ગુજરાતમાં આ સમયે બીજી સમસ્યાઓ કરતાં ઘરેલુ હિંસાના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.
ગુજરાતમાં હિંસાના કેસમાં મહિલાઓને મદદ કરતી સરકારી સંસ્થા 181 ‘અભયમ્’માં લૉકડાઉન દરમિયાન પતિ-પત્નીના ઝઘડાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.
સામાન્ય સમય કરતાં લૉકડાઉનના સમયમાં ઘરેલુ હિંસાના કેસમાં 25% જેટલો વધારો થયો છે, ગુજરાતના ખૂણે-ખૂણેથી ઘરેલુ હિંસાના કેસ આવી રહ્યા છે.
એમાં મોટાભાગના કેસમાં મધ્યમ વર્ગનાં દંપતીના કેસો છે.
સર્વે મુજબ સામાન્ય સંજોગોમાં ઘરેલુ હિંસાના કેસ રોજ સરેરાશ 120ની આસપાસ રહેતા હતા,પણ આ સંખ્યામાં અચાનક વધારો થયો છે.