સરસ્વતી શિશુ મંદિરનાં પ્રાંગણમાં
આગામી તા.૨૪/૫ને રવિવારનાં રોજ સવારે ૮ થી ૨ કલાક સુધી વસંતબેન મોદી મેમોરીયલ ટ્રસ્ટનાં ઉપક્રમે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર, આર્કેડીયા શેર્સ એન્ડ બ્રોકર્સ, રેસકોર્ષ પાર્ક, થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિ અને જીવદયા ગ્રુપ રાજકોટ દ્વારા મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રકતદાન કેમ્પ સરસ્વતી શિશુ મંદિર સ્કુલ, માતીનગર૧, એરપોર્ટ રોડ ખાતે યોજાશે. સરસ્વતી શિશુ મંદિરના અપૂર્વભાઈ મણીઆર તથા ટ્રસ્ટી મંડળનો સહયોગ મળ્યો છે. આ અંગેની માહિતી આપતા મુકેશ દોશી-ઉપેન મોદીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રનાં ૫૦૦થી વધુ બાળકો થેલેસેમીક છે જેને પ્રતિ માસ બેથી વધુ રકતનાં યુનિટ ચડાવવા પડતા હોય છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની વિશેષ માહિતી આપતા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરનાં પ્રમુખ પૂર્વેશ કોટેચા અને મંત્રી કૃણાલ મહેતાએ જણાવ્યું છે. આ કેમ્પમાં રેસકોર્ષ પાર્ક પરિવારનાં પ્રમુખ અને ભાજપ અગ્રણી રાજેન્દ્રસિંહ ગોહિલ અને આર્કેડીયા શેર્સ એન્ડ બ્રોકર્સનાં ચેરમેન જૈન અગ્રણી સુનિલભાઈ શાહ સહિતનાં મહાનુભાવોએ વધુને વધુ રકતદાતાઓ રકતદાન કરે એ માટેના સતત પ્રયાસો કરી રહ્યા છે. શિબિરમાં રકતદાન કરનાર તમામ રકતદાતાઓને ચારથી વધુ આકર્ષક ભેટથી નવાજવામાં આવશે. આ રકતદાન કેમ્પ અંગેની વિશેષ માહિતી આપતા થેલેસેમિયા જનજાગૃતિ અભિયાનનાં અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, કિરીટભાઈ આદ્રોજા અને હસુભાઈ રાચ્છે જણાવ્યું છે કે આ કેમ્પ ઉદઘાટન થેલેસેમીક બાળકનાં હસ્તે કરવામાં આવશે.
જીવદયા ગ્રુપનાં કાર્યકરો પારસ મોદી, વિરેન્દ્ર સંઘવી, હર્ષદ મહેતા, પ્રકાશ મોદી, કિર્તી પારેખ, ભરત બોરડીયા, હિતેશ દોશી, હરેશ દોશી, સમીર કામદાર, હિરેન કામદાર, અમિત દેસાઈ, રાકેશ કલ્યાણી, નિખીલ શાહ, અરૂણ નિર્મળ, હિરેન મહેતા, નિરવ સંઘવી, વિજય દોશી, દિનેશ મોદી, પાર્થ સંઘવી, સુરીલ મોદી, રાજુ મોદી, સંઘ્યા મોદી, દેવાંગી મોદી, હેમા મોદી, હિના સંઘવી, અલ્કા બોરડીયા, આરતી દોશી, દક્ષા મહેતા, મીના પારેખ, બીના દોશી, જીજ્ઞા મોદી, કાજલ મીઠાણી, હેતલ મહેતા, હેતલ દોશી, બકુલા શાહ, હીના રાજપરા, પાલજીવરાજાની, દિપા શાહ આ ઉપરાંત રેસકોર્સ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘનાં ટ્રસ્ટી કમલેશભાઈ મોદી તથા કિર્તી દોશી જહેમત ઉઠાવી રહ્યા છે. કિર્તીભાઈ પારેખ (આકાર જવેલર્સ) દ્વારા તમામ માટે લીંબુ સરબતની વ્યવસ્થા કરવામાં આવશે.
રકતદાન કેમ્પમાં જોડાવવા આ નંબર પર સંપર્ક કરવો
તા.૨૪ને રવિવારે યોજાનાર રકતદાન શિબિરમાં જોડાવા ઈચ્છતા રકતદાતાઓ નામ નોંધાવવા મો.નં.૯૮૨૪૫ ૬૩૫૩૭ હર્ષદ મહેતા, મો.નં.૮૦૦૦૭ ૮૮૯૯૯ મિહિર મોદી, મો.નં.૮૨૦૦૩ ૯૨૨૭૧ હેમા મોદી, મો.નં.૯૫૮૬૭ ૭૦૪૭૧ હિના સંઘવીનો સંપર્ક કરવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.