વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની મ્યુનિ. કમિશ્નરને રજૂઆત
આગામી સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં શિવમંદિરોની આસપાસ સફાઈ કામગીરી સઘન બનાવવા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત કરતા જણાવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતુ કે આગામી સોમવારે હિન્દુઓનાં આસ્થા સમાન પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય છે.ત્યારે રાજકોટ શહેરનાં તમામ શીવ મંદિરોની આસપાસ ગંદકી, કાદવ કીચડ ન રહે અને હવામાન ખાતા દ્વારા આગાહી છે કે ગુજરાતમાં બીજો રાઉન્ડમાં ભારે વરસાદની સંભાવના હોય ત્યારે તમામ શીવ મંદિરોની આસપાસ જે કાંઈ ખાડા ખબડાઓ હોય તેની મરામત કરાવી મેટલીંગ કરાવશો અને જ‚ર જણાયે તાત્કાલીક પેવીંગ બ્લોક ફીટ કરશો.
વધુમાં રાજકોટની ધર્મ પ્રેમી જનતાને મંદિરની આસપાસ જો ગંદકી થતી હોય તો કોઈ તકલીફ ન પડે તે માટે તાત્કાલીક સેનેટરી ઈન્સ્પેકટર જવાબદારીઓ ફાળવી સઘન સફાઈ ઝુંબેશ કરવી અને મંદિરની આસપાસ જવાના તમામ રસ્તાઓ પર દવા છંટકાવ અને ભીડ ન રહે તે માટે રસ્તા પર અનઅધિકૃત દબાણો ન થવા દેવા ટ્રાફીક પોલીસ મનપા સંકલન કરી વાહનોના દબાણો ન થાય તે રીતે યોગ્ય પ્રબંધ કરવા અપીલ કરી છે.