૫૫ દિવસ ના લોકડાઉન બાદ છુટ આપવા છતાં ત્રણ ત્રણ દિવસ બાદ પણ ગીર – સોમનાથ જિલ્લા માં પાન – બીડી તમાકુ સોપારી નાં હોલ સેલરો દ્વારા યેન કેન પ્રકારે ધંધા શરૂ ન કરાતા જિલ્લાભર માં અનેક તર્ક વિતર્ક શરૂ થઈ આવેલ છે.
ત્યારે આ બાબતે ગીર – સોમનાથ જીલ્લા કોંગ્રેસ આગ્રણી ભગુભાઈ વાળા દ્વારા આ બાબતે તપાસ કરાતા હોલસેલર વેપારીઓ ઝગડા તેમજ લૂંટફાટ થવાની દહેશત વચ્ચે ભય નું કારણ આગળ ધરી રહેલ છે. ત્યારે આ બાબતે કોંગ્રેસ અગ્રણી દ્વારા એસ. પી ને લેખીત રજુઆત કરી યોગ્ય કરવા માંગણી કરેલ છે.
ભગુભાઈ વાળા એ આ બાબતે વધુમાં જણાવેલ કે. ગીર સોમનાથ જિલ્લા માં આ સઁબઁધે કાલા બજાર ની બૂમો ઉઠેલ હોઈ સાથે સાથે લાખો લોકો નું આર્થિક શોષણ થઇ રહેલ છે જેથી સરકાર શ્રી નાં આદેશ મુજબ યોગ્ય અને અસરકારક પગલાં રૂપે યોગ્ય રક્ષણ સાથે વેપાર ધન્ધા પૂન : શરુ કરાવવામાં આવે તે જરૂરી છે.
આવા વખતે ખુબજ ભીડ એકઠી થવા ની શક્યતા નાં કારણે કોઈજ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈજ પ્રકારની લૂંટ ફાટ ન થાઈ અને ભય નાં માહોલ વચ્ચે જીવતા હોલસેલ નાં વેપારીઓ મુક્ત મને ધન્ધો રોજગાર મેળવી શકે અને આમ જનતા ને મોટી રાહત મળી શકે એમ હોઈ જેથી પોલીસ તંત્ર તરફથી યોગ્ય સહકાર આપવા લેખીત રજુઆત કરવામાં આવેલ હોવાનું અખબારી યાદી માં જણાવાયું છે.