મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના સંપર્કમાં આવેલા ૪ લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. આ સાથે અન્ય ૫૦ રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજ રોજ કુલ ૫૪ સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.મોરબીના વાવડી રોડ પર રેવાપાર્ક સોસાયટીમાં રહેતા અને મુંબઈથી આવેલા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના ૬૦ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બાદમાં આજ રોજ આરોગ્ય વિભાગે આ વૃધ્ધાના સંપર્કમાં આવેલા ૪ લોકોના સેમ્પલ લીધા છે. વધુમાં રાબેતા મુજબ ૫૦ સ્ક્રીનીંગ સેમ્પલ પણ લીધા છે. આમ આજે ૫૪ દર્દીઓના સેમ્પલ લેબમાં રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. જે રિપોર્ટ આવતીકાલે જાહેર થવાના છે.
Trending
- દ્રષ્ટિ સુધારવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી મદદરૂપ છે “ગાજર”
- રેલવે અને ગતિશક્તિની જનભાગીદારીએ રેલવેની માળખાગત સુવિધાના વિકાસને કર્યો વેગવાન
- આઇપીએલ હરાજીમાં પંત-અય્યર-વેંકટેશ પર લક્ષ્મીજી વરસ્યાં: વિકેટકીપર્સ-બોલરોની બોલબાલા
- સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે યોજાશે વિશેષ ભરતી ડ્રાઈવ
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?