રજીસ્ટ્રેશન કરાવનાર ટીમોએ પસંદ કરેલી સમસ્યાઓ અંગે ટીમ સભ્યોને મહાપાલિકાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવા માટે વર્કશોપ યોજાયો
રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી તા. ૨૯મીના રોજ સતત ૨૪ થી ૩૬ કલાક સુધી યોજાનાર સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટનું આયોજન કરવામાં આવનાર છે. આ ઇવેન્ટ માટે આજે તા. ૨૦-૭-૨૦૧૭ સુધીમાં ૮૩૭ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. છાત્રોનો ઉત્સાહ જોઈને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રજિસ્ટ્રેશનની મૂદત એક દિવસ લંબાવવાનો નિર્ણય કરેલ છે.
વિશેષમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશન કરાવી ચૂકેલી અને રાજકોટ મહાનગરપાલિકાએ દર્શાવેલી ૧૦૧ સમસ્યાઓ પૈકી કોઈ ને કોઈ સમસ્યા સિલેક્ટ કરનાર ટીમોના સભ્યો માટે આજે રૈયા ઓડિટોરિયમ ખાતે સવારે ૧૦.૦૦ ી ૨.૦૦ વાગ્યા સુધી એક ખાસ વર્કશોપ યોજવામાં આવેલ હતો. જેમાં દરેક ટીમને તેમના દ્વારા સિલેક્ટ કરાયેલ સમસ્યા બાબતે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે તે સમસ્યાઓ બાબતે સ્પર્ધક ટીમના સભ્યોના મનમાં જે કોઈ ડાઉટ કે ક્વેરી ઉભી ઇ હતી તેનું અધિકારીઓ દ્વારા નિરાકરણ લાવવામાં આવેલ હતું.
સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટમાં ભાગ લેનારી ટીમો સતત ૨૪થી૩૬ કલાકની જહેમત બાદ જે કાંઈ ટેકનીકલ સોલ્યુશન પ્રસ્તુત કરશે તેનું ઇન્ટરનેશનલ ખ્યાતિપ્રાપ્ત કંપનીઓ અને રાજકોટ મહાનગરપાલિકાની બનનારી સંયુક્ત જ્જ પેનલ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ તા. ૪-ઓગસ્ટના રોજ પુરષ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવશે. સૌી શ્રેષ્ઠ ટેકનીકલ સોલ્યુશન બતાવી પ્રમ ક્રમાંક હાંસલ કરનાર ટીમને ‚.રૂ ૧,૨૫,૦૦૦/-નું ઇનામ, બીજા ક્રમે વિજેતા નાર ટીમને ‚. રૂ/૧,૦૦,૦૦૦/- અને ત્રીજા ક્રમે વિજેતા બનનાર ટીમને ‚.રૂ ૭૫,૦૦૦/- નો પુરષ્કાર એનાયત કરવામાં આવશે. માત્ર એટલું જ નહી, પાંચ આશ્વાસન ઇનામ રાખવામાં આવેલ છે. જેમાં પાંચેય ટીમોને પચ્ચીસ પચ્ચીસ હજાર રૂપિયાના આશ્વાસન ઇનામ પણ આપવામાં આવશે. આમ આ સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટમાં કુલ રૂ ૪,૦૦,૦૦૦/- ના પુરષ્કાર રાખવામાં આવેલ છે.
વામાં આવેલ છે.