કોરોનાની મહામારીના દિવસોમાં ૫૫ લાખથી વધારે રોટીનું જરૂરીયાતમંદ ભાવિકોને વિતરણ કરી, સેવા અર્પણ કરી રહેલાં ભાવિકોને પરમ ગુરૂદેવ દ્વારા આશિર્વાદ અર્પણ
આજરોજ ગુરુવારને ૨૮/૫/૨૦૨૦ ના બપોરે ૧૧ કલાકે ભયંકર ગરમીમાં રાજકોટનાં આંગણે ચાલતાં મહારોટી ભિયાનમાં આશીર્વાદ દેવા માટે વિહાર કરીને પધારેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ સર્વપ્રથમ તપસમ્રાટ ર્તીથધામમાં તપસમ્રાટ ગુરુદેવ રતિલાલજી મહારાજની સમાધિના દર્શન કરી, ર્તીથભૂમિ પર ભાવિકોને માંગલિક સંભળાવી, ભાવિકો સાથે નૂતનનગર હોલનાં રોટી અભિયાનના સ્થાને પધારતાં, રોટી અભિયાનનાં સર્વ ભક્તો પ્રવીણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, અલ્પેશભાઈ મોદી, ભાવેશભાઈ શેઠ, તુષારભાઈ મહેતા, જીમી ભાઈ શાહ, જગદીશભાઈ શેઠ આદિ અનેક ગુરુભકતોએ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.
આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ફરમાવ્યું કે, રાજકોટના ભાવિકોએ ઇતિહાસ સર્જયો છે. ૫૫ લાખથી વધુ રોટીઓનું સર્જન કરી અનેક લોકોના દુ:ખ-દર્દ દૂર કર્યા છે. ત્યાર બાદ, પરમ ગુરુદેવે સૌને આશીર્વાદ આપી સોશ્યિલ ડિસ્ટન્સ રાખતા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં ધર્માલય ખાતે પધાર્યા છે.
પરમ ગુરુદેવ, ધર્માલયમાં ૧-૨ દિવસની સ્થિરતા કરી આગામી ચાતુર્માસ અર્થે ગિરનારમાં ભગવાન નેમનાથની ભૂમિમાં,તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબની દીક્ષા ભૂમિમાં ચાતુર્માસ અર્થે પધારશે. તેઓનું ચાતુર્માસ ગિરનાર પ્રકૃતિધામની આંગણે નિશ્ચિત થયું છે. તેઓ આગામી ૫ મહિના સુધી ગિરનારના પ્રકૃતિધામમાં બિરાજશે.
આ ચાતુર્માસનો લાભ જૂનાગઢના સોની પરિવારના નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારે લીધેલ છે.