મોરબી-રાજકોટના જળાશયો ભરવાની કામગીરી શરૂ: સમગ્ર રાજયમાં ૩ લાખ એકમો કાર્યરત
સૌની યોજના મારફત ૪૦૦ જેટલા ચેકડેમોમાં પાણી ભરવામાં આવશે. આ માટે રાજકોટ- મોરબીના જળાશયો ભરવાની કામગીરી પ્રથમ તબકકે શરૂકરવામાંઆવીછે. તેમઆજરોજ સીએમઓ અગ્ર સચિવ અશ્ર્વિનીકુમાર દ્વારા જણાવાયું છે.
તેઓએ વધુમાં માહીતી આપતા જણાવ્યું છે કે સરકાર દ્વારા ચેકડેમ ભરવાનું આયોજન હાથ ધરાયું છે તેની પ્રથમ તબકકે કામગીરી શરૂકરવામાંઆવીછે. આ કામગીરી સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકડાઉન-૪ માં મળેલી શરતોનું લોકોને ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત સરકારની ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું માસ્ક પહેરવું વારંવાર સાબુથી હાથ ઘોવા જેવી તમામ તકેદારી લેવા જણાવ્યું હતું.
દુધના એકત્રીકરણની કામગીરીનો સમય વધવા મુદ્દે જણાવ્યું હતું કે દુધ એકત્રીકરણના સમય માટે પશુપાલકોની ઠેર ઠેરથી રજુઆતો આવી હતી જેને ઘ્યાને લઇ દુધ એકત્રીકરણની કામગીરીનો સમય વધારી દેવાયો છે.
ઔઘોગિક એકમો મુદ્દે જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં આશરે ૩ લાખ એકમો કાર્યરત થયા છે જેના થકી રપ લાખ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. ઔઘોગિક એકમો શરુ થયા છે ત્યારે જે તે એકમો યુનિટો પર પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજે વારંવાર સેનેટાઇઝ કરવા જણાવ્યું હતું.
હાલ ઔઘોગિક એકમો ધીમે ધીમે વેર પકડી રહ્યા છે ત્યારે તમામ ઔઘોગિક એકમોમાં મળી કુલ સાડા સાત હજાર મેગાવોટ વીજળીનો વપરાશ થઇ રહ્યો છે.