ઉઘોગો અને સંશોધકો વચ્ચે શૈક્ષણિક સેતુ રચાઇ તે સંદર્ભે ભૌતિક શાસ્ત્ર ભવન અને ટેકા અતયાહના સંયુક્ત ઉપક્રમે આયોજીત
ભૌતિકશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની મટીરીલ્સ વિજ્ઞાનનાં સંશોધનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અગ્રીમ નામના ધરાવે છે. ભવનનાં સંશોધકો મારફત નોબલ પ્રાઇઝ મટીરીયલ્સનાં સંશોધનો થકી દેશ વિદેશના વૈજ્ઞાનિકોનું ઘ્યાન અનેકવાર ખેચેલ છે. અને પ્રતિષ્ઠા પ્રાપ્ત સામાયિકોમાં અનેક સંશોધન પત્રો પ્રસિઘ્ધ થયેલ છે. ભવનમાં પી.એચ.ડી. એમ.ફીલ. કરતાં સંશોધકો અને એમ.એસ.સી. નાં વિઘાર્થીઓને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંશોધનોની માહીતી અને પાયોગિક તાલીમ મળી રહેતે માટે ભવનનાં કાર્યદક્ષ અઘ્યક્ષ પ્રો. હીરેનભાઇ એચ.જોશીના માર્ગદર્શન હેઠળ ભવનનાં યુવા અઘ્યાપકો પ્રો. નિકેશભાઇ શાહ, ડો. પિયુષભાઇ સોલંકી, ડો. હર્ષવર્ધન જેઠવા, નેનો વિજ્ઞાનના ડો. ભરતભાઇ કટારીયા અને ટીમ મારફત રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદો, કાર્યશાળાઓના આયોજન કરવામાં આવે છે જેના ભાગરુપે તા.રપ જુલાઇ ના રોજ રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળાનું આયોજન કરાયેલ છે. ઉઘોગો અને સંશોધકો વચ્ચે શૈક્ષણિક સેતુ રચાઇ તે પરિપેક્ષમાં ટેકનીકસ ફોર મટીરયલ્સ કેરેકટરી ઝેશન વિષયક કાર્યશાળાનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિઘ્ધ ટેકનોલોજી એ.એસ. ઇ.પી.એલ. અને સૌરાષ્ટ્ર યુનવિર્સીટીના સંયુકતઉપક્રમે મટીરીયલ્સ પૃથ્થકરણ ના વિવિધ આયામો ઉપર પ્રાયોગિક તાલીમનો કાર્યક્રમ ગોઠવાયેલા છે..
યુનિવસીટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ અને કુલસચિવ ડો. ધીરેનભાઇ પંડયાના પ્રોત્સાહન વર્ધક માર્ગદર્શનથી મટીરીયલ્સ વિજ્ઞાનમાં સંશોધન કરતાં દેશભરના અઘ્યાપકો યુવા સંશોધકો અને ભાવિ સંશોધકોને લેટેસ્ટ ટેકનોલોજીનાં સાધનોનાં ઉપયોગ અને તેના ઉપયોગથી થતાં પદાર્થોનાં પૃથ્થકરણની વિવિધ તકનીકી માહીતી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના આંગણે મળી શકે તે માટે ઇન્ડસ્ટ્રી અને યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે કાર્યશાળાનું આયોજન કરાયેલ છે.
કાર્યશાળાના આયોજનના મુખ્ય કો-ઓર્ડીનેટરસ ડો. ભરતભાઇ કટારીયા અને ડો. પિયુષ સોલંકીએ જણાવેલ કે દેશભરની આઇ.આઇ.ટી. અને રાષ્ટ્રીય કક્ષાની લેબોરેટરીઓમાં ટેકનોલોજીનાં વિવિધ આધુનિક ઉપકરણોના ઉપયોગથી નેનો મટીરીયલ્સ, વિજાણુ શાસ્ત્ર, મટીરીયલ્સ વિજ્ઞાન વગેરેમાં સંશોધનો મળી રહે તે અને ભૌતિકશાસ્ત્ર ભવનની લેબોરેટરીમાં ઉપયોગમાં લેવાતાં ઉપકરણો ઉપયોગની તાલીમ મળી રહે તે અને ભૌતિકશાસ્ત્ર ભવનની લેબોરેટરીમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો અંગે ભાવિ સંશોધકોને તૈયાર કરી શકાય તથા ઉપકરણો સંચાલન તથા ટ્રબલશુટીંગ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો યુવા સંશોધકોને ઉ૫લબ્ધ થાય તે માટે ઉઘોગ અને સંશોધનનો શૈક્ષણિક સેતુ રચાય તે પ્રકારે સમગ્ર કાર્યશાળાનું આયોજન કરાયેલ છે. જેમાં ઓટોમેશન સીસ્ટમના જયંતભાઇ લાવડા સાથે દિલ્હી,, અમદાવાદનાં ઇજનેરોની ટીમ મારફત સંશોધકો સાથે પ્રાયોગિક ઇન્ટરએકશન રાખવામાં આવેલ છે સાથે પી.જી. અભ્યાસક્રમોમાં સમાવિષ્ટ મટીરીયલ્સ કેરેકટરાઇઝેશન ના વિષય અંગે વિઘાર્થીઓને સવિસ્તાર માહીતી મળે તથા તેની કારકીદીમાં ઉપયોગી થાય અને વિજ્ઞાનની કોલેજોમાં ભૌતિકશાસ્ત્ર વિષય સાથે સ્નાતક કરતાં યુવા વિઘાર્થીઓ માટે જ્ઞાનની ગોષ્ઠી ‚પી ૯૯ કવીઝ કોમ્પીટીશન નો સમાવેશ કાર્યશાળામાં કરવામાં આવેલ છે. ડો. સોલંકી અને ડો. કટારીયા એ જણાવેલ કેસવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધીની કાર્યશાળા નિ:શુલ્ક રાખવામાં આવેલ છે અને જેમાં ૨૦૦ સંશોધકોની નોંધણી કરવામાં આવનાર છે. તે માટેના રજીસ્ટ્રેશન ફોર્મ સૌરાષ્ટ્ર યુનિવસીટીની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભૌતિક શાસ્ત્ર ભવનનાં યુવા સંશોધકો કેવલ ગદાણી, કુ. હેતલ બોરીચા, કુણાલસિંહ રાઠોડ, સપના સોલંકી, ભાગ્ય અલ્પા જનકાની ખુશાલ સગપરીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.