બંગાળનાં અખાતમાંથી શરૂ થયેલા અને ૧૮૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાયેલા વાવાઝોડા અમ્ફાને બુધવારે ઉતર ઓરિસ્સામાં સમાયા પહેલા પ.બંગાળને ધમરોળી નાખ્યું હતું અને ૧૦ થી ૧૨ જીવન ભરખી લીધા હતા. રહેણાંક મકાનો અને વૃક્ષો, ઈલેકટ્રીક થાંભલાઓ કલાકનાં આ વાયુતાંડવ દરમિયાન દિવાસળીની જેમ ઉડાડી નાખ્યા હતા. દક્ષિણ બંગાળ અને કલકતામાં અમ્ફાનની સવિશેષ તારાજી જોવા મળી હતી. જયારે ઓરિસ્સાના સુંદરવન અને દ.બંગાળનાં ૬ જીલ્લાઓમાં આ વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી હતી અને ૧૫૫ થી ૧૬૫ કિમીની ઝડપે વાવાઝોડા દરમિયાન ચક્રવાત અને ભારે વરસાદથી બપોરનાં ૨:૩૦ વાગ્યે સાગરટાપુમાં ભુસલખનની ઘટના સામે આવી હતી અને સાંજે ૫ વાગ્યાના સુમારે ઉતર કોલકતા સહિતનાં વિસ્તારોમાં ૧૦૦ કિમીની ઝડપે પવન ફુંકાયો હતો.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપેલી વિગતો મુજબ આ તાંડવમાં ૧૦ થી ૧૨ વ્યકિતઓના મૃત્યુ નિપજયાની આશંકા અને હજુ કેટલું નુકસાન થયું છે તેનો અંદાજનો સાચો આંક હવે પછી આવશે. હાવરાના શાલીમારમાં એક અને ઉ.ચોવિસ પ્રગંણામાં ૨ મૃત્યુની સાથે દ.બંગાળમાં વાવાઝોડાએ અનેક મકાનોને મોટુ નુકસાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. કોલકતા અને આસપાસનાં વિસ્તારનો મોટી રાત્રો ટ્રાન્સફોરમર બળી જવાના કારણે લાંબો સમય સુધી વિજળી ગુલ થઈ ગઈ હતી અને સાથે સાથે મોબાઈલ અને બ્રોડબેન્ડ પણ ઠપ્પ થઈ ગયું હતું. બંગાળની સાથે સાથે અમ્ફાનની અસરમાં આવેલા ઓરિસ્સામાં તંત્ર દ્વારા હવામાન વિભાગની અમ્ફાનની આગાહીને લઈને ૩ દિવસથી સલામત સ્થળાંતર અને પાંચ લાખથી વધુ લોકોને સતર્ક બંગાળમાં અને ૧.૫૮ લાખ લોકોને ઓરિસ્સામાં સ્થળાંતરીત કરી લેવાતા ઓરિસ્સાની આ અગમચેતીના કારણે અમ્ફાનના આ ઉપદ્રવ છતાં એક પણ જાનહાની થઈ નથી.
મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને દક્ષિણ અને ઉતર ચોવિસ પ્રગંણાના વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજદ્વારી રીતે નહીં પણ માનવતાનાં ધોરણે સહાયભૂત થવા અપીલ કરી હતી. અમ્ફાન સૌથી વધુ ખરાબ અસર હાવરામાં થઈ છે સાથો સાથે સુંદરવન પથ્થર પ્રતિમા, બસંતી, નમખાના, કુલટાલી, બરોઈપુર, સોનાપુરુ, ભાંગાર સહિતનાં દક્ષિણ ચોવિસ પ્રગંણાના વિસ્તારોમાં સૌથી વધુ વિસ્તારોમાં અસર થઈ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, નુકસાન અને મૃત્યુનો આંક વધવાની દહેશત થઈ છે અને એક દિવસમાં ૫ લાખથી વધુ લોકોને સલામત રીતે ખસેડી નથી શકયા. ૨૦૦૯માં આવેલા વાવાઝોડા અપલાની સમકક્ષ અમ્ફાનમાં સ્થળાંતરીત પ્રક્રિયા ધીરી હતી. અમ્ફાનમાં ૧૧૦ તો અપલામાં ૧૦ના ગુણોતરની નુકસાન થયું હતું. સ્થાનિક હવામાન કેન્દ્ર મહાનિર્દેશક જીકેદાસે અમ્ફાનને સદીનું સૌથી શકિતશાળી વાવાઝોડુ અને તીવ્રતામાં ઐયલા કરતા ખુબ જ વધુ ગતિવાળુ વાવાઝોડુ બતાવ્યું હતું. બહુમાળી ભવનમાં રહેનારા લોકોએ આ અગાઉ કયારેય આવા ભયંકર વાવાઝોડાનો અનુભવ નહીં કર્યું હોય. ૪૦માં માળે રહેનાર લોકોએ રીતસર ઝઝાંવત અને ઈમારતને હાલક-ડોલક થતી હોવાનો અનુભવ કર્યો હતો. અનેક ઘરની બારીઓ ફ્રેમ સહિત ઉખડી જવા પામી હતી. કોલકતાના પીએમ બાયપાસ પર આવેલા અરબાના કોમ્પલેક્ષનાં રહેવાસી દેવજાની મુખર્જીએ અમ્ફાનનું ભયંકર જાત અનુભવ કર્યું હતું. બંગાળમાં સૌથી પહેલા કોવિડ-૧૯ને મ્હાત આપનાર સરોજીની મુખર્જીનાં પરિવારે જણાવ્યું હતું કે, મુદુરદાહમાં અમ્ફાનનો સૌથી ભયંકર અનુભવ થયો હતો. પહેલા મહામારી અને હવે વાવાઝોડુ, અમે કયારેય આ પરિસ્થિતિની કલ્પનાં પણ કરી ન હતી પરંતુ આ પરિસ્થિતિ ટુંક સમયમાં રાબેતા મુજબ થઈ જશે તેવી આશા વિકાસ મુખર્જીએ વ્યકત કરી હતી.
ઓરિસ્સાનાં ઉતરમાં આવેલા બાલાસોર, ભદ્રક જગત સીંગપુર, કેન્દ્રાપાડા જીલ્લાઓમાં પસાર થયેલા અમ્ફાનએ ચાંદીપુર, બાલાસોરના દરિયાકિનારાને બાયપાસ કરી મોટાભાગના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. ગયા વર્ષે વાવાઝોડાથી ખુબ જ અસર પામેલા મંદિરોનાં શહેરપુરીમાં આ વખતે અમ્ફાનથી કોઈ નુકસાન થયું ન હતું. ભુનેશ્ર્વર અને કદકમાં પણ કોઈ અસર થઈ ન હતી પરંતુ પાણીમાં અંડર ક્રમનો અનુભવ થયો હતો. રાજયમાં વિકટ પરિસ્થિતિ વચ્ચે કમિશનર પ્રદિપકુમાર દ્વારા ખાસ રાહત કાર્યવાહીની જાહેરાત કરી હતી. હવામાન વિભાગ દ્વારા સમયસરની આગાહી અને યોગ્ય રીતે કરવામાં આવેલી વ્યવસ્થાને કારણે અમ્ફાનની વિપરીત અસરનું પ્રમાણ ખુબ ઓછુ રહ્યું હતું. ભારે પવન અને વરસાદ અને દરિયાના મોજાની કરેલી આગાહી મુજબ જ તોફાનનું રૂપ ધારણ થયું હતું. સમયસરની આગાહી અને યોગ્ય વ્યવસ્થાપનને કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રનું કામ આત્મવિશ્ર્વાસથી થયું હતું તેમ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું.