નગરપાલિકાના સતાધીશો લોકોને પ્રાથમિક સુવિધાઓ અપાવે તેવી માંગ
ભાયાવદરના કોંગી આગેવાનો કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં વ્યસ્ત છે. બીજી બાજુ શહેરમાં લોકોના વિવિધ પ્રશ્ર્નો તેમજ સુવિધાઓનો અભાવ હોય ત્યારે પ્રથમ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા લોક માંગ ઉઠવા પામી છે.
દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેમાં દરેક નાગરિકો પોતપોતાનું શકય યોગદાન આપી રહ્યા છે. તેવામાં સૌએ સાથે મળીને કોરાના વોરીયર્સ જેવા કે પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, સફાઇ કામદારો તથા મેડીકલ સ્ટાફને બીરદાવા જોઇએ. આ દરેક કર્મચારી પોતાનો તથા તેના પરિવારનો જીવ જોખમમાં મુકીને દેશ સેવામાં જોડાયેલા છે. છતા ભાયાવદરમાં કોંગ્રેસના આગેવાનોને જાણે કે પોલીસ અને હોમગાર્ડ સાથે અંગત વાંધો હોય તે રીતે સોશીયલ મીડીયામાં અવાર નવાર પોલીસ તથા હોમગાર્ડનું મોરલ ડાઉન થાય તેવું વર્તન કરે છે. ભાયાવદર પોલીસ કોઇ પણની શેહ શરમ રાખ્યા વગર કામગીરી કરે છે. પણ જયારથી કોંગ્રેસી આગેવાનો વિરૂધ્ધ મીડીયામાં પાન બીડી વિષેનું પ્રકરણ આવેલ ત્યાર પછી આ લોકો કયારે ગામમાં સફાઇ પાણી બંધ કરી દેવાની ધમકી મારે છે. તો કયારેક ખેડૂત ભાઇઓને પોલીસ વિરૂઘ્ધ ઉશ્કેરવાનું કામ કરે છે અને અવારનવાર હોમગાર્ડ વિરૂધ્ધ સોશીયલ મિડીયામાં ખોટા આક્ષેપો કરીને મોરલ ડાઉન કરે છે. ખરેખર કોંગ્રેસના લોકોએ આમને નગર પાલિકાની સતા સોંપેલી છે.ભાયાવદર સ્મશાનની સામે ઘણા દિવસથી પાણીનો ખુબ બગાડ થાય છે. લાઇન તુટેલી છે છતાં પણ આ નગરપાલિકાના સતાધીશોના પેટનું પાણી પણ હલતુ નથી. અઠવાડીયામાં બેથી ત્રણ વખત પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાય જાય છે. તેમાં ધ્યાન આપવાના બદલે અંગત અહમ સંતોશવા પોલીસ તથા હોમગાર્ડ સાથે ઝગડા કરવામાં વ્યસ્ત છે.
ભાયાવદર કોલકી રોડ ઘણા સમયથી મંજૂર થઇ ગયેલો હતો. પણ કોંગ્રેસ જીલ્લા પંચાયતમાં ના કારણે કામ ચાલુ થતુ ન હતુ જેથી રજૂઆત સાંસદ રમેશભાઇ ધડુક ને કરતા ડી.ડી.ઓ તથા આર.અને.બી.ના અધિકારીઓને ઘટતુ કરવા સુચના આપેલીને વહેલામાં વહેલો રોડ ચાલુ કરવા કહેલું અને જયારે એજન્સીએ રોડ ચાલુ કરેલ તો બની બેઠેલા પ્રમુખ લીંબડ જશ લેવા ધારાસભ્યને તથા ૭૦ જેટલા અંદાજે માણસો લઇ રોડનું ખાતમુહુર્ત કયું. અત્યારે કોરોનાના કારણે બધાજ કાર્યક્રમો જેવા કે ખાતમુહુર્ત, લોકર્પણ બધુ જ બંધ છે ત્યારે આ કોંગ્રેસના મિત્રો કોઇપણ જાતનું સોસીયલ ડીસ્ટન્સીંગ રાખ્યા વગર નિયમોને નવે મુકીને ખાતમુહુર્ત કરેલ છે. ભાયાવદર નગરપાલિકાના સતાધીશોને પોતાની ખામીઓ દેખાતી નથી જેવી કે અંતિમધામમાં ગેસભઠ્ઠિ બંધ છે, ગામાના સીસીટીવી કેમેરા બંધ છે, બપોર સુધી મેઇન બજારના કચરાના ઢગલા ભરાતા નથી. સફાઇ વ્યવસ્થા અસ્તવ્યસ્ત છે અને તંત્રનો વાંક કાંઢે છે. આ સુરાપુરા કોંગ્રેસીઓ બીજાને સલાહ આપવાને બદલે નગરપાલિકાની સેવાઓ લોકો સુધી પહોંચાડે તેવી લોક લાગણી છે.આ લોકો વિરૂધ્ધ નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ તેમ ભાયાવદર શહેર ભાજપના લોકો તેમજ અતુલભાઇ વાછાણી પ્રમુખ તેમજ ઇન્દ્રજીતસિંહ ચુડાસમા ઉપપ્રમુખ જીલ્લા ભાજપ તથા વીસી વેગડા, સમજુ માકડિયા જણાવે છે.