પેકેજ અંગે સ્પષ્ટતા કરવા રાજકોટ ચેમ્બરની માંગ

કોરોના મહામારીમાં ઔદ્યોગિક વાણિજય જગતને રાહત તથા સહાય પૂરી પાડવા સરકાર દ્વારા ‚રૂ.૨૦ લાખ કરોડની જાહેરાત કરાઇ છે અને તે પૈકી એમ.એસ.એમ.ઇ. એકમને‚ રૂ.૩ લાખ કરોડના જાહેર કરાયેલા પેકેજમાં કોઇ સ્પષ્ટતા નહીં હોવાથી રાજકોટના તમામ ઉદ્યોગકારો મૂંઝાયા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજમાં પોતાનું એકમ એમએસએમઇની વ્યાખ્યામાં આવે છે કે નહીં તે અંગે ઉદ્યોગકારો નકકી નથી કરી શકતા ત્યારે આ બાબતે સ્પષ્ટતા કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

આ મામલે રાજકોટ ચેમ્બરે રજૂઆતમાં જણાવ્યુ છે કે તમામ પ્રવર્તમાન કરવેરા,  ડયુટી જેવા કે ઇન્કમટેક્ષ,  જીએસટી વગેરેની ચુકવણીમાંથી ૩ વર્ષ માટેનું સ્પેશીયલ પેકેજ આપવા માટેની માંગણી ધ્યાને લેવાઇ નથી.

વર્કીગ કેપિટલ પેટે લેવાયેલ લોનના વ્યાજની સ્થગિતતા તથા માસિક હપ્તાની ચુકવણી મોકુફ રાખવા બાબત સ્પષ્ટતા હોવી જરૂરી છે.

તમામ ઔદ્યોગિક એકમોને પ્રોવિડન્ટ ફંડ, ઇએસઆઇ બોનસ તથા અન્ય સંવિધાનિક કર, ડયુટી વગેરેની ચુકવણીમાંથી ૬ માસ માટે મુક્તિ આપવાની રજૂઆત ધ્યાને લીધેલ નથી. નિશ્ર્ચિત આવશ્યક ચૂકવણા જેવા કે વ્યાજ, હપ્તાની રકમ, વાષિક લઘુતમ ચાર્જ પેટે ખાસ રાહત આપવાની રજૂઆતો પણ સ્વિકારાઇ નથી. આ તમામ રજૂઆતોને ધ્યાને લઇ પેકેજ અંગે ફરી વિચારણા કરી હકારાત્મક નિવારણ લાવવા રાજકોટ ચેમ્બરે માંગલી કરી છે.

હવાઇ સેવા માટે ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને સફળતા

લોકડાઉનના ચોથા તબકકાના આખરી દિવસો દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ અમુક મુક્તિ તથા છૂટછાટો અન્વયે કેટલીક હવાઇ મુસાફરી શ‚કરવામાં આવેલ છે.

રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોવા ઉપરાંત તમામ ઔદ્યોગિક,  વાણિજિયક, ખેત વિષયક તથા સેવા પ્રદાન ક્ષેત્રે આગવુ યોગદાન ધરાવે છે તેમજ રાજકોટ સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગકારો મેડિકલ સુવિધાઓ માટે રાજકોટ-મુંબઇ તથા રાજકોટ-દિલ્હી અવર જવર કરતા હોય છે. જે અનુસંધાને રાજકોટ ચેમ્બર દ્વારા રાજકોટ શહેરની હવાઇ સેવા શ‚રૂ  કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી,  ઉડયનમંત્રી હરદિપસિંઘ પૂરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂ‚પાણી તથા સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા તેમજ મનસુખભાઇમાંડવીયાને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ. જે રજૂઆતને માન આપી સ્પાઇસ જેટની સવારની ફલાઇટ રાજકોટ-મુંબઇ શરૂ ‚કરવામાં આવશે. આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કરાયેલ માંગણીનો સ્વીકાર કરવામાં આવેલ છે. અને રાજકોટના મુસાફરોને હવાઇ સેવા માટે કોઇપણ મુશ્કેલીનો સામનો કરવો નહી પડે. તેમ રાજકોટ ચેમ્બરની અબખારી યાદીમાં જણાવેલું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.