છોરૂ કછોરૂ સાબીત
કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુધ્ધિ: હત્યા કરનાર પુત્રની કરાઈ ધરપકડ
અનેકવિધ વખત કહેવાય છે કે અને બોલવામાં પણ આવે છે કે ‘છોરૂ કછોરૂ થાય, પણ માવતર કમાવતર ન થાય પરંતુ આ કહેવત ખરાઅર્થમાં સાબીત થઈ છે. ન્યુયોર્કનાં અંતરીયાળ ગામમાં રહેતા પુત્રએ તેમના પિતાની કરપીણ હત્યા કરી છે. જેને લઈ પોલીસે તેની ધરપકડ પણ કરેલી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ૩૨ વર્ષિય પુત્ર તેમના પિતા જયારે ઝુમ એપ્લીકેશન મારફતે વાતચીત કરી રહ્યા હતા તે સમય ગાળા દરમિયાન તેણે તેના પિતાને સ્ટેબંગ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. અને હત્યા કર્યા બાદ તે ઘરની બહાર કુદી નાસી છૂટયો હતો. ઝુમ એપ્લીકેશનમાં જોડાયેલી મૃતક પિતાના મિત્રોએ આ દ્રશ્ય જોઈ ઈમરજન્સી કોલ કરી પોલીસને જાણ કરી હતી ખૂની પુત્ર બારી બાર ઠેકડો મારતા તેને ઈજા પહોચી હતી આ તકે પોલીસે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને સારવાર બા તેને કસ્ટડીમાં લઈ ધરપકડ પણ કરાઈ હતી. ઝુમ એપ્લીકેશન હાલ લોકોમાં પ્રચલીત બન્યું છે. પરંતુ તેની સાથે લોકોમાં માતા પિતા પ્રત્યેનું માન સન્માન હોવું જોઈએ તે ન જોવા મળતા અનેકવિધ પ્રશ્ર્નો હાલ વિશ્ર્વમાં ઉદભવીત થઈ રહ્યા છે. કહેવત છે કે વિનાશકાળે વિપરીત બુધ્ધી જે કહેવત પણ હાલ ન્યુયોર્કમાં ચરિતાર્થ થઈ છે. જે ખરા અર્થમાં સમાજ માટે ખરાબ વાત કહી શકાય.