બે દિવસ પહેલા રાજય સરકારે મોટાભાગના શહેરમાં તમામ ધંધા રોજગાર સરકારી ગાઇડ લાઇન મુજબ ખોલી નાખવાની જાહેરાત કરતાં
જ શહેરના ૯૦ ટકા ધંધા વેપારીઓએ ખુલ્લા મુકી દીધેલ પણ જેની બંધાણીઓ આતુરતાપૂર્વક રાહ જોતાતા તે પાન, માવા, બીડીની દુકાને બે દિવસ થયા પણ નહિ ખુલતા બંધાણીઓ ભારે નિરાશા વ્યાપી ગઇ છે ત્યારે આ અંગે શહેરના બીડી.પતાના વેપારી મે. લક્ષ્મીદાસ ગોરધનદાસ એન્ડ કાું. વાળા જગદીશભાઇ ગણાત્રાએ જણાવેલ કે અમો પહેલા દિવસે દુકાન ખોલી તો ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા આથી સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ પડેલ જો સોશિયલ ડિસ્ટન્ટ ન જળવાય તો વેપારીઓ ગ્રાહક સામે પોલીસ સાથે ઘર્ષણ થાય તે માટે અમો એ દુકાન બંધ રાખી અમો ગોડાઉનમાંથી માલ લઇ સીધા મેટાડોર વાહન દ્વારા ગામડે ગામડે નાના દુકાનદારોને ડિલેવરી કરી ચાલું કરી દીધેલ છે આથી ામડાવાળા લોકો શહેરમાં ન આવે અને સોશ્યલ ડિસ્ટન્સનો પ્રશ્ર્ન ઉભો ન થાય.