ભવનાથ પાર્ક લક્ષ્મીનગર, યોગીનગર અને રૂખડીયાપરામાં પોલીસે પાડયા જુગારના દરોડા: પાંચ મહિલા સહિત ૨૦ શખ્સોને રૂ ૪૪ હજારની રોકડ સાથે ધરપકડ
કોરોનાના ચેપને આગળ વધતો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન-૪ જાહેર કરી રાત્રી દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં લોકડાઉનનો ભંગ કરી ભવનાથપાર્ક, લક્ષ્મીનગર, યોગીનગર અને રૂખડીયાપરામાં જુગારની જમાવટ કરતા પાંચ મહિલા સહિત ૨૦ને પોલીસે ઝડપી લીધો છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હરિધવા રોડ પર આવેલા ભવનાથ પાર્ક શેરી નં.૧મા અક્ષર મકાનમા રહેતા આશીષ હરીભાઈ સેલડીયા તેના મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમી પરથી દરોડો પાડી જુગાર રમતા આશીષ સેલડીયા સહિત વિવેકાનંદનગરના વિપૂલ જેરામભાઈ રાખોલીયા નીતીન છોટાલાલ સાતા, વિજય જેરામભાઈ રાખોલીયા, વિપુલ વિરજીભાઈ ગોંડલીયા, મનોજ વલ્લભભાઈ શીંગાળા અને રજત સોસાયટીના પરેશ બાબુભાઈ લીંબાસીયા, નામના શખ્સોને રૂ.૧૧,૩૫૦ની રોકડ સાથે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ પી.બી. જેબલીયા સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.
બીજો દરોડો લક્ષ્મીનગર શાક માકેટ પાસે જાહેરમાં જુગાર ખેલતા મહિપત વલકુભાઈ બસીયા, શ્રીકાંત ઉર્ફે સીકો નરેન્દ્રભાઈ વ્યાસ અને કિરણબેન મહેન્દ્રભાઈ પટેલને રૂ.૧૨,૭૦૦ સાથે માલવીયાનગર પીએસઆઈ વી.કે. ઝાલાએ ધરપકડ કરી છે.
ત્રીજો દરોડો પ્ર.નગર પોલીસે રૂખડીયાપરા મફતીયાપરામાં પાડી જુગાર રમતા ફીરોઝ અયુબભાઈ જામ, ઈરફાન ખમીશાભાઈ ભાણુ સદામ જાનમહમદ ભાણુ, કીરીટસિંહ ભુપતસિંહ સિસોદીયા, કરણ દડુભાઈ ચાવડા અને અલીબાબુ પીરભાઈ બેલીમને ઝડપી પટમાંથી રૂ.૭૮૦૦ની રોકડ જપ્ત કરી છે તેમજ જુગારનો ચોથો દરોડો યોગીનગર સરકારી કર્મચારી શેરીનં.૮માં આવેલા ગીરીરાજ ફલેટમાં રહેતા ખુશ્બુબેન વિનોદભાઈ કકકડને ત્યાં પાડી ફલેટ માલીક ખુશ્બુબેન સહિત પુજાબેન હિમાંશુભાઈ ચંદારાણા જેમીનીબેન ધવલભાઈ રાજાણીએ ખુશ્બુબેન મોહિતભાઈ રાજાણી નામની મહિલાઓને ઝડપી રૂ૧૧૪૦૦ની રોકડ ગાંધીગ્રામ ૨ યુનિ. પોલીસ મથકના પી એસ આઈ એમ. વી. રબારી સહિતના સ્ટાફે જપ્ત કરી છે.