સુત્રાપાડા ઉનાળુ સીઝન માં ઉનાળુ પાક જેવા કે બાજરી ચણા, અડદ, મગ, છોળી, તલ, ધાણા વગેરે જણસી ઓ નું ઉત્પાદન થતા સુત્રાપાડા તાલુકા માં પ્રસલી માર્કેટિંગ યાર્ડ માં રોજ બરોજ બોહળા પ્રમાણ માં આવકો થઇ છે જેને લીધે ખેડૂતો નેં વ્યાજમી અને પોષણક્ષમ ભાવો મળી રહે છે.
આ વિસ્તાર માં નવા માર્કેટિંગ યાર્ડ ની સુવિધા ઉભી થતા ખેડૂતો નેં પોતાની જણસી વેચવામાં ખુબજ રાહત મળે છે અને હાલ આ જણસી ઓ ના ભાવ જેવાકે મગફળી ઉનાળુ ભાવ રૂ 950-1100 મગફળી જી 20 રૂ 1100 -1250 અડદ ભાવ રૂ 1225-1300 મગ ભાવ રૂ 1200-1500 ચણા ભાવ રૂ 700-760 ધાણા ભાવ રૂ 915-960 બાજરી રું 310-345 રાઈ ભાવ રું 655-760 તલ સફેદ ભાવ રૂ 1450 થી 1600 તલ કાળા ભાવ રૂ 2000 થી 2600 મેથી ભાવ રૂ 550-640 ઘવ ભાવ રૂ 325 -365 ચોળી ભાવ રૂ 1100-1259 જેની આસપાસ ના ભાવ મળી રહે છે જેથી વધારે માં વધારે ખેડૂતો પોતાની જણસી ઓ માર્કેટિંગ યાર્ડ માં લાવી અને સારા પોસણભાવો મેળવે તેનું સુત્રાપાડા APMC ના ચેરમેન દિલીપભાઈ બારડે જણાવ્યું હતું.