ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદાનો કડક અમલ કરાવો: કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટની મુખ્યમંત્રીને રજૂઆત
રાજયમાં કતલખાના, માંસ, મચ્છીની દુકાનો બંધ કરાવી માંસ, ઈંડા ચીન અને માછલીનું વેચાણ બંધ કરાવવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટે રાજયનાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ટ્રસ્ટે ગૌવંશ હત્યા રોકવા અને જવાબદારો સામે કડક પગલા લેવા પણ માંગણી કરી છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્યના મંત્રી પ્રતિક સંઘાણી તથા સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે નોનવેજ માર્કેટ ફીશ માર્કેટથી કોરાના ઝડપથી ફેલાય છે. અને તેની તકેદારીરૂપે જ કેન્દ્ર સરકાર નિર્દેશીત એનીમલ વેલ્ફેર બોર્ડ પણ આ માર્કેટ બંધ રાખવાનું સુચન સમગ્ર દેશમાં કર્યું છે. ગુજરાતમાં પણ તેનું પાલન થઈ રહ્યું છે. પણ છેલ્લા થોડા દિવસોથી ગેરકાયદે તત્વો, ગૌવંશના હેરફેર, કતલ વગેરે પ્રવૃત્તિ સમગ્ર રાજયમાં વધી રહી છે. અમદાવાદ જેવા સૌથી વધુ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ગઈકાલે શાહપૂરમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ક્રૂર રીતે કતલ કરાયેલું માસ મળ્યું. વળી અનેક સ્થળોએ મટન માર્કેટ ફિશ માકેટ પણ ગેરકાયદે રીતે ધમધમે છે. આ દરેક જગ્યાએથી કોરાનાનાં સુપર સ્પ્રેડર બહાર નીકળી શકે છે. અને કોરોના બ્લાસ્ટ થાય એમ છે તો સત્વરે ગુજરાતમાં જે તે સ્થળષ ચાલતી આ પ્રકારની ગેરકાયદે માર્કેટ પશુઓનાં હેરફેર બંધ કરાવી અટકાવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર દેશ માટે નમૂના રૂપ એવો ગૌવંશ હત્યા પ્રતિબંધનો કાયદો રાજયમાં અમલમાં હોય અને ત્યારે ગૌવંશની નિર્મમ હત્યા ગૌમાંસ વેચાણ ન થાય તે પણ જોવું જ રહ્યું. કોરોનાના પ્રલયકારી સમયમાં પણ આ ક્રૂર પ્રવૃત્તિ ચલાવનાર સૌ પર નમૂનારૂપ સજા કરવા પણ રજૂઆત કરાઈ છે.