ઓખા, દ્વારકા, જામનગર, ભકિતનગર, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને ખૂલશે રિઝર્વેશન કાઉન્ટર
પશ્ચિમ રેલવેનાં રાજકોટ મંડળ પર આજથી ટિકિટોનું ક્રમબધ્ધ રીતે રિફંડ આપવામા આવશે આ ઉપરાંત રાજકોટના સાત અન્ય સ્ટેશનો ઓખા, દ્વારકા, જામનગર, ભકિતનગર, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર સોશ્યલ ડિસ્ટન્સની સાવધાની સાથે રિઝર્વેશન કાઉન્ટર ફરીથી ખૂલશે. રાજકોટ સ્ટેશને રિફંડ દેવાનો સમય સવારે ૮ થી સાંજે ૬ સુધીનો તેમજ રવિવારે સવારે ૮ થી બપોરે ૨ સુધીનો રહેશે. ઓખા, દ્વારકા, જામનગર, ભકિતનગર, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર રિફંડ આપવાનો સમય સવારે ૮ થી બપોરે ૨ સુધીનો રહેશે. રેલવે દ્વારા ૨૨ માર્ચી લઈને ૩૦ જૂન સુધી પ્રવાસ કરવા માટે રિઝર્વેશન કરાવેલી ટિકિટો કે જે રેલવેએ કેન્સલ કરી હતી તેનું રિફંડ આપવાનું શરૂ કરવામાં આવનાર છે. જો કે એ માટે રેલવે તંત્ર તરફી કઈ તારીખના પ્રવાસની ટિકિટનું રિફંડ કઈ તારીખે મળશે એ નક્કી કરવામાં આવ્યું છે, જેને કારણે રેલવે સ્ટશનો પર નાહકની ભીડ એકઠી ન થાય. જે મુજબ, ૨૨-૦૩-૨૦થી ૩૧-૦૩-૨૦૨૦ સુધી યાત્રા કરનાર મુસાફરોની ટિકિટનું રિફંડ ૨૫-૦૫-૨૦૨૦થી ૩૧-૦૫-૨૦૨૦ દરમ્યાન થશે. જયારે ૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી યાત્રા માટે બુક થયેલી ટિકિટનું રિફંડ ૦૧ જૂનથી ૦૬ જૂન દરમ્યાન થશે. ૧૫ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી યાત્રા કરનાર હતા એ પ્રવાસીઓનું ટિકિટ રિફંડ ૦૭ જૂનથી ૧૩ જૂન સુધી થશે. ૦૧ મેથી ૧૫ મે દરમ્યાન યાત્રા કરનાર પ્રવાસીઓનું રિફંડ ૧૪ જૂનથી ૨૦ જૂન સુધી મેળવી શકાશે. ૧૬ મેથી ૩૦ મે દરમ્યાન યાત્રા કરનાર હતા એવા પ્રવાસીઓનું રિફંડ ૨૧ જૂનથી ૨૭ જૂન દરમ્યાન મળશે. જયારે ૧ જૂનથી ૩૦ જૂન દરમ્યાનનું બુકીંગ ધરાવનાર યાત્રીઓનું રિફંડ તારીખ ૨૮ જૂનથી પ્રારંભ થશે.
આ તમામ રિફંડ જે તારીખો નક્કી કરવામાં આવી છે એ દરમ્યાન જ થશે. જેની ખાસ નોંધ લેવા રેલવે વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. મોરબી તેમજ વાંકાનેર રેલવે સ્ટેશન પરથી સવારે ૦૮થી બપોરે ૦૨ વાગ્યા દરમ્યાન જ રિફંડ મેળવી શકાશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા તેમજ માસ્ક સો રિફંડ મેળવવા રેલવે સ્ટેશન પર રિફંડ મેળવનારે આવવાનું રહેશે. જે યાત્રીઓ ઉપરોક્ત અવધિમાં જો રિફંડ ન મેળવી શકે તેઓએ ૨૮ જૂન બાદ પરંતુ યાત્રાની તારીખના ૬ મહિનાની અંદર ગમે ત્યારે પૂરેપૂરું રિફંડ મેળવી શકશે. પ્રવાસની તારીખી લઈને ૬ મહિના બાદ રિફંડ મેળવી શકાશે નહીં.