કોરોના વાયરસ સામે લડવા માટે હ્યુમીનીટી પાવર વધારવા ફિઝિકલ એક્ટિવિટી ખૂબજ આવશ્યક
ફિટનેશ ઇન્ડસ્ટ્રીઝની લોકડાઉનમાં પરિસ્થિતિ વિશે એથલેટસીઝમ
ફિટનેશ કલબના માલિક હાસીમ રાઠોર સંધીએ “અબતક સાથે કરી ચર્ચા
રોગ પ્રતિકારક શક્તિ વધારવા લોકડાઉન બાદ ફિટનેશ ઇન્ડસ્ટ્રીઝની તૈયારીઓ
કોરોના કોવિડ ૧૯ ના ફેલાવાને અટકાવા માટે સરકાર દ્વારા લોકડાઉનના નિર્ણયને બિરદાવીએ છીએ. પરંતુ હર એક નિર્ણયના સારાઅને ખરાબ બે પાશા હોય છે. જેમ કે તમામ ઇન્ડસ્ટ્રીઝની જેમ ફિટનેસ ઈન્ડસ્ટ્રીઝને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને આ ઇન્ડસ્ટ્રીઝ લોકોના આરોગ્ય લર મહત્વ આપી દેશના લોકોને તંદુરસ્ત બનાવવા મહત્વનો ભાગ ભજવે છે. તેવા પ્રોફેશનલ જીમના હાલ બેહાલ થયા છે. જેના માટે લોકડાઉનમાં પણ ફિટનેસ મંત્રા અને દુનિયાની મહામારી કોરોના સામે રક્ષણ મેળવવા હ્યુમીનીટી પાવર કેમ વધારવો તથા ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝની લોકડાઉનમાં પરિસ્થિતિ વિશે જણાવતા સર્ટિફાયડ ફ્રોમ અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન અને એમબીએ ઇન હોસ્પિટાલીટીઝ ફર્સ્ટ ઇન મહારાષ્ટ્ર અને રાજકોટના ખ્યાતનામ એ.એફ.સી. જીમના માલિક તથા વિવિધ દેશભરની ફિટનેસ બ્રાન્ડ સાથે સંકળાયેલા હાસીમ રાઠોર સંધીએ “અબતક” સાથે ખાસ ચર્ચા કરી હતી. બેરોજગારી અને કોરોના સામે લડવા માટે જેટલું સ્માર્ટ વર્ક જરૂરી છે તેટલું જ હાર્ડ વર્ક જરૂરી છે. દરેક ઘરમાં કોરોના વોરીયર્સ છે પણ લડત આપવી અનિવાર્ય છે જેનાથી આપણે આ મહામારીથી જલ્દીથી મુકત થશું તેવી ભગવાનને પ્રાર્થના છે તેવું એએફસી જીમનાં માલિક હાસીમ રાઠોર સંધીએ જણાવ્યું હતું.
પ્રશ્ન:- આરોગ્ય વિભાગ દ્વારા હ્યુમીનીટી પાવર અને સેલ્ફ પ્રોટેકશન સુચનામાં ફિઝીકલ ફિટનેશ કેટલી મહત્વની?
જવાબ:- કોરોના વાયરસ માટે હજુ કોઈ દવા કે રસી શોધવામાં મેડિકલને સફળતા મળી નથી પરંતુ શરીરમાં હ્યુમીનીટી પાવર વધારી માત્ર એક વિકલ્પ દ્વારા જ વાયરસ સામે લડી શકાય છે જેના માટે સપ્લીમીનીટેશન અને ફિઝીકલ એકટીવીટી ખુબ જ મહત્વનાં પાસા છે પરંતુ તેના માટે માત્ર ડાયટ અને ફિઝીકલ એકટીવીટી જરૂરી નથી પરંતુ આ બંનેનું સચોટ જ્ઞાન અને સમન્વય જરૂરી છે. એક જ સરખી ફિઝીકલ એકટીવીટી કરવાથી શરીર ટેવાઈ જાય છે તેમાં વિવિધતા હોવી જરૂરી છે જેનાથી શરીર જલ્દીથી થાકે છે અને બોડીને વધારે ઓકિસજન મળી શકે છે. જેના દ્વારા શરીરમાં હ્યુમીનીટી પાવર વધે છે અને કોરોના સામે લક્ષણ મળી શકે છે. જયારે સપ્લીમીનીટેશન વધારવા માટે વિટામીનની દવાઓ દરેક વ્યકિતઓ ડાયઝેસ્ટ કરી શકે તેવી તાસીર હોતી નથી. ડાયઝેસ્ટ સરખું ન થવાથી શરીરમાં વિટામીન સરખું ભળી શકતું નથી જેથી બોડીને હ્યુમીનીટી પાવર અસર કરતો નથી. વેલ પ્લાન્ડ ડાયટ અને ફળફળાદી વસ્તુઓ પણ ખાવાથી શરીરની રચના પ્રમાણે અસર કરે છે.
પ્રશ્ન:- શું લોકડાઉનમાં ઘરે રહીને ફિઝીકલ એકટીવીટી શકય છે ? કેવી રીતે?
જવાબ:- પ્રોફેશનલ ફિટનેસ કલબ અને ઘર વર્કઆઉટ કરવામાં લોકોનાં જુદા જુદા માઈનસેટ જોવા મળે છે. જીમમાં આવતા મેમ્બર્સ દ્વારા ઘરે વર્કઆઉટ થતું નથી. અમુક વર્કઆઉટમાં વેરીયેશન મળતું નથી જેમાં ઘરે વર્કઆઉટમાં એકટીવીટીઝ માટે સાધનોનો પણ અભાવ રહે છે. જયારે ફિટનેસ કલબમાં આવી લોકોને જે મોટીવેશન મળે છે તે ઘરમાં શકયતા રહેતી નથી એટલે આખરે ઘરમાં રહી વર્કઆઉટ કરવું બધા માટે શકય નથી. જીમમાં આવતા મેમ્બરોને ટાર્ગેટ સાથે ફિઝીકલ એકટીવીટીઝ કરાવવામાં આવે છે જે ઘરમાં રહી તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. લોકડાઉન બાદ જયારે એથ્લેટીઝમ ફિટનેસ કલબ ફરી શરૂ કરવામાં આવશે ત્યારે પુરતી તકેદારીઓ સ્વરૂપે ઓપરેશન થિયેટરમાં વપરાતું બેસોલીસીડ એકસ્ટ્રા નામનું સેનીટાઈઝર તમામ સાધનો અને જીમમાં આવતા મેમ્બરોને વપરાશ કરાવી સ્વચ્છ રાખવામાં આવશે. જયારે લોકડાઉન બાદ એએફસી જીમમાં આવતા મેમ્બરોને બહારનાં શુઝ પહેરવા પર પ્રતિબંધ રહેશે. આ સાથે ફેસ માસ્ક અને કવર પણ ફરજીયાત પહેરવાનું રહેશે અને હર એક બેંચ માટે એક કલાકનો સમયગાળો ફાળવવામાં આવશે. જયાં સુધી કોરોનાની મહામારી રહેશે ત્યાં સુધી જીમમાં સ્ટીમ બાદ અને સાવર બંધ રાખવામાં આવશે. લોકડાઉન બાદ ફિટનેેસ કલબમાં આવતા હર એક મેમ્બરો માટે પુરતી તકેદારી રાખવામાં આવશે.
પ્રશ્ન:- લોકડાઉનની ફિટનેસ ઈન્ડસ્ટ્રીઝ પર કેવી અસર થઈ છે?
જવાબ:- આ વિશે માહિતી આપતા એથ્લેટીઝમ ફિટનેસ કલબનાં માલિક હાસીમ રાઠોર સંધીએ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રોફેશનલ જીમ શરૂ કરવા માટે ખુબ મોટું રોકાણ કરવામાં આવે છે તેના માટે માલિકોએ બેંકોમાંથી મોટી લોન લીધી હોય છે. પ્રોફેશનલ ફિટનેસ કલબનાં માલિકોએ લોન લીધી હોવાથી તેની ભરપાઈ તો કરવાની ફરજીયાત રહે છે સાથે જીમનાં સાધનો, જીમનું મેન્ટેનન્સ અને ટ્રેનરોને રોજગારી અને અન્ય ખર્ચાઓ સાથે રહેતા હોય છે જેના લીધે પ્રોફેશનલ ફિટનેસ કલબનાં માલિકોને જાવક ચાલુ જ રહે છે. આવકનાં નામે શૂન્ય મળે છે. ફિટનેસ ઈન્ડસ્ટ્રીઝ દેશનાં લોકોને ફિટ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. જયારે લોકડાઉનનાં ચોથા તબકકામાં સરકાર દ્વારા અન્ય સેકટરોમાં સારા કામ કર્યા છે જે બિરદાવવા લાયક છે. તેવી જ રીતે સરકાર દ્વારા ફિટનેસ ઈન્ડસ્ટ્રીઝની સમસ્યાઓને ધ્યાનમાં રાખી ફિટનેસ ઈન્ડસ્ટ્રીઝ સેકટરમાં પણ વિચારવા માટે એએફસીનાં માલિક હાસીમ રાઠોર સંધીએ વિનંતી કરી છે.
પ્રશ્ન:- અન્ય વ્યવસાય સાથે ફિટનેસ કલબને સરખાવી શકાય?
જવાબ:- દેશનાં હિત માટે કાર્ય કરતા ફિટનેસ ઈન્ડસ્ટ્રીઝને અન્ય વ્યવસાય જેવા કે હોટલ, રેસ્ટોરન્ટ, સ્વિમીંગપુલ, મોલ, મલ્ટીપ્લેકસ સિનેમા જેવા વ્યવસાય સાથે સરખાવવામાં આવે છે પરંતુ અન્ય વ્યવસ્થામાં માનવ મેળામણ થતો હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી પરંતુ પ્રોફેશનલ ફિટનેસ કલબમાં ફિઝીકલ એકટીવીટી માટે વપરાતા સાધનો વચ્ચે પણ ઓછામાં ઓછું ૩ ફુટનું અંતર રહેતું હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે છે જેમાં માત્ર ગ્રુપ એકટીવીટીમાં થોડુ ધ્યાન રાખવામાં આવે છે. ગ્રુપ એકટીવીટીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે મેમ્બરોને સમય પ્રમાણે એન્ટ્રી આપવાનું પણ નકકી કરવામાં આવ્યું છે જેથી અન્ય વ્યવસાયો સાથે ફિટનેસ ઈન્ડસ્ટ્રીઝને સરખાવી ન શકાય.
પ્રશ્ન:- લોકડાઉન બાદ ફિટનેસ કલબ ફરી શરૂ કરવા માટે કેવી તૈયારીઓ કરવામાં આવશે?
જવાબ:- લોકડાઉન બાદ તમામ પરીબળોને ધ્યાનમાં રાખી ફરીથી ફિટનેસ કલબ ધમધમતું કરવા માટેની તૈયારીઓમાં હાસીમ રાઠોર સંધીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી હળવી થયા બાદ લોકડાઉન બાદ જયારે ફિટનેસ કલબ ફરી કાર્યરત કરવામાં આવશે. એક કલાકની બેન્ચનો સમયગાળો રાખી મેમ્બરોને બેન્ચવાઈઝ એન્ટ્રી આપવામાં આવશે. મેમ્બરોને તકેદારીરૂપે હેન્ડ ગ્લોબ્ઝ, ફેસ માસ્ક તથા ફેસ કવર સાથે જીમનાં અલગથી શુઝ, વોટર બોટલ જેવી ચીજવસ્તુઓ ફરજીયાત સાથે રાખવાની રહેશે જયાં સુધી કોરોનાની મહામારી છે ત્યાં સુધી ફિટનેસ કલબમાં સ્ટીમ બાર અને સોના બાર પર પ્રતિબંધ રાખવામાં આવશે. બેન્ચનાં સમયગાળા પણ લોકોની અનુકૂળતાએ ગોઠવવામાં આવશે. ગૃહિણીઓ માટે સ્પેશિયલ
બપોરે બેન્ચ શરૂ કરવામાં આવશે જેથી કરી મેમ્બરોનાં સમયગાળા સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય રહે.
પ્રશ્ન:- લોકડાઉનમાં કોઈ શારીરિક પ્રવૃતિઓ ન થતા બેઠુ જીવન શરીર પર કેવી અસર કરે છે?
જવાબ:- લોકડાઉનમાં નમાત્ર ફિટનેસ કલબમાં આવતા પરંતુ કાર્યક્ષેત્ર પણ બંધ થઈ જતા લોકોની શારીરિક પ્રવૃતિઓ પર રોક લાગી છે. જે કાંઈ ફિઝીકલ એકટીવીટી થતી હોય તે ન થતા બેઠા-બેઠા શરીરમાં મેદસ્વીપણુ આવી જાય છે. જેનાથી કોરોના સામે લડવા માટે જરૂરી હ્યુમીનીટી પાવર શરીરમાં ઘટે છે અને અન્ય બિમારીઓને પણ નોતરે છે જેના માટે લોકોએ ફિઝીકલ એકટીવીટીને લાઈફલાઈન બનાવવી જોઈએ જેનાથી કોરોના સામે લડવા શરીરમાં હ્યુમીનીટી પાવર વધારી શકાય.
પ્રશ્ન:- બ્લડપ્રેશર, સુગર, ડાયાબીટીસ જેવી બિમારીઓ ધરાવતા લોકોને હ્યુમીનીટી પાવર વધારવા માટે શું કરવું?
જવાબ:- હાલની પરિસ્થિતિમાં બ્લડપ્રેશર, સુગર અને ડાયાબીટીસ જેવી બિમારીઓનો લોકો ભોગ બની રહ્યા છે. આવી બિમારીઓથી લડવા માટે તબીબો ફિઝીકલ એકટીવીટીને પ્રાધાન્ય આપે છે. એએફસી જીમમાં આવતા ૭૦ ટકા લોકો મેડિકલ હિસ્ટ્રી ધરાવે છે. જેની સામે લડવા વેલ પ્લાન્ડ ડાયટ અને વેલ પ્લાન્ડ ફિઝીકલ એકટીવીટી મદદરૂપ થઈ શકે છે અને ફિઝીકલ એકટીવીટીથી કોરોના વાયરસ સામે લડવા જરૂરી હ્યુમીનીટી પાવર વધારી શકાય છે.