દેશના ૮૨ ટકા લોકો ૫૦ વર્ષથી નાની વયના હોય સારી રોગપ્રતિકારક શક્તિના કારણે કોરોના સામેના જંગમાં મ્હાત આપી શકાશે: આ વયના દર્દીઓમાં કોરોનાથી મૃત્યુદર ૦.૨ ટકા કરતા પણ ઓછો
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનુંં સંક્રમણ ભારતમાં પણ ઝડપથી ફેલાય રહ્યું છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫,૬૦૯ કેસો નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧.૧૬ લાખને પાર થઈ જવા પામી છે. જે સામે કોરોના સામે જંગ ખેલીને ૪૭,૪૮૭ દર્દીઓ સાજા થયા છે. જેથી દેશમાં કોરોના સામેનો રીકવરી રેટ વિશ્વભરમાં સૌથી વધારે ૪૨ ટકાએ પહોચવા પામ્યો છે. દેશમાં કોરોનાનો રીકવરી રેટ ૪૨ ટકો પહોચવા પાછળ લોકોની સારી ઈમ્યુના સિસ્ટમને જવાબદાર માનવામાં આવે છે. ભારતમાં હાલ કુલ વસ્તીના ૮૨ ટકા લોકો ૫૦ વર્ષથી નીચેના છે ૫૦ વર્ષની નીચેની વયના આ લોકોની ઈમ્યુન સિસ્ટમ સારી હોય રીકવરીનું પ્રમાણ ૪૨ ટકાએ પહોચવા પામ્યું છે.
ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસનો હજુ સુધી અકસીર ઈલાજ શોધાયો નથી. જેથી આ મહામારીમાં જે લોકોની ઈમ્યુન સિસ્ટમ સારી હોય તેઓ ઝડપથી સાજા થઈ જાય છે. અનેક કિસ્સાઓમાં તો લોકે કોરોના પોઝીટીવ હોવા છતાં તેની ઈમ્યુન સિસ્ટમ સારી હોવાના કારણે કોરોનાના એકપણ લક્ષણો દેખાતા નથી. જેથી હાલમાં કોરોનાની સારવારમાં દર્દીની ઈમ્યુન સિસ્ટમ વધે તે માટે મેડીકલ સ્ટાફ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યું એચઓના ચીફ સાયન્સીસ્ટ સૌમ્ય સ્વામીનાથનના મત મુજબ કોરોનાને કાબુમાં આવતા ચારથીપાંચ વર્ષ થવાની સંભાવના છે. કોરોનાને કાબુમાં કાંત વેકસીનથી અથવા હર્ડ ઈમ્યુનિટીની લાવી શકાશે હર્ડ ઈમ્યુનિટી એટલે લોકોની રોગ પ્રતિકારક શકિતની વધારે મજબુત બનાવવી.
ડો. સ્વામીનાથનના મત મુજબ વર્ષ ૧૯૧૮માં ફેલાયેલા ઈન્ફલુમીએ સતત ત્રણ વર્ષ સુધી કહેર મચાવ્યો હતો. આ કહેરમાં વિશ્વભરમાં લાખો લોકો માર્યા ગયા હતા. જેમાંથી જે લોકોની ઈમ્યુનિટી સિસ્ટમ આ મહામારી સામે પ્રતિકારક કરી શકી હતી તે લોકો આ મહામારીમાંથી ઉગરી ગયા હતા. દેશનાં ૬૦ ટકા નાગરિકો પોતાની હર્ડ ઈમ્યુનિટીથી કોરોના સામે જંગ જીતી શકે છે. ભારતમાં હાલમાં કોરોના સામેનો રીકવરી રેટ ૪૨ ટકાએ પહોચ્યો છે. તેનું કારણ દેશના ૮૨ ટકા ૫૦ વર્ષથી નીચેના છે આ વયના લોકોમાં કોરોનાના કારણે મૃત્યુનું પ્રમાણ ૦.૨ ટકા કરતા પણ ઓછુ છે જયારે ૫૦ થી ૫૯ વર્ષની વચ્ચે રહેલી દેશની ૮૨ ટકા વસ્તીમાં કોરોનાના કારણે મૃત્યુનું પ્રમાણ ૦.૪ થક્ષ ૧ ટકાની વચ્ચે છે. જયારે ૬૦ વર્ષથી ઉપરના દેશના ૧૦ ટકા લોકોમાં કોરોનામાં મૃત્યુદર પ્રમાણમાં વધારે છે.
ભારતમાં એક તરફ કોરોનાના કેસોમાં તીવ્ર ઉછાળાનો ચિંતાજનક દોર જારી છે તો બીજી તરફ રિકવરી રેટમાં વધારાની પણ થોડી રાહત મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૬૦૯ કેસ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા ૧૧૩૪૦૦ થઇ છે જ્યારે વધુ ૧૪૦ મોત સાથે મરણાંક ૩૪૩૫ થઇ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી મુજબ કુલ ૪૫૨૯૯ જણ સાજા થઇ ચૂક્યા છે અને રિકવરી રેટ ૪૨ ટકા યો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૨૫૦ કેસ નોંધાયા છે અને રાજ્યમાં સંક્રમિતોનો આંક ૩૯૨૯૭ થઇ ગયો છે. જ્યારે મૃત્યુઆંક ૧૩૨૫ યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત તામિલનાડુમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. અહીં નવા ૫૬૭ કેસ નોંધાયા હતા તેમજ ૭ જણનાં મોત થયા હતા.
બિહારામાં કોરોનાના નવા ૧૧૯ કેસ સાથે અસરગ્રસ્તોનો આંક ૧૮૭૨ થયો છે. દિલ્હીમાં ૫૭૧ કેસ નોંધાયા છે. ભારતનાં છેલ્લા ૭ દિવસમાં ૧૯ હજારથી વધુ લોકોએ કોરોનાને મહાત આપી છે. તો ૨૪ કલાકમાં ૧૦૩૩૨ જણનું ટેસ્ટિંગ કરાયું હતું. ટેસ્ટિંગમાં હવે વધારો થઇ રહ્યો છે. રાજસ્થાનમાં ૧૩૧ નવા કેસ નોંધાયા છે અને રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૬૧૪૩ થઇ છે. જ્યારે કર્ણાટકમાં નવા ૧૧૬ કેસ નોંધાયા છે.’ ઉત્તરાખંડમાં નવા ૧૦ કેસ નોંધાયા છે. મધ્યપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા ૫૭૩૫ થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯૪ કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ ૯૫ કેસ બારાબંકીમાં છે.
જોકે, કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વાયુવેગે ફેલાઈ રહ્યું છે તેવું કહેવું યોગ્ય નથી. ચાર રાજ્યો એવા છે કે જ્યાંથી સમગ્ર દેશના કુલ કોરોના વાયરસના કેસના લગભગ ૬૮ ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર એકલામાંથી જ દેશભરના કુલ કોરોના કેસના લગભગ ૩૫ ટકા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર બાદ તામિલનાડુમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તામિલનાડુમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૧૯૧ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૮૭ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ ગુજરાતમાં ૧૨૫૩૭ લોકો સંક્રમણમાં આવ્યા છે જેમાંથી ૭૪૯ લોકોના મોત થયા છે.
કોરોના સામેના જંગમાં જરૂરી પીપીઇ કીટના ઉત્પાદનમાં દેશ બીજા નંબરે
દેશમાં કોરોનાના સારા રીકવરી રેટ માટે પીપીઇ કિટનું પણ મહત્વનું યોગદાન છે. દેશમાં કોરોનાના પ્રસારને રોકવા માટે લોકડાઉન સાથે સાથે આરોગ્ય વિષયક પગલા પણ સેવામાં આવી રહ્યા છે. કોરોનાના દર્દીની સારવાર કરતા તબીબો મેડિકલ સ્ટાફ સહિતના લોકોનો કોરોનાનો ચેપ ન લાગે તે માટે પીપીઇ કિટનોં ઉપયોગ કરવામાં આવે છે. દેશ કોરોનાના સંક્રમણને અટકાવવામાં પીપીઇ કિટનું મહત્વનું યોગદાન છે. ટેક્ષટાઇલ્સ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં બે માસનાં ટુંકા ગાળામાં જ સારી ગુણુવતાની અને વધારે પ્રમાણમાં પીપીઇ કિટ બનાવવા સરકારે વિવિધ અસરકારક પગલા લીધા છે. જેના લીધે વિશ્વમાં પીપીઇ કિટ ઉત્પાદનમાં ભારત બીજા નંબરે પહોચી ગયું છે. વિશ્વમાં સૌથી વધુ પીપીઇ કિટ ચીન બનાવે છે. દેશમાં કોરોનાના રોગચાળો દેખાયા બાદ તેની સારવાર કરવામાં આવી અને તબીબો તથા મેડિકલ સ્ટાફને કોરોનાના ચેપથી બચાવવા પીપીઇ કિટનો ઉપયોગ કરાયો, દેશમાં પીપીઇ કિટનું મર્યાદિત ઉત્પાદન થયું હતું પરંતુ બે માસમાં જ ભારતે આત્મ નિર્ભર બનવા તરફ
પગલા માંડી વધારે પીપીઇ કિટ બનાવવાનું શરૂ કર્યુ હતું. આજે દેશમાં એટલી પીપઇ કિટ બનાવવામાં આવે છે કે વિશ્ર્વમાં ચીન પછી બીજા નંબરે આવે છે. દેશમાં જાણીતા ઉત્પાદકો તરફથી અપૂરતા પ્રમાણમાં પીપીપ કિટ ટેસ્ટીંગ મશીનરી નહી મળ્યા સરકારે ખાસ કમીટી બનાવી હતી તેમ ટેક્ષટાઇલ્સ મંત્રાલયના સચિવ રણજીત ચવાણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં જરૂરીયાત મુજબના પીપીટ કિટ ચકાસણી સાધનો ઉપલબ્ધ બનતા દેશમાં સારા તથા મોટા જથ્થામાં પીપીઇ યુનિટ બનાવી શકાશે.
મોદીના સ્વચ્છતા અભિયાનથી લોકોએ ‘હાથ ધોતા’ કોરોનાથી ૫ કરોડ સંક્રમિત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. વડાપ્રધાનનાં આ અભિયાનને લોકોએ પ્રતિસાદ આપ્યો હતો આમ છતાં દેશમાં કેટલાય લોકોએ સ્વચ્છતા અભિયાનથી હાથ ધોઈ નાખતા ૫ કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો છે તેમ સર્વેમાં બહાર આવ્યું છે. સમગ્ર વિશ્ર્વની માનવજાત માટે ઉભા થયેલા કોવિડ-૧૯ વાયરસજન્ય કોરોનાની હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી માત્ર સાવચેતીથી આ વાયરસથી બચવાનો એકમાત્ર ઈલાજ છે ત્યારે આ વાયરસને શરીરમાં પ્રવેશતો અટકાવવા માટે હાથ ધોવાની ચોકસાઈ અનિવાર્ય ગણવામાં આવે છે તેવા સંજોગમાં ભારતમાં ૫ કરોડ લોકો ઉપર હાથ ધોવાની પુરતી વ્યવસ્થા અને કૌશલ્યના અભાવે કોરોનાનું જોખમ લટકી રહ્યું હોવાનો ખુલાસો એક અભ્યાસમાં થવા પામ્યો છે. અમેરિકાની વોશિંગ્ટન યુનિ.ની ઈન્સ્ટીટયુટ ઓફ હેલ્થ મેટ્રીક એન્ડ ઈવેલ્યુએશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એવું જણાવાયું છે કે, સાબુ અને ચોખા પાણીના અભાવે બે બિલીયન લોકો ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોની
વિશ્વની ચોથા ભાગની વસ્તી ઉપર નીચી જીવનશૈલી, ગરીબી અને માત્ર હાથ ધોવાની પુરતી વ્યવસ્થા ન હોવાને કારણે અમીર દેશો કરતા આવા લોકો પર કોરોનાનાં ચેપનું જોખમ સૌથી વધુ છે. હાથ ધરવામાં આવેલા સર્વેમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણનાં ફેલાવા અંગે પ્રકાશિત થયેલા અભ્યાસ લેખમાં હેલ્થ જનરલમાં દર્શાવાયું છે કે, ૫૦ ટકા જેટલા આફ્રિકા, ઓસેનિયા જેવા ગરીબ દેશોના લોકોમાં હાથ ધોવાની પુરતી સુવિધા ન હોવાને કારણે કોરોનાનું જોખમ સવિશેષ રહેલું છે. કોરોનાના ચેપને આગળ વધતો અટકાવવા માટે હસ્ત પ્રશાસન ચાવીરૂપ માનવામાં આવે છે. ઘણા દેશોમાં આરોગ્ય સુવિધાઓનો અભાવ જોવા મળે છે. વિશ્વનાં દેશોમાં સાબુ અને ચોખ્ખા પાણીની અછત પ્રર્વતી રહી છે. ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, નાઈઝીરીયા, પોગ્ગો, ઈન્ડોનેશિયામાં મળીને ૫ કરોડ લોકોને હાથ ધોવાની પુરી વ્યવસ્થા ન હોવાને કારણે કોરોનાનું જોખમ રહેલું છે. આ માટે હેન્ડ સેનેટાઈઝર અને પાણીના ટાંકા જેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ પરંતુ લાંબાગાળાના આયોજનની જરૂરીયાત છે. વર્ષે ૭ લાખ લોકો હાથની સફાઈની અવ્યવસ્થાને કારણે મૃત્યુ પામે છે. વિશ્ર્વમાં ૨૫ ટકા લોકો પાસે હાથ ધોવાની પુરી વ્યવસ્થા નથી. ૧૯૯૦ થી ૨૦૧૯નાં સમયગાળાના આ સર્વેમાં આ વાત બહાર આવી છે.
જે દેશોએ સેનીટાઈઝેશનની હયાત વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કર્યો છે તેવા દેશોમાં સાઉદી અરબ મોરકકો, નેપાલ અને તાનઝાનિયાનો સમાવેશ થાય છે. જોકે આ સર્વેમાં હાથ ધોવાની વ્યવસ્થાની ઉપલબ્ધી માટે બિનરહેણાંક સંકુલો જેવા કે શૈક્ષણિક સંસ્થાનો કાર્યસ્થળ, આરોગ્ય કેન્દ્ર, બજારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. માત્ર રહેણાંક વિસ્તારોમાં હાથ ધોવાની સુવિધા કેટલી છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ આ મહિને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, કોવિડ-૧૯નાં આક્રમણનાં પ્રથમ વર્ષે જ આફ્રિકામાં ૧.૯૦ લાખ લોકોનાં મૃત્યુ થયા હતા. ૪.૪૦ કરોડ ખંડીય વસ્તીના લોકોમાંથી મોટાભાગના લોકોને કોરોના ભરખી ગયો હતો. માત્ર હાથ ધોવાની વ્યવસ્થાના અભાવે ભારતમાં પણ ૫ કરોડ લોકો ઉપર કોરોનાનું જોખમ લટકી રહ્યું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.
સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા જરૂરી
દેશમાં લોકોના આરોગ્ય માટે વર્ષો વર્ષ ખર્ચ વધતો જતો હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં ગાંધી જયંતીથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું અને લોકોએ પણ આ અભિયાનને ઉપાડી લીધુ હતું. આમ છતાં દેશનાં ઘણા વિસ્તારોમાં આ અભિયાનથી બહુ અસર થઈ નથી અને લોકોમાં પુરતી જાગૃતિ આવી નથી. આપણી સંસ્કૃતિ અને પુરાણોમાં પણ સ્વચ્છતા રાખવા અને હાથ ધોવાની પરંપરાનું મહત્વ છે. હાલના ઝડપી સમયમાં લોકો પોતાથી જાતની પુરતી સ્વચ્છતા રાખતા નથી જેથી સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ રહી છે.