આજથી પરમીટેડ દારૂના વેંચાણને છુટ આપવામાં આવી છે. રાજકોટમાં વાઈન શોપ ખુલી ચુકી છે. ખુલતાની સાથે જ લાંબા સમયથી ‘તરસ્યા’ લોકોની લાઈનો લાગવા લાગી છે.
હાલ ગુજરાતમાં પરવાનો ધરાવતા ૮૫ ટકા લોકોએ આરોગ્યનું બહાનુ આગળ ધરી લાયસન્સ લીધુ હોવાનું તાજેતરના આંકડામાંથી ફલીત થયું હતું. ત્યારે લોકડાઉનમાં પરમીટેડ દારૂની દુકાનોને ખોલવાની છુટ મળતા જ ‘હેલ્થી’ લાઈનો લાગવા લાગી છે. (તસવીર: શૈલેષ વાડોલીયા)