ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડની તથા ગુજકેટની પરીક્ષાના વિધાર્થીઓ, વાલીઓ અને આચાર્યોને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જે નંબર જાહેર કરાયા છે તે નંબર પર સવારે ૧૦.૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી પૂછપરછ કરી શકાશે એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

ધો.૧૦, ૧૨ અને ગુજકેટની પરીક્ષાને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. લેખિત રજૂઆત કે અરજી ઇ-મેલ આઇડી પર કરવાની રહેશે. કોરોના રોગચાળાની સ્થિતિને અનુલક્ષીને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

કોરોના મહામારીને અટકાવવા લોકડાઉન-૪ ચાલી રહ્યું છે ત્યારે ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ, ધો.૧૦ અને ગુજકેટની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ, વાલીઓ, શાળાના આચાર્યોને પરીક્ષાને લગતા પ્રશ્નો અને મૂંઝવણ દૂર કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં ધો.૧૦ ના પ્રશ્નો માટે બી.એ.ચૌધરી ૬૩૫૯૪૧૮૯૮૮, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ પરીક્ષા માટે વી.જે.દેસાઇ ૭૫૬૭૯૧૮૯૬૮, ધો.૧૨ સામાન્ય પ્રવાહના પ્રશ્નો બી.સી.પટેલ ૭૫૬૭૯૧૮૯૩૮ પર સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૩૦ કલાક દરમ્યાન પૂછી શકાશે. કોવીડ-૧૯ ની સ્થિતિમાં ટપાલ સેવા બંધ છે આથી વિધાર્થી, વાલી કે આચાર્યએ લેખિત રજૂઆત કે અરજી કરવી હોય તો ધો.૧૦માટે gshsebexam sscgmail.com, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટમાટે gshsebexam sciencegmail.com, અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે gshsebexam generalgmail.com પર કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.