પરિણામના ૧૧ દિવસ બાદ માર્કશીટનું વિતરણ કરાયું: માર્કશીટ આપવા માટે ૧૦-૧૦ ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા
આજથી ધોરણ ૧૨ સાયન્સની માર્કશીટ સહિત તમામ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી માર્કશીટ, કેરેક્ટર સર્ટિફિકેટ, બોનાફાઈટ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી આજથી મેળવી શકશે. શિક્ષણ વિભાગના દિશા-નિર્દેશો મુજબ તકેદારી રાખી શાળાઓએ માર્કશીટનું વિતરણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કોરોનાના લીધે લોકડાઉનના હોય આ વર્ષે પરિણામની માર્કશીટ અને અન્ય પ્રમાણપત્રનું ૧૧ દિવસ બાદ આજથી રાજ્યભરની શાળાઓમાં વિતરણ શરૂ થઈ ગયું છે.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરે અને શાળા પર સેનેટાઇઝરની વ્યવસથા કરવા તેવી કડક સૂચનાઓ તમામ શાળાઓને શિક્ષણ વિભાગે આપી છે.
માર્કશીટ આપવા માટે ૧૦-૧૦ ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો હતો અને તે મુજબ જ શાળાઓએ આજથી માર્કશીટનું વિતરણ કર્યું હતું. અડધા અડધા કલાકના અંતરે વિદ્યાર્થીઓને ફોન કરીને શાળાઓએ બોલાવવામા આવ્યા હતા. વિદ્યાર્થીઓના ગ્રુપ ફોટો, રાસ ગરબાનું આયોજન શાળામાં ન થાય તેવી સ્પષ્ટ સૂચના પણ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.