દ્વારકા જિલ્લાના વધુ 7 કોરોના પોઝીટીવ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા…
દ્વારકા જિલ્લો હવે કોરોનાથી મુક્ત થઈ ગયો છે દ્વારકા જિલ્લામાં બાકી રહેલા ૭ લોકો આજ રોજ ડિસ્ચાર્જ કરી દેવાયા છે જેઓએ કોરોના ને મ્હાત આપનાર મામદ હુસેન ચાંગડા- ૨૯ વર્ષ, હમીદ સતાર ચાંગડા- ૨૨ વર્ષ, નોમાન રસીદ થૈયમ- ૮ વર્ષ, નાસીર રસીદ થૈયમ-૫ વર્ષ , એમાન ઇસ્માઇલ થૈયમ-૧૫ વર્ષ, જમીલા અનવર ચાંગડા- ૩૫ વર્ષ, મુસ્કાન અનવર ચાંગડા, ૧૫ વર્ષ.
તમામ કોરોના પોઝીટીવ જેમને જનરલ હોસ્પિટલ ખંભાલીયાથી આજે ડિસ્ચાર્જ કરાયા છે ગુજરાત જિલ્લાની હાલની નવી ગાઈડલાઇન મુજબ તમામને રજા અપાઈ છે.
તમામ 7 લોકોને ડીસ્ચાર્જ કર્યા બાદ તેમને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવશે અને તેઓને હજુ થોડા દિવસો ઘરે જ રહેવા માટે જણાવાયું છે.
દ્વારકા જિલ્લામાં કુલ 12 કેસમાથી 11 સ્થાનિક કેસો ડિસ્ચાર્જ થયા.
દ્વારકા તંત્ર દ્વારા તમામ કેસ સાજા થતા રાહતનો શ્વાસ લીધો અને હવે આગળની રણનીતિ પણ શરૂ કરાઇ છે. જેથી જિલ્લામાં પાછો કોરોના આવી ન શકે.