‘ગુજરાતમાં લોકડાઉન 5 અમલમાં આવશે, બધું બંધ થશે’, ખોટા મેસેજ અંગે CM વિજય રૂપાણીની સ્પષ્ટતા
ગુજરાતમાં લોકડાઉન 5.0ને લઈને કોઈ નિર્ણય હજુ થયો નથી આફવા પર ધ્યાન ન આપવું જોઈએ. પીએમ મોદી દ્વારા જાહેર કરેલ લોકડાઉન 4નો સમયગાળો પૂર્ણ થવાના આરે છે એટલે કે 30 તારીખે પૂરું થસે. તેવામાં સોશિયલ મીડિયામાં હાલ એક મેસેજ વાયરલ થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉન 5 લંબાવવામાં આવ્યું છે. અને ગુજરાતમાં અપાયેલી તમામ છૂટછાટો બંધ કરી દેવામાં આવશે. આ મામલો ખૂબ સવેદનશીલ હોય ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ખુદ સ્પષ્ટતા કરતાં આ મેસેજને અફવા ગણાવી છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ વધવાથી એવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છેકે, લોકડાઉનનો પાંચમો તબક્કો આવશે અને ફરીથી જે પણ છૂટછાટ આપવામાં આવી છે તે બંધ કરી દેવામાં આવશે. આ પ્રકારના મેસેજ ફરતા થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરવા આવવું પડયુ છે અને જણાવ્યું છેકે,” 1લી જૂનથી લોકડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી વાતો ફેલાવાઈ રહી છે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ.”
પરતું ચર્ચાનો વિષય પણ છે કે લોકડાઉનનો ચોથો તબક્કો પુર્ણ થતાં જ લોકોમાં હવે વધુ એક ચર્ચા ઉઠી છે, કે લોકડાઉન 5 આવશે કે કેમ ?. આવશે તો કેવું હશે લોકડાઉન તેમાં કેટલી વધારે છૂટછાટ મળસે ?
તેવામાં કેટલાય અસામાજિક તત્વો કે જેઓ અફવા ફેલાવે છે તે લોકોનાં ડરનો લાભ ઉઠાવીને સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. લોકોમાં લોકાડાઉન અને કોરોનાને લઈને ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે.