સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ જાહેર હિતની અરજી: સરકારને નોટિસ
દેશભરની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર ઓછામાં ઓછા ખર્ચે કરાવવા અને ટ્રસ્ટોની હોસ્પિટલોમાં મફત સારવાર કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી એક અઠવાડિયામાં જવાબ આપવા આદેશ કર્યો છે.
કોરોનાની સારવાર ખૂબ મોંઘી છે. કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે પણ મોટી રકમ ખર્ચવી પડે છે. કોરોનાનો કહેર વધતો જાય છે. ત્યારે સરકારી હોસ્પિટલોમાં તપાસ તથા સારવાર કરવામાં આવે છે. સરકારી હોસ્પિટલો પહોચી શકતી ન હોય લોકોને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની તપાસ અને સારવાર કરાવવી પડે છે.
ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની તપાસ અને સારવાર માટે વધુ નાણા ખર્ચ કરવા પડે છે. આથી લોકોના હિતમાં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી ખાનગી હોસ્પિટલોમાં ઓછામાં ઓછા ખર્ચે સારવાર માટે અને સાર્વજનિક ટ્રસ્ટની હોસ્પિટલોમાં આ સારવાર વિનામૂલ્યે મળે તે માટે દાદ માગવામાં આવી છે.
સુપ્રીમે જાહેર હિતની આ અરજી દાખલ કરી છે અને એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે સોલીસીટર જનરલ તુષાર મહેતાને આદેશ કર્યો છે કે શુ આવી હોસ્પિટલો ઓછામાં ઓછા દરે અથવા વિનામૂલ્યે કોરોનાની સારવાર કરી શકે એમ છે કે કેમ? તમે એવી હોસ્પિટલોની તપાસ કરો અને જાણ કરો. દેશમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા ૧.૫૧ લાખથી વધી ગઈ છે. અને અત્યાર સુધીમાં કોરોનાથી ૩૬૭ લોકોના મોત થયા છે. જયારે કોરોનાથી સાજા થનારાનો આંક ૬૪ હજારથી વધુ છે. દેશમાં ૮૩ હજારથી વધુ છે. દેશમાં ૮૩ હજારથી વધુ કોરોના એકટીવ કેસ છે. અને મહારાષ્ટ્રમાં કોરોનાનો આંક ૫૪ હજારથી વધી ગયો છે.