‘આનંદ’ ફિલ્મના ગીતકાર યોગેશની અલવિદા: લખનઉથી માત્ર ૧૬ વર્ષની વયે મુંબઇ આવ્યા હતા
ઋષિકેશ મુખર્જી તથા બાસુ ચેટરજી સાથે વધુ કામ કર્યુ, તેમનું સાચું નામ યોગેશ ગૌર હતું. ૧૯૫૩ થી ૨૦૨૦ સુધી તેમણે શ્રેષ્ઠ ગીતો લખ્યા જે વર્ષોથી લોકહ્રદયમાં રહેશે
મૂળ લખનવ નિવાસી યોગેશ ગૌરનાં પિતા સરકારી વિભાગમાં કામ કરતા હતા. તેમના અચાનક અવસાનથી યોગેશ પર ઘરની જવાબદારી નાની ઉમંરમાં આવી પડી તેમનો જન્મી ૧૯ માર્ચ ૧૯૪૩માં થયો હતોફ. ગત ર૯ મે ર૦૨૦ના રોજ આ મહાન ગીતકારનું દુ:ખદ અવસાન થયેલું. શનીવારની વ્હેલી સવારે બોલીવુડ જગતમાં સમાચાર પ્રસરતા લત્તાજી સહિતના તમામ કલાકારોએ ટવીટર પર શ્રઘ્ધાંજલી અર્પી, માત્ર ૧૯ વર્ષની વયે ૧૯૬રમાં ‘સખી રોબીન ’ફિલ્મમાં ગીતો લખ્યા, તે ફિલ્મનું મન્નાડે સાહેબનું ગીમ ‘તુમ જો આવો તો પ્યાર આ જાયે… જીંદગી મેં બહાર આ જાયે’આજે પણ જાુના ગીતોના ચાહકનું સૌથી ફેવરીટ ગીત છે.
તે ફિલ્મ જગતનાં લેખક અને ગીતકાર સાથે ઉમદા સ્વભાવનાં મહામુલા માનવી હતા જીવન સાથે વણાયેલા શ્રેષ્ઠ ગીતો યોગેશ તેમની ફિલ્મી કેરીયરમાં આવીને શ્રેષ્ઠ બનાવી જેમાં આનંદ, રજની ગંધા, મિલી, છોટી સી બાત, મંજીલ વિગેરે હતી. માત્ર ૧૬ વર્ષની વયે કાકાના પુત્ર યોગેન્દ્ર ગૌડ સાથે મુંબઇ આવ્યા જે સ્ટોરી રાઇટર હતા. તેની મદદથી ગીતકાર યોગેશને પ્રથમ બ્રેક ૧૯૬૨માં ‘સખી રોબીન’માં મળ્યો હતો અને ત્યાંથી ગીતકાર યોગેશની ફિલ્મ યાત્રા શરૂ થઇ તેમણે ભારતીય ફિલ્મ જગતના ખ્યાતનામ નિર્દેશકો હષિકેશ મુખર્જી તથા બાસુ ચેટરજી સાથે વિશેષ કામ કર્યુ.
તેમણે લખેલા કેટલાક શ્રેષ્ઠ ગીતોમાં કહી દૂર જબ દિન ઢલ જાયે, આનંદ ફિલ્મ સૌથી ટોચ ઉપર હતી. તેમણે લેખક તરીકે ટેલીવિઝન ધારાવાહિક પણ લખી હતી. પ્રારંભે મુશ્કેલી વખતે મુંબઇમાં ગીતકાર ગુલશન બાવરા એ ઘણી મદદ કરી હતી. તેમની સાથે તે એક ચાલમાં રહેતા હતા. ૧૯૬૦ની સાલમાં ઇંદીવર- ગુલઝાર જેવા ગીતકારો સાથે મહેનત કરીને ૧૯૬૨ ‘સખી રોબિન’ફિલ્મમાં ગીત લખ્યા જેના માટે રૂા. રપ નો પુરસ્કાર મળેલ હતો. એમણે થોડો સમય રેડિયો ‘સીલોન’સાથે પણ કામ કર્યુ હતું.તેમણે એક મુલાકાતમાં જણાવેલ કે હું સંગીતની ટોન સેટ સાથે શબ્દો લખતો અને મને સરળ, જીંદગીની આસપાસની ફિલ્મો મળી હતી. મે હંમેશા સેટ ધુન માટે ગીતોના શબ્દો લખ્યા હતા. એને કારણે જ બધા જ ગીતો હિટ થયા હતા. આજે કોઇ ગીતકાર આવું કરતા નથી. યોગેશ સરળ શબ્દો હિન્દી ગીતો લખીને ફિલ્મ જગતમાં પોતાનું નામ બનાવેલ હતું. એમના ગીતોમાં એને અનુભવેલ, જોયેલ, સમુદ્ર કિનારો, મોજાનો અવાજ જેવા જીવનની આસપાસ વણાયેલ વાતોનાં ગીતો હતા તેથી જ લોકહ્રદયમાં બિરાજયા હતા.
એક વાર વરસતા વરસાદમાં પલળતા તેમણે ‘રીમઝીન ગીરે સાવન’ની ધુન શબ્દો લખ્યા જે અમિતાભની ફિલ્મ મંઝીલ (૧૯૭૯) ખુબ જ હીટ સાબિત થયું. યોગેશ લય-તાલ સાથે સંગીતનો ઊંડો અભ્યાસ કરીને કલા વિકસીત કરી હતી. તેના જીવનમાં તેના જ ગીતો ના શબ્દોમાંથી તેમણે અને આજના ગીતકારોને ઘણું શીખવા મળ્યું હતું. તેઓ બધા માટે પ્રેરણાસ્ત્રોત હતા. તેમને તાલ-મીટરની બહું જ ઊંડી સમજ હતી. એમનાં છેલ્લા વર્ષોમાં નવા ફિલ્મ યુગમાં ગોરેગાવના નાનકડા ફલેટમાં રહીને ઘણો સંધર્ષ કર્યો હતો. વસઇ રોડ ઉપર મિત્ર સત્યેન્દ્રના ઘરમાં તેમનું અવસાન થયું.
લાલસા, ઉદાસીનતાની ભાવના સાથેના તેમનાં ગીતો સંગીત પ્રેમીઓની યાદમાં હમેશા તાજા રહેશે. છેલ્લે ૨૦૧૭માં નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) ની અંગ્રેજી ફિલ્મ માટે લેખન કર્યુ હતું. લતાજી એ તેમના લખેલા ઘણા ગીતો ગાયા હતા. સબિલ ચૌધરીના સંગીતમાં યોગેશ કેટલાક શ્રેષ્ઠ ગીતો બોલીવુડને આપ્યા, તેમના શબ્દો જ ગીતોની તાકાત બની જતી હતી. મુકેશના સ્વરમાં આનંદ ફિલ્મનું ગીત ‘કહી દૂર જબ દીન ઢલ જાયે’ બાદ તેઓ ફિલ્મ ઉઘોગમાં શ્રેષ્ઠ ગીતકારની ચાહના મેળવી હતી, તે પછીના વર્ષો ગીતકાર યોગેશ સરળ ભાષામાં સરળ ગીતો લખીને તેમનાં વિચારોને રેખાંકિત કર્યા હતા. જે સંગીત પ્રેમીઓ કદીય નહી ભૂલી શકે તેમણે ગીતકારનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલ હતો. આનંદ ફિલ્મના ગીતોથી ગાયક મુકેશ ખુબ જ ખુશ થયા હતા.‘મીલિ’ફિલ્મ પઠી એસ.ડી. બર્મનનું અવસાન થયુંને ૧૯૮૦માં સલિલ ચૌધરી પણ સિનેમાથી હટી ગયા હોવાથી ગીતકાર યોગેશ સહયોગ થોડો તુડયો હતો. વર્ષો પછી ૧૯૭૯માં આર.ડી. બર્મના સાથે ફિલ્મ મંજીલ, બાદ થોડા લાઇમ લાઇટમાં આવ્યાને બેવફા સનમ (૧૯૯૫) સુધી શ્રેષ્ઠ ગીતો લખતા રહ્યા છેલ્લે અંગ્રેજી મે કહે હેંૅ, અંગ્રેજી ફિલ્મમાં લેખન કર્યુ. અદનાન સામી એ પણ દિગ્ગજ ગીતકારને શ્રઘ્ઘંજલી અર્પી હતી.
તેમને ફિલ્મ આનંદ (૧૯૭૧), મિલિ (૧૯૭૫), રજની ગંધા (૧૯૭૪), છોટીસી બાત (૧૯૭૬), બાતો બાતો મે (૧૯૭૯) મંજીલ (૧૯૭૯) જેવી હિટ ફિલ્મો હતી.જીંદગી કૈસી હૈ પહેલી….. કભી યે ર્હંસાયે
કભી યે રૂલાયે…. એક જ ગીતમાં ગીતકાર યોગેશ (૧૯૪૩ થી ૨૦૨૦) ની જીવન કથની
ગીતકાર યોગેશના સદાબહાર ગીતો
- તુમ જો આવો… તો પ્યાર આજાયે-સખીરોબીન
- કહી દૂર જલ દિન ઢલ જાયે -આનંદ
- રીમઝીમ ગીરે સાવન.. સુલગ સુલગ જાયે.. -મંજીલ
- વો શામ કુછ અજીબ સી હે… -આનંદ
- જીંગદી કૈસીએ પહેલી કભીયે હસાયે… -આનંદ
- સુનિયે કહિયે… બાતો બાતોમે પ્યાર- બાતો બાતોં મેેં
- ઉઠ સબકે કદમ… -બાતો બાતો મેં
- કહાં તક યે મનકે અંધેરે છલેગે.. -બાતો બતો મેં
- રજની ગંધા ફુઇ તુમ્હારે-રજનીગંધા
- બડી સુની સુની હે..-મીલી
- આપે તુમ યાદ મુજે…-મીલી
- મેંને કહાં ફૂલોસે.. -મીલી
- ચુડી મઝાન દેગી… સનમ બેવફા
- અલ્લાહ કરમ કરનાં મૌલા કરમ કરના…-સનમ બેવફા
ગીતકાર યોગેશે લખેલ જીવનની ફિલસુફી સમજાવતું ગીત…
ફિલ્મ ‘બાતો બાતો મેં’નું કિશોરકુમારના સ્વરમાં ગીતકાર યોગેશના જીવન ફિલસૂફી ઉપરનું ગીત લોકડાઉન દરમ્યાન સોશ્યલ મિડીયામાં ખુબ જ વાયરલ થયેલ હતું.
- કર્હા તક યે મન કો અંધેરે છલેગે
- ઉદાસી ભરે દિન, કભી ઢલેગે….
- કભી સુખ કભી દુ:ખ, યહી જીંદગી હે
- યે પતજડ કા મૌસમ, ઘડી દો ઘડી હે…..
- ન યે ફૂલ કલ ડગર મે ખીલેગે
- ઉદાસી ભરી દિન, કભી તો ઢલેગે….
- ભલે તેજ કિતના હર્વાઓકા ઝોંકા
- મગર અપને મનમે તુ રખ યે ભરોશા…
- જો બિછડે સફરમે તુ જે ફિર મિલેગે
- ઉદાસી ભરે દિન કભી તો ઢલેગે…..
- કહે કોઇ કુછ ભી, મગર સચ યહી હૈ
- લહર પ્યાર કી જો, કહી ઉઠ રહી હે…..
- ઉસે એક દિન તો, કિનારે મિલેગે
- ઉદાસી ભરે દિન કભિ ઢલેગે…..
- કર્હા તક યે મન કો અંધેરે છલેગે….