વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો આ લોકડાઉનના કારણે નવરા પડેલા સ્થાનાંતરીતો રઘવારમાં પોતાના વતનમાં પરત ફરવાં ઉતાવળા બનવા લાગ્યા હતા. જેથી, તાજેતરમાં કેન્દ્ર સરકારે આવા સ્થાનાતરીતોને જેમના વતનમાં જવાની મંજુરી આપી હતી આ સ્થાનાંતરીતો પોતાના વતનમાં પરત ફરતા આ રાજયોમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની જવા પામી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા દોઢ માસમાં ર૦ લાખ સ્થાનાંતરીતો દેશના વિવિધ વિસ્તારોમાંથી પોતાના વતનમાં પરત ફર્યા છે. જેમાંથી ચોથા ભાગના સ્થાનાંતરીતો કોરોનાના કેરીયર બન્યા છે છેલ્લા બે સપ્તાહમાં ઉત્તરપ્રદેશમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાંથી ૭૦ ટકા સ્થાનાતરીતોના કારણે નોંધાયા છે.
ઉત્તર પ્રદેશના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું છે કે દેશના વિવિધ વિસ્તારોમાંથી વતન પરત ફરેલા સ્થાનાંતરીતોમાંથી મળ્યા હતા. હાલ રાજયમાં ૪.૭૫ લાખ કરતા વધારે સ્થનાંતરીતોને હોમ કવોરન્ટાઇઝ કરવામાં આવ્યા છે. આ હોમ કવોરન્ટાઇન થયેલા સ્થાનાંતરીતોની આશા વર્કરો દ્વારા નિયમિત આયોગ્યની ચકાસણી કરવામાં આવે છે. આવી આરોગ્ય ચકાસણી દરમ્યાન ૫૬૫ સ્થાનાતરીતોમાં કોરોના લક્ષણો જોવા મળ્યા હતાં. જેમાંથી ૧૧૭ સ્થાનાતરીતોની કોરોના અંગેની લેબ ટેસ્ટ કરવામાં આવતા ર૭ પોઝિટીવ કેસો જયારે ૯૧ સ્થાનાતરીતોમાં કેસો નેગેટીવ આવ્યા હતા. આ કેસોના કારણે યુ.પી.માં નોંધાયેલા કોરોનાના કેસોમાંથી રર.૨ ટકા સ્થાનાંતરીતોનું પ્રમાણ નોધાયું છે.
જયારે કર્ણાટકમાં આ માસના પ્રારંભથી ર૦ દિવસ સુધીમાં નોંધાયેલા કોરોનાના ૮૯૭ પોઝીટીવ કેસોમાંથી ૪૩૩ એટલે કે ૪૪ ટકા કેસો અન્ય રાજયોમાંથી સ્થાનોતરીતોના નોંધાયા છે. કર્ણાકના સ્થાંનાંતરીતોમાં જે કેસો નોંધાયા છે જેમાં મહારાષ્ટ્રમાંથી આવેલા ૩રર સ્થળાંતરીતો, ગુજરાતથી આવેલા ૫૯ અને રાજસ્થાનથી પરત આવેલા ૩૧ સ્થાનાંતરીતોનો સમાવેશ થાય છે. આમ, દેશભરમાંથી સ્થાનાંતરીતોની પોતાના વતન તરફથી હિજરતના કારણે દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં ગઇકાલે સૌ પ્રથમ વખત ૫૩૭૬ નવા કેસો નોંઘયા છે. જેના કારણે દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ૧,૧૦,૮૧૪ એ પહોંચી જવા પામી છે.
દેશભરમાંથી સ્થાનાંતરીતોની પોતાના વતન તરફની હિજરત ચાલુ હોય આગામી ૧૦ દિવસમાં કોરોનાની સ્થિતિ જોખમી બનશે જેથી આશંકા વ્યકત થઇ રહી છે.
રાજયમાં કોરોનાની આફત યથાવત ૩૯૮ પોઝિટીવ કેસ, ૩૦ના મોત
રાજ્યમાં કોરોનાની આફત યથાવત રહી છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ ૩૦૦થી વધુ પોઝિટીવ કેસ અને ૨૦થી વધુ દર્દીના મોત નોધાયા છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં પણ રાજયમાં વધુ ૩૯૮ કેસોના પોઝિટીવ કેસ અને ૩૦ દર્દીઓના મોત નિપજયા છે. આ સાથે રાજફમાં કુલ કોરોના સંક્રમણનો આંક ૧૨,૫૩૯ પર પહોચ્યો છે. જયારે કુલ મુત્યુઆંક ૭૪૯ થયા છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાના ફેલાવા પર થોડો અંકુશ જળવાયો હોય તેમ પોઝિટીવ કેસની સંખ્યા ઘટવા જોવા મળી છે. ગઇ કાલે સૌરાષ્ટ્રના ત્રણ જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસ નોધાયા છે જેમાં લાંબા સમયથી બાકાત રહેલા જૂનાગઢ જીલ્લામાં પણ કોરોના સંક્રમણ વધ્યુ છે. જૂનાગઢના કેશોદ તાલુકામાં પણ કોરોનાએ પગ-પેસારો કર્યો છેફ. મુંબઇથી આવેલા કેશોદના ૪૬ વર્ષના પુરૂષના સેમ્પલ મેળવી રિપોર્ટ કરાવતા તેને કોરોનાનો ચેપ હોવાનુ જાણવા મળ્યુ હતું. આ સાથે જૂનાગઢમાં કુલ કોરાના ગ્રસ્તની સંખ્યા ૧૩ પર પહોચી છે.
રાજયમાં કોરોના વાયરસનું એપસિેન્ટર અમદાવાદમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે. ગઇ કાલે વધુ અમદાવાદમાં ૨૭૧ પોઝિટીવ કેસ નોધાતા કુલ છે.
સંક્રમિતોની સંખ્યા ૯ હજારની પાર પહોચી છે.
જયારે વધુ ૨૬ લોકોનો કોરોનાએ ભોગ લેતા અમદાવાદ જીલ્લાના કુલ મૃત્યુઆંક ૬૦૦ને પાર પહોચ્યો છે. જયારે સૂરતમાં પણ ગઇ કાલે વધુ ૩૭ કોરોના પોઝિટીવ કેસ નોધાયા છે. જેથી કુલ પોઝિટીવ કેસની સંખ્યા ૧૧૯૩ પર પહોચી છે. જયારે વધુ એક દર્દીનું મોત નિયજતા મૃત્યુઆંક ૮ પર પહોચ્યો છે. વડોદરામાં પણ કોરોનાના વધુ ૨૬ કેસનો નોધાતા કુલ પોઝિટીવ કેસ ૭૨૬ અને ૩૨ લોકોને કોરોના ભરખી ગયો છે.
રાજયમાં માત્ર નવસારી પોરબંદર, મોરબી અને અમરેલી જીલ્લામાં કોરોના સંક્રમણના કેસ નહીવત હોવાનુ જાણવા મળ્યુ છે. જયારે ડાંગ અને તાપી જીલ્લામાં હાલ કોઇ કોરોના પોઝિટીવ દર્દી ન હોવાથી કોરોનામુકત જાહેર કરવામાં આવ્યા છે.
જામનગર જીલ્લામાં પણ લોકડાઉન-૪ના તબકકામાં છૂટછાટ મળતા પ્રથમ દિવસે જ ૭ પ્રોઝિટીવ કેસ આવ્યા હતા. જયારે મયુરનગર વામ્બે આવાસમાં ત્રણ વર્ષના મહિલા અને વિકટરોરીયા ખૂબ પાસે પણ ૧૮ વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ૧ લાખ ૧૧ હજારને પાર: ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૫,૩૭૬ નવા કેસો
દેશભરમાંથી સ્થાનાંતરીતોને તેમના વતન પરત ફરવાની છૂટ અપાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન ૪માં લોકોને અનેક છૂટછાટ આપવામાં આવી છે. બજારમાં નીકળતા લોકોમાં સોશ્યલ ડીર્સ્ટનનો અભાવ જોવા મળતો હોય તથા સ્થાનાંતરીતો કોરોના કેરીયર બની રહ્યા છે. જેના કારણે દેશમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસોમાં રેકોર્ડબ્રેક ૫,૩૭૬ નોધાયા છે. આ નવા કેસોના કારણે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧ લાખ ૧૧ હજારને પાર થઈ જવા પામી છે. જે સામે કોરોનાના કારણે મૃત્યુની સંખ્યા પરમદિવસની ૧૪૬માં ગઈકાલે ઘટાડો થઈને ૧૩૫ થવા પામ્યો છે. આ ૧૩૫ દર્દીઓનાં મૃત્યુના કારણે દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા ૩,૪૩૫ એ પહોચી જવા પામી છે.
મહારાષ્ટ્રમાં ગઈકાલે ૨,૨૫૦ નવા કેસો નોંધાયા છે. જેના કારણે રાજયમાં કોરોનાના કેસોની સંખ્યા ૩૯,૨૯૭એ પહોચી જવા પામી છે. ગઈકાલે રાજયમાં કોરોનાના ૬૫ દર્દીઓનાં મૃત્યુ થવા પામ્યા હતા રાજયમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાંથી ૬૦ ટકા એટલે કે ૧,૩૭૨ કેસો મુંબઈ શહેરમાંથી આવ્યા છે.
નવા કેસોનાકારણે મુંબઈમાં સતત ચોથા દિવસે
૧૦૦૦ નવા કેસોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. મુંબઈ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૪,૧૧૮ એ પહોચી જવા પામી છે. જે દેશભરમાં કોરોનાના કુલ કેસોના ૪૦ ટકા સમાન છે. મુંબઈમાં ગઈકાલે કોરોનાના ૮૧ દર્દીઓના મૃત્યુ થવા પામ્યા છે. દિલ્હીમાં ૫૩૪ નવા કેસો સામે કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૧૦૦૦ને પાર થઈ જવા પામી છે.