જૂનાગઢએ હાલમાં ગુજરાતમાં ગ્રીન જોન માં છે પરતું ત્યાં પણ હવે કોરોના પ્રસરતો જાય છે
જુનાગઢ જિલ્લાનાં કેશોદમાં વધુ 3 કેસ પોઝિટિવ સામે આવ્યા છે અને તેનાં દ્વારા તંત્રમાં દોડધામ વધી ગઈ છે તે લોકોને કેવી રીતે કોરોના થયો અને હાલમાં તેઓ કોને-કોને સંપર્કમાં આવ્યા હતા તે બાબતે તપાસ તેજ કરાઇ છે.
કેશોદમાં એક સાથે ત્રણ કેસો પોઝિટિવ આવતા લોકોમાં ચિતા અને ભયનું વાતાવરણ સર્જાયું છે જેના કારણે લોકો પણ કોરોના પ્રત્યે વધારે સતર્ક રહે અને ધ્યાન રાખે તેવી તાકીદ કરાઇ છે.
મુંબઈ થી કેશોદ બસ માં આવ્યા હતા તેથી તેઓ પહેલેથી સંકર્મિત હતા કે કેમ તે તપાસ થઈ રહી છે ?
ગત તા. ૧૬મી સાંજે કેશોદમાં આવ્યા હતા અને ત્યારથી તેઓ કેટલા લોકોને મળ્યા અને કોની કોની સંપર્કમાં આવ્યા તે અંગે હવે તંત્ર ધંધે લાગ્યું છે.
હાલના પોઝિટિવ કેસમાં એક પુરુષ અને બે મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા છે
જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 17 કેસ નોંધાયા
હાલમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા કુલ 13 છે અને તેમાંથી 4 લોકોને રજા આપી દેવાય છે.