કોરોનાની મહામારી વચ્ચે વિશ્વ આખું હાલ જોખમમાં છે તેથી યોગ્ય સારવારએ આ મહામારીમાં જરૂરીયાત બની ગયુ છે જેમાં વેન્ટિલેટર્સ મુખ્ય જરૂરીયાત હતી એટલે કોઇપણ દેશ વેન્ટિલેટરની માંગને પહોંચી વળે તેવી પરિસ્થિતિમાં ન હતો. આવી પરિસ્થિતીમાં રાજકોટની જ્યોતિ CNC દ્વારા માનવતા દાખવી અને ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સ્વદેશી વેન્ટિલેટર વિકસીત કર્યું હતું.
વેન્ટિલેટરના નિર્માણ માટે રાજ્ય કે કેન્દ્રના લાયસન્સ જરૂરી નહીં
રાજકોટની જ્યોતિ સી.એન.સી.પ્રા.લી.એ ગુજરાતને જરૂરી તમામ ધારાધોરણો પ્રમાણે વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને, જરૂરી તમામ પરીક્ષણો અને પ્રમાણપત્રો મેળવ્યા પછી તા.18/04/2020એ પ્રથમ 10 વેન્ટિલેટર સરકારને સુપ્રત કર્યા હતા. સમગ્ર વિશ્વના તમામ દેશોમાં અને ભારતમાં પણ વેન્ટિલેટરની ભારે અછત અને જબરદસ્ત માંગ છે એવા સંજોગોમાં જ્યોતિ સી.એન.સી.એ અત્યાર સુધીમાં કુલ 866 નંગ જેટલા વેન્ટિલેટર સપ્લાય કર્યા છે અને તે પણ વિનામુલ્યે આપ્યા છે.
ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી.
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે પોંડેચેરી સરકારે 25, મહારાષ્ટ્ર સરકાર માટે એક દાતાએ 25 ઓર્ડર આપ્યા છે. તે સિવાય ભારત સરકારના એચ.એલ.એલ. લાઇફ કેર લી.એ ગુણવત્તા ચકાસીને 5 હજાર વેન્ટિલેટર્સ ખરીદવા ઓર્ડર આપ્યા છે.
સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ. ધમણ-1 વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું અનન્ય અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કંપનીએ ગુજરાતને 866 ધમણ 1 આપી માતૃભૂમિનું ઋણ ચૂકવ્યું
હાલમાં બનાવેલા ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. ધમણ-1 ના લાયસન્સની આજની તારીખે કોઈ આવશ્યકતા નથી. પણ જો ધમણ-1 ના ઉત્પાદકો રજીસ્ટ્રેશન કરાવવા કે લાયસન્સ લેવા ઈચ્છે તો તેના સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન માટે ઓક્ટોબર – 2021 સુધીનો સમય છે.
જ્યોતિ સી.એન.સી.એ સ્ટાન્ડર્ડ વેન્ટિલેટર માટે આઇ.એસ.ઓ. હેઠળ જરૂરી IEC 60601 માપદંડ મુજબ વેન્ટિલેટર્સનું નિર્માણ કર્યું છે.
ભારત સરકારની હાઇપાવર પ્રોક્યોર્મેન્ટ કમિટિના વેન્ટિલેટર માટેના જે માપદંડો છે તેને પણ ધમણ-૧ પરિપુર્ણ કરેલ છે. તેથી જ આ હાઇ પાવર પ્રોક્યોર્મેન્ટ કમિટિએ વેન્ટિલેટરના નિર્માણ-ખરીદી માટે જે 24 ઉત્પાદકોને માન્યતા આપી છે તેમાં પણ જ્યોતિ CNC નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ લેબોરેટરીએ પણ ધમણ-૧ને વેન્ટિલેટર તરીકે પ્રમાણીત કરીને સેફટી એન્ડ પર્ફોર્મન્સ ટેસ્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને મિકેનિકલ સેફ્ટીમાં ધારાધોરણ મુજબનું જાહેર કર્યું છે.
હાલમાં રાજકોટની જ્યોતિ CNC કંપનીએ ધમણ-૧નું નિર્માણ કરનારી ગુજરાતની કંપની જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ દ્વારા આવશ્યક એવા ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિક સર્ટીફીકેશન-IEC તથા સેફટી એન્ડ પર્ફોર્મન્સ ટેસ્ટ સર્ટિફિકેટ માટે ભારતની અધિકૃત અને માન્યતાપ્રાપ્ત એજન્સી-લેબોરેટરી ઇલેક્ટ્રોનિક એન્ડ ક્વૉલિટી ડેવલપમેન્ટ સેન્ટર-EQDC પાસેથી આ બંન્ને આવશ્યક ટેસ્ટ કરાવીને પ્રમાણપત્ર મેળવવામાં આવ્યા છે.
ધમણ-૧ ના ટેસ્ટ માટે કૃત્રિમ ફેફસાનું જરૂરી પરીક્ષણ પણ કરેલ છે
EQDC એ ભારત સરકારની નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ-NABL માન્યતા પ્રાપ્ત લેબોરેટરી છે
જ્યોતિ સી.એન.સી.એ ધમણ-૧નું નિર્માણ કરતાં પહેલા જરૂરી તમામ ચોકસાઈ રાખી જ છે. ધમણ-૧ ના ટેસ્ટ માટે કૃત્રિમ ફેફસા પર પરીક્ષણ જરૂરી છે. આ માટે જ્યોતિ સી.એન.સી.એ મિશિગન સ્ટેટ યુનિવર્સિટી; કે જે કૃત્રિમ ફેફસાના વિશ્વના એકમાત્ર નિર્માતા છે, તેમની પાસેથી મેળવીને આર્ટિફિશિયલ લંગ્સ ટેસ્ટ-પર્ફોર્મન્સ ટેસ્ટ કર્યા છે. ધમણ-૧ આ ટેસ્ટમાં પણ પાસ થયું છે અને ધારાધોરણ મુજબના તમામ ટેસ્ટ પાસ કર્યા છે.
નિડલ-સીરીન્જ, સ્ટેથોસ્કોપ વગેરેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી તેમ વેન્ટિલેટરની પણ ટ્રાયલની જરૂર નથી.
સાથે જ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે ધમણ-૧ના પર્ફોર્મન્સ, ટ્રાયલની વાત વારંવાર કરવામાં આવે છે, તો દવાઓ, ગોળીઓ, ઔષધિઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે અને મેડિકલ સાધનોના પર્ફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવે છે. ધમણ-1 દવા કે ઔષધિ નથી, વેન્ટિલેટર છે જેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી જેથી તેના માટે કોઈ ટ્રાઇલ કરવા જોઈએ તે વાત વ્યાજબી નથી.
જ્યોતિ CNC દ્વારા આપવામાં આવેલ વેન્ટિલેટરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધમણ-1 વેન્ટિલેટરનું તા.09 એપ્રિલ 2020ના રોજ ક્લિનિકલ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નિષ્ણાત તબીબોએ કેટલાક સૂચનો કર્યા હતા. અમદાવાદની B.J. મેડિકલ કોલેજના એનેસ્થેસીયા વિભાગના વડા અને પ્રાધ્યાપક ડૉ. શૈલેષ કે. શાહ અને મેડિસિન વિભાગના વડા પ્રાધ્યાપક ડૉ. કમલેશ ઉપાધ્યાય તથા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે જ્યોતિ CNC ને કેટલાક સુચનો કર્યા હતા. જે બાદ જ્યોતિ CNC એ નિષ્ણાંતો દ્વારા સૂચવાયેલા ફેરફારો પણ કર્યા હતા. આ ફેરફારો પછી ડૉ. કમલેશ ઉપાધ્યાય, ડૉ. શૈલેષ કે. શાહ અને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક જેવા નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે “આ ધમણ-૧ વેન્ટિલેટર હાલના કોવિડ-19 પેન્ડેવમિક દરમ્યાન ઉપયોગી થઈ શકે તેમ છે” પછી જ ધમણ-૧ વેન્ટિલેટર દર્દીઓની સારવાર માટે હૉસ્પિટલોમાં આપવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ અમદાવાદ સિવિલ ખાતે કરવામાં આવ્યો છે.
વેન્ટિલેટર્સની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો એ પાયાવિહોણા અને હીન નહી અમાનવીય કૃત્ય છે
માતૃભૂમિનું ઋણ ચૂકવવાના ઉદેશ્ય સાથે જ્યોતિ CNC દ્વારા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વેન્ટિલેટર્સની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો એ પાયાવિહોણા અને અમાનવીય કૃત્ય છે.રાજકોટની જ્યોતિ CNCએ ગુજરાત સરકારને મોંધા વેન્ટિલેટર્સ વિનામુલ્યે દાનમાં આપ્યા છે, દેશહિત અને રાજ્યના હિતમાં વેન્ટિલેટરના નિર્માણની કપરી કામગીરી હાથ ધરી હતી અને સારી કક્ષાના વેન્ટિલેટર બનવાયા છે.