હાલમાં લોકડાઉન 4.0 શરૂ થયું અને ઉધોગોને છૂટ મળેલ છે ત્યારે રાજકોટના શાપર વેરાવળમાં ઉધોગો ફરી ધમધમતા થયા છે.
હજી ઉદ્યોગોની ગાડી પાટે ચડે તે પહેલા જ રાજકોટના શાપર-વેરાવળમાં આવેલ અવધ કોટન મિલમાં આગ લાગી હતી અને જોત જોતાં માં ભીષણ રૂપ ધારણ કરેલ હતું.
આ આગને બુજાવવા માટે રાજકોટ અને ગોંડલની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટના સ્થળેથી કોઈ જાનહાનિ થઈ નથી અને હાલ પરિસ્થિતી સંપૂર્ણ કંટ્રોલમાં છે.