રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૨૯.૦૫.૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે….
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૨૨૦૦.૫૯ સામે ૩૨૦૪૧.૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૧૮૨૩.૮૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૫.૨૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૦.૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૩૨૦૨૦.૪૩ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૪૨૭.૯૫ સામે ૯૩૯૮.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૩૬૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૨.૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૯૪૨૩.૫૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જૂન ગોલ્ડ રૂ.૪૬૫૨૩ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૫૯૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૫૦૩ ના નીચા મથાળે નોંધાવી ૧૫૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૬૫૬૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૭૧૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૭૩૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૬૨૨ ના નીચા મથાળે નોંધાવી ૯૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૮૬૪૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
કોરોનાનું સંકટ અને સુસ્ત વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆતમાં નબળાઇ જોવા મળી હતી. વૈશ્વિક બજારની વાત કરીએ તો હોંગકોંગ ઉપર યુએસ-ચીનના તણાવ વધતાં યુ.એસ.ના માર્કેટ પર દબાણ આવતા યુએસ માર્કેટમાં ગઈકાલે મોટો કડાકો જોવા મળ્યો હતો અને ડાઉ જોન્સમાં ત્રણ દિવસના ઉછાળા બાદ ઘટાડો નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી જોવા મળી હતી. લોકડાઉનના નિયંત્રણ હળવાં થતાં માલસામાન અને કાચી સામગ્રીના પરિવહનમાં ઝડપી વધારો થયો છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં હવે ફેક્ટરીઓ કાર્યરત થતાં તેમજ મોટા ભાગની પ્રવૃત્તિઓ પુન: શરૂ થતાં આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે વેગ પકડી રહી છે. જોકે આમ છતાં ભારતીય શેરબજાર અન્ય બજારોની સરખામણીમાં તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. ડોલર સંદર્ભમાં સેન્સેક્સ ૩૦%નો ઘટાડો દર્શાવે છે. જ્યારે ડાઉ જોન્સ માત્ર ૧૩%નો ઘટાડો સૂચવે છે. ચીનનું બજાર માત્ર ૬.૫% નો ઘટાડો દર્શાવે છે. ભારતીય બજારના નબળા દેખાવનું એક કારણ સખત લોકડાઉન પણ હોઈ શકે છે. એમાં પણ ખેદની વાત એ છે કે ભારતના મુખ્ય આર્થિક કેન્દ્રો રેડ ઝોનમાં સમાવેશ પામે છે. આજે બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૯% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ઉપરાંત બીએસઈ સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ફાઈનાન્સ, આઈટી અને બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૦૦ અને વધનારની સંખ્યા ૯૯૭ રહી હતી. ૮૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, કોવિડ-૧૯ વાઇરસના અંકુશ બાબતે ભારતના અન્ય દેશોની સરખામણીમાં સારા દેખાવ છતાં સ્થાનિક ઇક્વિટી માર્કેટનો દેખાવ વિકસિત બજારો અને અન્ય ઇમર્જિંગ માર્કેટ્સની સરખામણીમાં નબળો જોવા મળી રહ્યો છે. અન્ય દેશોમાં કોરોના વાઇરસની મહામારી વધુ ગંભીર હોવા છતાં તેમનાં શેરબજારોનો દેખાવ ભારતની સરખામણીમાં સારો રહ્યો છે. પરંતુ એકવાર કોરોના વાઇરસ સામે ઉપાય શોધાયા બાદ ઝડપી આર્થિક વૃદ્ધિ દર્શાવશે. સરકારે જાહેર કરેલું સ્ટિમ્યુલસ પેકેજની ટૂંકા ગાળાની અસરોમાં મફત ભોજન, આવશ્યક ચીજ-વસ્તુઓ, લઘુતમ આવકપૂર્તિ જેવી બાબતોનો સમાવેશ થાય છે. જોકે માર્કેટને આશા છે કે સરકાર ભવિષ્યમાં વધુ આર્થિક સુધારાઓ જાહેર કરશે. જેમાં કોવિડ-૧૯થી સૌથી વધુ અસર પામેલાં ક્ષેત્રો માટે ખાસ લાભનો સમાવેશ હશે. ઉપરાંત સરકાર ઇક્વિટીઝ માટે ટેક્સમાં રાહત આપીને ઉત્તમ પગલાં લઈ શકે છે. સ્ટિમ્યુલસ પેકેજ દ્વારા ઉદ્યોગોને પણ ફંડ ઉપલબ્ધ કરાવી શકે છે તેમજ ઇક્વિટી રોકાણકારો માટે કેટલાક સરળ અને શ્રેષ્ઠ ઉપાયોમાં લોંગ-ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, ડિવિડન્ડ ટેક્સ, એસટીટીની નાબૂદી હોઈ શકે છે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
અઈઈ લિ. ( ૧૨૬૭ ) :- રૂ.૧૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૩૦ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૨૮૮ થી રૂ.૧૩૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
કોટક બેન્ક ( ૧૨૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૨૦ થી રૂ.૧૨૩૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
સિપ્લા લિ. ( ૬૩૬ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૭ થી રૂ.૬૫૬ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
મહિન્દ્રા મહિન્દ્રા ( ૪૩૨ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૧૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૪૪ થી રૂ.૪૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!