રૂ.૯૭૫ના ટેકાના ભાવે ચણાની ખરીદી
વેરાવળ તાલુકા માંથી ૧૭૮૬ અને તાલાળા તાલુકા માંથી ૨૩૪૬ ખેડૂતોએ તેમના ચણાનું વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કાજલી માર્કેટીંગ યાર્ડમાં તા. ૫ મે થી અત્યાર સુધી ૧૭૨૨ ખેડૂતોના ૩૦૧૨ મેટ્રીકટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ખેડૂત પાસેથી ૧ હેક્ટરે ૧૨૮૦ અને ૨ હેક્ટરે ૨૫૦૦ કિલોગ્રામ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ગુજકોમાસોલ દ્રારા ખેડૂત પાસેથી ચણાનું સેમ્પલ લઈ તેનું પૃથ્કરણ કરી ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ચણાની ખરીદીના પૈસા સીધા ખેડૂતના ખાતામાં ઓનલાઈન જમા થાય છે. યાર્ડ સવારે ૮ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને ચણાની ખરીદી બપોરે ૨ વાગ્યા સુધીમાં કરવામાં આવે છે.
આ યાર્ડમાં ૧૫૦ વધુ મજુરો રોજગારી મેળવી રહ્યા છે.માર્કેટીંગ યાર્ડના ચેરેમેન ગોવિંદભાઇ પરમાર, સેક્રેટરી કાળુભાઈ ડોડીયા, દેવગીરી બાપુ ગુજકોમાસોલના નરેન્દ્રસિંહ પરમાર, ગ્રામ સેવક ભાવેશભાઈ ખેર તેમની ફરજ બજાવી રહ્યા છે.