પુરતા ભાવ ન મળતા લસણ, ડુંગળી રસ્તા પર ઢોળી ઉગ્ર દેખાવ કર્યો

ખેડૂતોના વિવિધ પ્રશ્ર્નો મુદ્દે આજરોજ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ રાજયભરમાં જિલ્લા કલેકટરોને આવેદન આપવાના હતા ત્યારે રાજકોટ કિસાન સંઘના હોદેદારો જયારે સવારે આવેદન આપવા જતા હતા તે અગાઉથી પ૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.

કૃષિ ધિરાણ ઓટો ક્ધવર્ઝન સાથે ધીરાણ ભરવાની સમય મર્યાદા લંબાવવા તેમજ વર્તમાનમાં ચાલી રહેલી તમામ પાકોની ખરીદીને ઝડપી બનાવવા સહિતની સમસ્યાઓને લઇને ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સમક્ષ સતત રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં પ્રશ્ર્નોનું નિવારણ સંતોષકારક ન આવતા સંઘના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઇ દુધાત્રા અને પ્રદેશ મહામંત્રી બી.કે. પટેલ દ્વારા રાજયના દરેક જિલ્લા કલેકટરને આવેદન આપવાનું નકકી કરેલ તે મુજબ આજરોજ જયારે કિસાન સંઘે રેલી કાઢી આવેદન આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે તાલુકાના ઘણા કાર્યકર્તાઓને નજર કેદ રખાયા અને કાર્યક્રમ આયોજીત થવા ન દેવાયો અને કાર્યકર્તાઓ આવે તે પૂર્વે જ પ્રમુખ  દિલીપ સખીયા સહિત પ૦ જેટલા આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. અટકાયત કરતી વેળાએ ખેડૂત આગેવાનોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા અને સુત્રોચ્ચાર કર્યા હતા.

ખેડૂતોના પ્રશ્ર્નોને લઇને આગેવાનોએ શહેરના રેષકોર્ષ રીંગ રોડ પર વિરોધ કર્યો હતો. જેમાં લસણ, ડુંગળીના પુરતા ભાવ મળતા ન હોવાથી રસ્તા પર લસણ ઢોળી ઉગ્ર દેખાવ કર્યો હતો ત્યારબાદ પોલીસે આગેવાનોની અટકાયત કરી લેતા ખેડુતોમાં રોષ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.