આજે લોકડાઉનમાં દરેક વ્યક્તિ કોઈ એક ખૂણે અટવાય ગયા કા તો કંટાળી ગયા છે. ત્યારે હવે શું કરવું એક પ્રશ્ન છે દરેક માટે કારણ સમય સાથે હવે ઘણું કર્યું તો પણ હવે સમય કાઢવો દરેક માટે મુશ્કેલ છે. ત્યારે જો ઘરે બેઠા શું કરવું ? તો તમારા માટે પણ આજે આ સમય સાથે અનેક પ્રવૃતિ આજે અમે લઈ આવ્યા છીએ જેનાથી તમારો કંટાળો તરત જશે.
જીવનના ધ્યેય નક્કી કરો
નવરા બેસી આજે દરેક લોકો અને મૂવી જોતાં થઈ ગયા છે. ત્યારે તેની સાથે તમારી જાતને ઓળખી તમે છો ત્યથી આગળ જવાના નવા માર્ગ પર ચાલો અને જીવનને એક નવી રીતે આ કોરોના બાદ બનાવો. ધ્યેય તે સફળતા સુધી પહોંચાડી દેશે.
વૃક્ષોને વાવો
દરેક વ્યક્તિ પોતે હવે સમય જતાં ધીમે-ધીમે પ્રકૃતિને ફરી પ્રેમ કરતાં થઈ ગયા છે. ત્યારે હવે ઘરે રહી અનેક જૂની અને નકામી વસ્તુમાંથી વૃક્ષો વાવો અને આ મહામારીની સમયમાં તમારા બગીચાની ખાસ સંભાળ લ્યો.
રોજ નવા શબ્દો શીખો
આજે સમય એક એવો અદ્ભુત મળ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની જિંદગી સાથે દરરોજ ૮-૧૦ શબ્દો શીખી પોતાના વ્યતિત્વને નિખારવું જોઈએ. જેનાથી દરેક વ્યક્તિ આગળ વધે અને તેના ધ્યેય સાથે આગળ વધુ જોઈએ. આ શિખેલા શબ્દો ગમે ત્યારે જીવનમાં ઉપયોગી બનશે.
ઘરને સજાવો
દર વખ્ત જ્યારે મહેમન આવે ત્યારે જ દરેક વ્યક્તિ પોતાના ઘરને કોઈ પ્રસંગ કે તહેવાર અનુરૂપ સજાવતા હોય છે. ત્યારે આજે ઘરે રહી અનેક જુદી-જુદી કળા વિકસાવી હોય તેનાથી ઘરને પોતાના વિચારોથી સજાવો અને જિંદગીની પણોને ખાસ બનાવો.
અલગ કોર્સ કરો
ઘરે રહી રમત સાથે જીવનને પણ થોડું ખીલવો ત્યારે સમય સાથે ઇન્ટરનેટ પર અનેક વિવિધ કોર્સને કરો. જેનાથી કદાચ નવા રસ્તા અને દિશા મળશે અને કદાચ એક માર્ગ તમને સફળતાના અલગ રસ્તા પર લઈ જશે. આજે ઘરે બેસી નવો શોખને જિંદગી સાથે થોડો બદલાવો.