયાં કિલ્લોલ કરતા હતા તે કેવા કમજોર અને નિસ્તેજ થઈ ચૂકયા છે, તેની સરકારોમાં બેઠેલાઓને ભાગ્યે જ કશી ખેવના છે !
શહેરોમાં મુશિબતોની બુમરાણ છે, ગરીબોનો હાયકારો છે અને પશુઓના ચિત્કાર છે.
વરસાદ અને વાવાઝોડાની આગાહીઓ વચ્ચે સત્તાધીશોએ બચાવ અને રાહતની ગોઠવણો અગાઉથી કરી લેવી પડશે, એવી પ્રાર્થના ભીની લાલબત્તી ‘અબતક’એ ધર્યે જ છૂટકો છે!